sunlight benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન ડીની ખાસ જરૂર હોય છે. આપણે બધા જાણીએ છીએ કે વિટામિન ડી મેળવવાનો મોટો સ્ત્રોત સૂર્યપ્રકાશ છે. જો આપણે નિયમિતપણે સવારે 10 મિનિટ સુધી નોર્મલ સૂર્યપ્રકાશમાં બેસીએ તો તેના આપણે ઘણા સ્વાસ્થ્ય લાભો થાય છે.

ગામડામાં તો લોકો તડકામાં જ રહે છે, પરંતુ શહેરના ઘરોમાં સૂર્યપ્રકાશ બહુ ઓછો આવે છે, પરંતુ સ્વસ્થ રહેવા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. તેથી તમને બાલ્કની, ટેરેસ જ્યાં પણ મળે ત્યાં થોડો સમય સૂર્યપ્રકાશ લેવો જોઈએ.

સૂર્યપ્રકાશના ફાયદા : સૂર્યપ્રકાશ હાડકાંને મજબૂત બનાવવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે. સૂર્યપ્રકાશથી મેટાબોલિજ્મમાં સુધારો આવે છે. જે વજન ઘટાડવામાં મદદરૂપ છે. એક સંશોધન મુજબ સૂર્યપ્રકાશ અને BMI વચ્ચે ઊંડો સંબંધ છે. તે વજન ઘટાડવામાં મદદરૂપ છે.

આપણે શરીરને જરૂરી 90 ટકા વિટામિન ડી સૂર્યપ્રકાશમાંથી મેળવી શકીએ છીએ. તે ઓસ્ટીયોપોરોસીસ થવાની શક્યતા પણ ઘટાડે છે. સૂર્યપ્રકાશ લેવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે, જે આપણને શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓથી બચાવવાનું કામ કરે છે.

સૂર્યપ્રકાશ લેવાથી શરીરમાં મેલાટોનિન નામનો હોર્મોન બનવા લાગે છે, જેનાથી અનિદ્રાની સમસ્યા દૂર થાય છે અને તમને રાત્રે સારી ઊંઘ આવે છે. 5. થોડીવાર તડકામાં બેસી રહેવાથી શરીર બેક્ટેરિયા મુક્ત બને છે અને ત્વચા ચમકવા લાગે છે. તેનાથી પિમ્પલ્સ, ખીલ અને સ્કિન ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ દૂર થાય છે.

નિયમિત રીતે તડકામાં થોડીવાર બેસી રહેવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે, હૃદયરોગનો ખતરો પણ ઓછો થાય છે અને કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. સૂર્યપ્રકાશ રક્ત પરિભ્રમણને પણ સુધારે છે. સૂર્યસ્નાન કરવાથી લોહીમાં રેડ બ્લડ સેલ્સ એટલે કે લાલ રક્તકણો અને શ્વેત રક્તકણો એટલે કે વાઈટ બ્લડ સેલ્સની સંખ્યામાં વધારો થાય છે.

આના કારણે પાચનતંત્ર બરાબર રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે. સૂર્યસ્નાન કરવાથી મગજ સ્વસ્થ રહે છે અને તમામ પ્રકારના ઈન્ફેક્શન, ફંગલ ઈન્ફેક્શન અને અન્ય ઘણી બીમારીઓ પણ સૂર્યપ્રકાશથી મટી શકે છે.

વિટામીન-ડીની ઉણપને પૂરી કરવાનો સૌથી સરળ ઉપાય છે સવારે 10 વાગ્યા પહેલા સૂર્યપ્રકાશમાં થોડી વાર જઈને બેસી જવું. દરરોજ 15 થી 20 મિનિટ સૂર્યસ્નાન કરવાથી વિટામિન-ડીની ઉણપને દૂર કરી શકાય છે.

સંશોધન મુજબ વિટામિન ડી કોરોના જેવી બીમારી સામે લડવામાં પણ મદદ કરે છે. વિટામિન-ડી કોરોના દર્દીઓમાં વાયરસને ગંભીર બનતા અટકાવે છે અને તેનાથી થતા મૃત્યુના જોખમને પણ ઘટાડે છે.

કેટલા સૂર્યપ્રકાશની જરૂર છે? અઠવાડિયામાં ત્રણ દિવસ સવારે 20 થી 30 મિનિટ સૂર્યપ્રકાશ લેવો પૂરતું છે. આના કારણે શરીરને જરૂરી વિટામિન ડી પૂરું કરી શકાય છે.

આ બાબતોનું ધ્યાન રાખો : તીવ્ર સૂર્યપ્રકાશ લેવાનું ટાળો. તેમાંથી નીકળતા અલ્ટ્રાવાયોલેટ કિરણો તમારી ત્વચાને નુકસાન પહોંચાડવાનું કામ કરે છે. આ કિરણો ત્વચાના કેન્સરનું કારણ પણ બની શકે છે. પરસેવો થયા પછી તડકામાં ના બેસો.

બપોર પછી તડકામાં બેસવાથી બહુ ફાયદો નથી થતો, પરંતુ નુકસાન ચોક્કસ થઈ શકે છે. તેથી બપોર પછી તડકામાં જવાનું શક્ય હોય તો ટાળો. તાજેતરના એક સંશોધનમાં સામે આવ્યું છે કે ભારતમાં લગભગ 80 ટકા લોકોમાં વિટામિન-ડીની ઉણપ જોવા મળે છે.

ખરેખર એ ચિંતાનો વિષય છે કે 90 ટકા બાળકો પણ વિટામિન-ડીની ઉણપને કારણે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. એકલા દિલ્હીમાં જ 90 થી 97 ટકા શાળાના બાળકો (6-17 વર્ષની વયના)માં વિટામિન-ડીની ઉણપ જોવા મળી છે, જ્યારે ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં તમને પૂરતો સૂર્યપ્રકાશ મફતમાં મળે છે.

તો જો તમે પણ હાડકા મજબૂત બનાવવા માંગતા હોય અને ઘણી બીમારીથી બચવા માંગતા હોય તો તમારે દરરોજ 15 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું જોઈએ. આવી જ વધારે માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા