ગૃહિણીઓને દરરોજ રસોડામાં કામ આવે એવી 4 કિચન ટિપ્સ, જે તમારા કામને અડધું કરી નાખશે

રસોડામાં કામ કરતી વખતે, કેટલીકવાર આપણે સ્તબ્ધ થઈ જઈએ છીએ. આટલા કામની વચ્ચે એ સમજાતું નથી કે કયું કામ પહેલા કરવું અને કયું કામ પછી પૂરું કરવું જોઈએ. કેટલીક ટિપ્સની મદદથી આપણે આપણાં કામો ઝડપથી પૂરા કરી શકીએ છીએ, પરંતુ ઘણા લોકો આવા હેક્સને જાણતા નથી.

હવે આ જ કારણ છે કે માસ્ટરશેફ પંકજ ભદોરિયા તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર માત્ર રેસિપી જ નહીં પરંતુ ઘણી ટ્રિક્સ અને ટિપ્સ પણ શેર કરે છે. આજે, આ લેખમાં, અમે તમારા માટે તેમના દ્વારા આપવામાં આવેલી કેટલીક ટીપ્સ જણાવીશું, જે તમને રસોડામાં ખુબ ઉપયોગી થશે.

1. સારી ડુંગળી કેવી રીતે પસંદ કરવી?

onion

ડુંગળી એક એવી વસ્તુ છે, જેનો આપણા ઘરે ઘણો ઉપયોગ થાય છે. ડુંગળીનો ઉપયોગ ગ્રેવી, સલાડ અને ચટણી બનાવવામાં થાય છે. જ્યારે આપણે ડુંગળી ઘરે લાવીએ છીએ, ત્યારે તેમાંથી અડધી બગડી જાય છે. જયારે કાપવામાં આવે ત્યારે ખબર પડે છે કે ગલી ગઈ છે. શેફ પંકજે સારી ડુંગળી ખરીદવાની એક સરળ ટ્રીક બતાવી.

ડુંગળી ખરીદતી વખતે, તેને દાંડીની બાજુથી દબાવીને જુઓ. જો દાંડી દબાઈ રહી હોય તો સમજવું કે ડુંગળી અંદરથી સડી રહી છે. આ સિવાય જે ડુંગળીમાં ગઠ્ઠો હોય અથવા જે બે ભાગમાં વહેંચાયેલ હોય તે ડુંગળી ન ખરીદો. આવી ડુંગળી પણ ખરાબ થઈ શકે છે.

2. બદામને 10 મિનિટમાં પલાળો

શું તમે બાળકો માટે બદામ પલાળવાનું ભૂલી ગયા છો? તો વાંધો નહીં. તમે બદામને 10 મિનિટમાં પલાળીને બાળકોને આપી શકો છો. જો તમે બદામની છાલને આસાનીથી દૂર કરવા માંગો છો, તો આ ટિપ્સ તમારા માટે કામની છે.

સૌ પ્રથમ એક બાઉલમાં મુઠ્ઠીભર બદામ નાંખો અને તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો. હવે તેને માત્ર 1 મિનિટ માટે માઇક્રોવેવ કરો. બદામ પણ ભીની થઈ જશે અને તેની છાલ પણ સરળતાથી નીકળી જશે.

3. પરફેક્ટ સ્પોન્ગી કેક બેક કરો

આપણે ઘરે કેક બનાવીએ છીએ, પરંતુ તે બેકરી સ્ટાઈલમાં બનાવી શકાતી નથી. આનું કારણ એ છે કે આપણે તેમાં સામગ્રીને યોગ્ય રીતે ભેળવતા નથી અને ન તો તેને યોગ્ય રીતે તૈયાર કરીએ છીએ. આ રેસીપી તમને પરફેક્ટ સ્પોન્ગી કેક બનાવવામાં ખુબ મદદ કરશે .

કેક બનાવવા માટે, તમારી તમામ સામગ્રીને ઓરડાના તાપમાને રાખો. મતલબ કે જો ઈંડા ફ્રીજમાં હોય તો તેને 1 કલાક પહેલા બહાર કાઢી લો. એ જ રીતે ફ્રિજમાંથી બટર કાઢીને તેને નરમ થવા દો. કેક સ્પોન્જી બને તે માટે, તમારે તમારા સૂકી સામગ્રીને ઓછામાં ઓછા 3 વખત ચાળવું અને તેને યોગ્ય માત્રામાં ઉમેરવું મહત્વપૂર્ણ છે. ઓછું કે વધુ કરવાથી કેક બગડી શકે છે.

4. શાકમાં મીઠું ઓછું કરો

shak

જમવા બેસો અને પહેલો કોળિયો ખાધા પછી તમને ખ્યાલ આવે કે મીઠું વધારે પડી ગયું છે. હવે આવી સ્થિતિમાં તમે ફરીથી રસોઈ કરવા નહીં બેસો! આ માટે માસ્ટરશેફ પંકજે આપેલી ટિપ્સ આપણા બધા માટે ખૂબ જ ઉપયોગી છે.

ગ્રેવીવાળા શાકભાજી કે કઠોળમાં મીઠું વધુ પડતું પડી ગયું હોય તો તેને ફરીથી ગરમ કરો. આ પછી તેમાં લોટની 3-4 નાની નાની ગોળીયો બનાવીને મૂકો. લોટ વધારાનું મીઠું શોષી લેશે અને તમારી વાનગી બગડવાથી બચી જશે.

જો સૂકા શાકમાં મીઠું વધારે હોય તો તેને પણ ગરમ કરો અને પછી તેમાં કોઈપણ ખાટી વસ્તુ મિક્સ કરો. તમે તેમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. તેંમાંથી વધારે મીઠું પડી ગયું હશે તો તે સંતુલન થઇ જશે.

જોયું ને, છે ને સરળ ટિપ્સ, જે દરેકના કામને અડધું કરી શકે છે. હવે તેને પણ નોંધી લો અને જો ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા થાય તો આ ટિપ્સ જરૂર અજમાવી જુઓ.

અમે આશા રાખીએ છીએ કે આ ટિપ્સ તમારા રસોડાના કામને અડધા ભાગમાં વેહચીને તમારા માટે સમય બચાવવામાં મદદ કરશે. જો તમને લેખ ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. આવી વધુ રસોઈ ટિપ્સ જાણવા માટે, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.