ankhona chasma
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

અત્યારના સમયમાં આંખોની સમસ્યા નાનાથી લઈને મોટી ઉંમરના લોકોમાં ખુબજ જોવા મળે છે. દરેક ના ઘરમાં એક માણસને ચશ્મા આવેલા જોવા મળે છે. નાની ઉંમરમાં ચશ્મા શા કારણે આવે છે તેના ઘણા બધા કારણો હોઈ શકે છે જે તમે જાણતાજ હશો.

તો અહીંયા આપણે વાત કરવાના છીએ આંખોને લગતી દરેક સમસ્યાનો ઉપાય ખુબ જ કારગર અને અકસીર ઈલાજ છે. જો તમને ચશ્મા ન હોય અને તમે અઠવાડિયામાં બે-ત્રણ વખત આ ઉપાય કરશો તો કરો તમને વૃદ્ધાવસ્થા સુધી આંખોમાં નંબર નહિ આવે.

જે લોકોને ઓછા નંબર હોય તેમને આ ઉપાય કરવાથી ખુબજ ફાયદો થાય છે એટલે કે તેમના નંબર જતા પણ રહે છે અને આંખોની બધી સમસ્યા દૂર થઇ જાય છે. ઉપાય જાણતા પહેલા આંખોની સમસ્યાની વાત કરીએ તો આંખમાં દુખાવો થતો હોય અથવા આંખો લાલ થઈ જતી હોય, વારંવાર આંખોમાંથી પાણી આવતું હોય, આંખોને ચોળવી પડતી હોય છે, આંખોમાં ખંજવાળ આવતી હોય છે.

એ સિવાય જે મોબાઇલની સ્ક્રીન અથવા તો કોમ્પ્યુટર કે ટીવીની સ્ક્રીન પર લાંબો સમય સુધી બેસી અથવા ખાસ કરીને જે લોકો કોમ્પ્યુટર પર કામ કરતા હોય અને લાંબો સમય સુધી સતત બેસી અને કામ કરતા હોય તો તેમની આંખોમાં પાણી આવવાની સમસ્યા થાય તો આંખો બળે કે આંખોમાં બળતરા થતી હોય અને વારંવાર આખો છોડવી પડતી આ પણ એક પ્રકારની સમસ્યા સમસ્યા થતી હોય છે.

એક વાતનું ધ્યાન રાખવું કે સતત લાંબો સમય સુધી કમ્પ્યૂટર કે મોબાઇલ પર સતત કામ કરવું નહીં અને એ સિવાય ખાસ કે રાત્રિના સમયે અંધકાર હોય તેવા સમયે કોમ્પ્યુટર પર કે મોબાઇલ પર કામ કરવાથી આંખો વધારે ખરાબ થાય છે. અંધારામાં જે એલઇડી સ્ક્રીન છે જે વધારે નુકશાન કરે છે.

આ સિવાય તમને જે ઉપાય બતાવવા માટે જઈ અહ્યા છીએ તે નિયમિત કરવાથી આંખોના નંબર પણ ઘટી જાય છે, આંખો એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે, આંખોની દ્રષ્ટિ ક્ષમતા વધી જશે, આંખોની રોશની, આંખોના તેજમાં ખૂબ વધારો થાય છે.

આ ઉપાય ત્રણ સ્ટેપમાં છે. આ ઉપાય તમે આ ત્રણ સ્ટેપમાં કરશો તો તમને ગેરંટી સાથે આંખોની બધી સમસ્યા દૂર થઈ જશે અને આંખોની રોશનીનું તેજ ખૂબ જ વધશે.

1) સૌપ્રથમ તમારે ૧૦૦ ગ્રામ બદામ, ૧૦૦ ગ્રામ વરિયાળી, ૫૦ ગ્રામ સાકર એમ આ ત્રણ વસ્તુ માપમાં લેવાની છે. આ ત્રણેય વસ્તુ ને ઘરે મિક્સરમાં પાવડર બનાવી અને આ પાવડરને એક બરણી માં ભરીને રાખવાનો છે.

હવે તમારે રાત્રે સૂતી વખતે એક ગ્લાસ ગાયનું દૂધ લેવાનું છે. ખાસ ધ્યાન રાખો કે ગાયનું જ દૂધ લેવાનું છે જેથી વધુ ફાયદો થાય. હવે આ દૂધમાં એક ચમચી પાવડર નાખી દેવાનું છે અને બરાબર હલાવી અને તમારે સૂતા પહેલા પીવાનું છે એટલે કે જમ્યાના એક કલાક પછી અથવા તો રાત્રે સુતા પહેલા.

2) આ સિવાય તમે જ્યારે રાત્રે સૂવા માટે પથારીમાં જાઓ છો ત્યારે ખાસ યાદ રાખો કે સરસવનું તેલ લઇ અને પાંચ મિનિટ માટે તમારા પગ ના તળિયા માં માલિશ કરવાની છે. પગ ના તળિયા માં માલિશ કરવાથી આંખોની સમસ્યા દૂર થઈ જાય છે. આ ખૂબ સારો પ્રયોગ છે. પાંચ મિનિટ સરસવના તેલથી પગ ના તળિયા માં માલિશ કરીને પછી તમારે સૂઈ જવાનું છે.

3) આ સિવાય વહેલી સવારે ઉઠી અને સૌ પ્રથમ તમે જ્યારે મોઢું સાફ કરવા માટે કે બ્રશ કરવા જાવ તે પહેલાં તમારે તમારા મોઢા ની અંદર એક કોગળો ઠંડા પાણીનો ભરી રાખવાનો છે અને પાણી લઈને બંને આંખો પર ઠંડા પાણીનો છંટકાવ કરવાનો છે એટલે કે મોઢામાં પાણી ભરી રાખી અને પછી તમારી આંખમાં પાણી છાંટવાનું છે.

આ રીતે તમારે કરવાનું છે. આ રીતે તમે પ્રયોગ કરો એટલે આંખોની બધી સમસ્યા દૂર થઈ જશે અને આંખોની રોશની, આંખનું તેજ ખૂબ જ વધશે. લાંબી ઉંમર સુધી તમને આંખોમાં નંબર આવતા નથી અને આંખોની બીજી કોઈપણ તકલીફ થતી નથી.

આંખો ને સાચવી જોઈએ કારણ કે તે આપણા શરીરનું અગત્યનું અંગ છે અને આંખો એ એક અમુલ્ય રતન છે એટલે તેનું સર્જન કરવું જોઈએ નહીં તો રંગબેરંગી દુનિયામાંથી અંધકાળ છવાઈ જાય છે. તો જે લોકોને કોઈપણ સમસ્યા હોય, આંખના નંબર હોય તો નંબર પણ ઘટી જાય છે,આંખોમાં બળતરા, આંખોમાં દુખાવો હોય તો તે પણ મટી જાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા