જ્યારે શિયાળાની ઋતુ આવે છે ત્યારે લોકોની ત્વચા શુષ્ક દેખાવા લાગે છે. ઘણી વાર ત્વચાની બીજી અનેક સમસ્યાઓ પણ વધી જાય છે. જેમ કે આ ઋતુમાં ત્વચા ખૂબ જ નિસ્તેજ અને નિર્જીવ દેખાવવાની સાથે ત્વચામાં ટેનિંગ પણ વધે છે. કારણ કે, વધુ પડતા મોઈશ્ચરાઈઝરને કારણે તમારી ત્વચા પર ધૂળ ચોંટી જાય છે.
આવી સ્થિતિમાં, તમારી ત્વચાની સંભાળ રાખવા માટે તમે તમારી સ્કિન કેર રૂટિનમાં બદામના તેલનો સમાવેશ કરો. તે વિટામિન ઇ થી ભરપૂર છે, જે તમારી ત્વચાને ઊંડાઈથી પોષણ આપે છે. આટલું જ નહીં, તમે તમારા શિયાળાની ત્વચા માટે બદામના તેલને ઘણી અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો જે તમને આ લેખમાં જણાવી રહ્યાં છે.
શિયાળામાં રાત્રે તેનો ઉપયોગ કરો : જો તમારી પાસે તમારી ત્વચાની સંભાળ રાખવા માટે સમયની અછત છે તો બદામના તેલને તમારી શિયાળાની રાતની સ્કિન કેર રૂટિનનો ભાગ બનાવો.
આ માટે રાત્રે સૂતા પહેલા તમારી ત્વચાને સારી રીતે સાફ કરો અને પછી બદામના તેલના બે-ત્રણ ટીપાં લગાવીને હળવો મસાજ કરો અને આમ જ આ રીતે આખી રાત છોડી દો. જો તમારી ત્વચા વધારે ઓઈલી છે તો લગભગ 20 મિનિટ પછી સાફ કરો.
પિમ્પલ્સ અને ત્વચાની શુષ્કતાની સમસ્યા દૂર કરવા માટે : જો શિયાળામાં તમારી ત્વચા શુષ્ક હોય અને સાથે પિમ્પલ્સની સમસ્યા પણ છે તો આ પદ્ધતિ અપનાવવી જોઈએ. તમે બદામનું તેલ અને લીમડાનું તેલ મિક્સ કરો અને તેના બે થી ત્રણ ટીપા તમારી ત્વચા પર લગાવીને હળવેથી મસાજ કરો. આ પછી લગભગ 30 મિનિટ પછી હેરો સાફ કરો.
મોઇશ્ચરાઇઝરમાં ઉમેરો : જો તમે શિયાળામાં તમારી ત્વચાને વધારાનું પોષણ આપવા માંગતા હોવ તો તમારે, બદામના તેલના બે-ત્રણ ટીપાં મોઈશ્ચરાઈઝરમાં મિક્સ કરીને તેને તમારી ત્વચા પર લગાવો. લગભગ દસ મિનિટ પછી, તમારી ત્વચા પર ટિશ્યુ પેપરને લુછીને સાફ કરો.
બદામના તેલથી પેક બનાવો : જ્યારે તમે શિયાળામાં તમારી ત્વચાની સારી રીતે સંભાળ રાખવા માંગતા હોય તો એક બાઉલમાં બદામના તેલના ત્રણથી ચાર ટીપાં નાખો. હવે તેમાં એક ચમચી ચણાનો લોટ, એક ચપટી હળદર અને અડધી ચમચી મધ ઉમેરીને સારી રીતે મિક્સ કરો. હવે તમારો ચહેરો સાફ કરીને આ પેક લગાવો. લગભગ 15 મિનિટ પછી તમારા ચહેરાને ધોઈ લો અને પછી મોઇશ્ચરાઇઝ કરો.
બદામ તેલ અને નાળિયેર તેલ મિક્સ કરો : જો તમે ઈચ્છો તો બદામના તેલથી ફેશિયલ મસાજ પણ કરી શકો છો. આ માટે તમે સૌથી પહેલા તમારી ત્વચાને સ્ક્રબ કરો અને પછી બદામ તેલ અને નારિયેળ તેલ મિક્સ કરીને, તેના થોડા ટીપા તમારી ત્વચા પર લગાવીને ચહેરા પર હળવા હાથે મસાજ કરો.
તો હવે આ પદ્ધતિઓ અપનાવીને બદામના તેલથી તમારી ત્વચાને વધારાનું પોષણ આપી શકો છો. જો તમને આ લેખ ઉપયોગી ગમ્યો હોય તો તેને રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને આવી જ બ્યુટી સબંધિત માહિતી મફતમાં મળતી રહેશે.