ભૂલવાની બીમારી કે યાદશક્તિ નબળી હોય તો કરી લો આ 100 % અસરકારક ઉપાય

alzheimer meaning in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અલ્ઝાઈમર સામાન્ય રીતે વૃદ્ધોને થનારી બીમારી માનવામાં આવે છે, જેમાં વ્યક્તિની યાદશક્તિ નબળી પડી જાય છે, આપણે તેને ભૂલવાની બીમારી પણ કહીએ છીએ. તમને જાણીએ નવાઈ લાગશે કે આ વૃદ્ધાવસ્થામાં થતી બીમારી હવે આજના યુવાનોમાં પણ જોવા મળે છે. તો હવે યુવાનોમાં પણ કેમ ભૂલવાની બીમારી વધી રહી છે ચાલો જાણીયે.

નિષ્ણાંતોના મતે યુવાવસ્થામાં યાદશક્તિ કમજોરના ચિહ્નો દેખાવાના મુખ્ય કારણોમાં તણાવ અને વધતો જતો કામનો બોજ છે. આજકાલ યુવાનો પર કામનું એટલું બધું દબાણ છે કે જેના કારણે તેઓ તણાવ અને ડિપ્રેશનનો શિકાર બને છે.

આવી સ્થિતિમાં કામના બોજ અને તણાવને કારણે તેઓ વસ્તુઓ બીજી વસ્તુઓ ભુલવા લાગે છે. આ જ કારણ છે કે આજકાલ નાની ઉંમરના યુવાનોમાં ભૂલવાની બીમારીના લક્ષણો જોવા મળે છે. તણાવના કારણે આજકાલ યુવાનોમાં અલ્ઝાઈમર, હાઈ બ્લડ પ્રેશર, ડિપ્રેશન અને ડાયાબિટીસ વગેરે જેવી બીમારીઓ પણ જોવા મળી રહી છે. તો ચાલો જાણીયે કે અલ્ઝાઈમર શું છે?

અલ્ઝાઈમર શું છે? અલ્ઝાઈમર ભૂલવાનો રોગ છે. આ રોગના લક્ષણોમાં ઘણો લક્ષણો જોવા મળે છે જેમ કે, યાદશક્તિ ગુમાવવી, વસ્તુઓ ભૂલી જવી (કોઈનું નામ, ઘરનું સરનામું, પરિવારના સભ્યોને ભૂલી જવું), નિર્ણય ના લઇ શકવો, બોલવામાં તકલીફ વગેરેનો અલ્ઝાઈમરમાં સમાવેશ થાય છે.

આ સિવાય બ્લડપ્રેશર, ડાયાબિટીસ, સ્ટ્રેસ કે માથાના ભાગમાં કોઈ ઈજા થવાને કારણે પણ આ રોગ થવાની શક્યતા વધી જાય છે. અલ્ઝાઈમર સામાન્ય રીતે 60 વર્ષની આસપાસ શરૂ થતી બીમારી છે, પરંતુ આજકાલ આ રોગ યુવાનોમાં પણ જોવા મળે છે.

અલ્ઝાઈમર માટેનો અત્યારે હાલમાં કોઈ કાયમી ઈલાજ નથી, તેથી તેનાથી બચવું ખુબ જ મહત્વપૂર્ણ છે. જો અલ્ઝાઈમરના લક્ષણો શરૂઆતમાં જ ઓળખી લેવામાં આવે તો તેને નિયમિત તપાસ અને સારવારથી તેને નિયંત્રિત કરી શકાય છે.

અલ્ઝાઈમર લક્ષણો : અચાનક મૂડ બદલાઈ જવો, કોઈ પણ કારણ વગર ગુસ્સો કરવો, કોઈ કારણ વગર કલાકો સુધી એક જ કામમાં વ્યસ્ત રહેવું વગેરે લક્ષણો છે. અલ્ઝાઈમર રોગમાં પીડિત વ્યક્તિને બોલવામાં, લખવામાં, ગણતરી કરવામાં, રસ્તો યાદ રાખવામાં અને નિર્ણય લેવામાં વગેરેમાં તકલીફ થવા લાગે છે. આવા લોકો વસ્તુઓ પોતે ક્યાં મૂકી છે તે પણ ભૂલી જાય છે.

યુવાનીમાં અલ્ઝાઈમર થવાના લક્ષણો : યુવાનીમાં આ બીમારી થવી સારી નિશાની નથી, પરંતુ આજકાલની ભાગદોડવાળી જિંદગીમાં યુવાનો પણ અલ્ઝાઈમરનો શિકાર બની રહ્યા છે, તો ચાલો જાણીયે યુવાનીમાં અલ્ઝાઈમર થવાના કારણો કયા કયા છે.

1) અલ્ઝાઈમર રોગ થવાના એક કરતા વધારે કારણો હોઈ શકે છે, પરંતુ હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ હોવું અને ખરાબ જીવનશૈલી પણ આનું એક સૌથી મોટું કારણ છે. કામના દબાણ અને તણાવને કારણે નાની ઉંમરના યુવાનોમાં અલ્ઝાઈમરના ચિહ્નો જોવા મળી રહ્યા છે. તેનાથી બચવા કામનું પ્રેશર અને તણાવ દૂર રહેવાનો પ્રયાસ કરો.

કેટલાક કિસ્સાઓમાં યુવાનીમાં આ બીમારીનું કારણ આનુવંશિક પણ છે. એક સાથે ઘણી બધી વસ્તુઓ કરવાથી પણ ભૂલવાની બીઓરી થઈ શકે છે. ઘણા યુવાનો એકસાથે ઘણાં કામ કરવામાં તેઓ પૂરતી ઊંઘ નથી લઈ શકતા. મગજને આરામ આપવા માટે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે. કોઈ અકસ્માત થવાથી માથામાં ઈજા થવાથી પણ અલ્ઝાઈમર થઇ શકે છે.

અલ્ઝાઈમરથી બચવાના ઉપાયો : જીવનશૈલીમાં કેટલાક ફેરફાર કરીને અલ્ઝાઈમરથી બચી શકાય છે. જો તમારી યાદશક્તિ પણ નબળી પડી રહી છે તો તમારે નીચે જણાવ્યા પ્રમાણે ઉપાયો અજમાવવા જોઈએ. દરરોજ યોગાસન અને વ્યાયામ કરવાથી અલ્ઝાઈમની અસર ઘટાડી શકાય છે.

સર્વાંગાસન, ભુજંગાસન, કપાલભાતિ વગેરે યોગો મગજને તેજ કરવા, યાદશક્તિ અને એકાગ્રતા વધારવા માટે કરી શકાય છે. નિયમિત રીતે મેડિટેશન કરવાથી ભૂલવાની બીમારીથી ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. એક સંશોધન મુજબ જે લોકો વૃદ્ધાવસ્થામાં પણ પોતાનું કામ જાતે કરે છે તેમને ભૂલવાની બીમારી થવાની શક્યતા ઓછી હોય છે.

તમારું પોતાનું કામ જાતે કરવાથી મન અને મગજ બંને સક્રિય રહે છે અને યાદશક્તિ પણ તેજ બને છે. તમારા આહારમાં ફળો, શાકભાજી, આખા અનાજ વગેરેનું પ્રમાણ વધારીને અલ્ઝાઈમરથી બચી શકો છો. તેના સેવનથી હ્રદય સબંધિત જોખમ ઘટી જાય છે. તણાવથી દૂર રહીને, સંતુલિત આહાર લઈને અને પૂરતી ઊંઘ લેવાથી પણ અલ્ઝાઈમરથી બચી શકાય છે.

યાદશક્તિ નબળી હોય ત્યારે શું ખાવું જોઈએ ? તો ઘણા એવા સુપરફૂડ છે જે યાદશક્તિ વધારવામાં મદદ કરે છે. જો તમારી યાદશક્તિ નબળી પડી રહી છે તો તમારે બદામ અને ડ્રાયફ્રૂટ્સ ખાવાથી મગજ અને યાદશક્તિ તેજ કરી શકાય છે.

મગજને સક્રિય રાખવા માટે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર સ્ટ્રોબેરી અને બ્લુબેરી ખાઓ. વિટામિન ઈથી ભરપૂર સ્ટ્રોબેરી અને બ્લૂબેરી ખાવાથી તણાવ ઓછો થાય છે અને માનસિક સમસ્યાઓથી પણ છુટકારો મળે છે.

બ્રોકોલીનું સેવન કરવાથી મગજ તેજ બને છે. બ્રોકોલીમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે જે મગજને અને હાડકાંને મજબૂત બનાવે છે. અલ્ઝાઈમર દરમિયાન મગજમાં વધતા ઝેરી બીટા-એમિલોયડ નામના પ્રોટીનની અસરને ગ્રીન ટીના સેવનથી ઘટાડી શકાય છે.