એસિડિટીમાં શુ ખવાય? જાણો સંપૂર્ણ માહિતી કઠોળ, પ્રવાહી, શાક વગેરે
આજે અમે તમારી સાથે જે બહુ વ્યાપક છે ખાણીપીણી, આહાર-વિહાર અને વિચાર બધી જ બાબતોમાં જે આપણી વૃત્તિ કામ કરે છે અને એને કારણે જે એસીડીટી થાય છે અને એસિડિટીમાં ખાટા ઓડકાર અને છાતીમાં બળતરા થાય છે તો શું ખાવું જોઈએ તેના વિષે વાત કરીશું.
જો એસીડીટી થાય તો તીખા-તળેલા એવા રેસા વગરના શાકને ન ખાવા જોઈએ. શાકમાં વેલા ના શાક જેવા કે દૂધી, ટીંડોરા, પરવળ, તુરીયા ઉપરાંત ગાજર અને શકકરિયા જેવા કંદમૂળ લઈ શકાય છે. અનાજની અંદર વધુ કાર્બોદિત યુક્ત વાળા વ્યંજનો જેમાં અનાજમાં ઘઉં, ચોખા, ધન્યમાં રાજગરો, મોરૈયો, સામો અને મકાઈ એ પણ ખાઈ શકાય છે.
કઠોળ ની અંદર મગ એસીડીટી માટે સર્વશ્રેષ્ઠ છે. ઉપરાંત મઠ અને ફોતરા વગરની દાળ સારી રીતે રાંધેલી અને મસાલા વગરની હોય તો એ ફાયદો કરાવે છે. એસિડિટીમાં દૂધ અને મધ અને ગાયના ઘીનું સેવન એ ખૂબ જ પથ્ય છે, ખાઈ શકાય છે. ઉપરાંત એસિડિટીમાં લીંબુનું પાણી પણ પી શકાય છે.
ગળ્યા પદાર્થોમાં અને ખાસ કરીને ફળોમાં નાળિયેર પાણી, કુદરતી રીતે પાકેલી કેરી, તરબૂચ, ચીકુ, કેળા વગેરે ફળો ખાઇ શકાય છે. આ બધા મર્યાદિત રીતે લઈ શકાય છે. ઘી, તેલ અને માખણ મધ્યમ માત્રામાં લઇ શકાય છે. જ્યારે એસીડીટી ખૂબ વ્યાપ્ત હોય ત્યારે ગાયના દૂધમાં રાંધેલા ભાત એ ખૂબ જ ઉપયોગી છે.
ચોખા ના પૌવા ની ખીર જેમાં એલચી નાખેલી હોય,સાદી ખીર પડે એસિડિટીમાં પથ્ય છે. એસિડિટી ઓછી થાય પછી પચવામાં હળવું ભોજન લઈ શકાય છે. એસિડિટીમાં આમળાનો રસ ખૂબ જ ઉપયોગી છે. દૂધીનો રસ પણ ઉપયોગી છે. આમળાનો મુરબ્બો પણ ઉપયોગી છે અને વરિયાળીનું સરબત તત્કાલ એસીડીટીનું શમન કરનારું છે.
કાળી દ્રાક્ષના 30 દાણા સવારે પલાળી અને સાંજે ચોળીને ગાળીને પાણી પીવું. સાંજે જે દાણા પડ્યા હોય તેનું સવારે આ રીતે 1 ગ્લાસ કાળી દ્રાક્ષ પાણીમાં એક ચમચી જીરૂં પાવડર નાખી અને આપણે લઈ શકીએ છીએ. ખાસ કરીને બીજા કોઈ મરી મસાલા કે તેજાના એ ખાવાની મર્યાદાઓ છે આટલું ભોજન લેવું.
ફ્રિજનું કોઈ પણ પેય પદાર્થ હોય એને આપણે બંધ કરીશું. સતત હૂંફાળું પાણી પીશું. એસીડીટીની સર્વશ્રેષ્ઠ દવા એ છે કે ચિંતાઓ ન કરવી, શાંતિ રાખવી અને આ રીતના પથ્ય ભોજન લેવાથી એસિડિટી કાબૂમાં રહે છે. હલનચલન કરતા રહેવું, કામ કરતા રહેવું, અને આપણું ચિત્ત કોઈપણ જાતની બળતરામાં ન રાખવું એટલે એસીડીટીનું શમન થાય છે.
તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી રસોઈ ટિપ્સ, સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

