વરસાદ માં પીવા ની મજા પડે તેવું મકાઈનું સૂપ

સૂપ પીવો એ આપના શરીર માટે ખુબ જ ફાયદાકાર ગણાય છે. તમે સૂપ તો ઘણા બધા જોયા હશે અને પીધા પણ હશે. પણ આજે તમને બતાવીશું એક નવા સૂપ વિશે જેનું નામ છે “મકાઈ નું સૂપ”. આ સૂપ બનાવામાં એકદમ ટેસ્ટી અને સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે. તો ચાલો જોઇલો આ સૂપ બનાવવાની રીત.

  • સામગ્રી:
  • અડધો કપ અમેરિકન મકાઈ ના દાણા( દાણા ફ્રેશ પણ લઈ શકો છો)
  • ૧/૪ કપ પાણી
  • એક ચમચી બટર
  • એક છીણેલો આદુનો ટુકડો
  • બે સમારેલા લીલા મરચાં નાં ટુકડાં
  • ૫-૬ કરી લસણ
  • ૧/૪ કપ ગાજર
  • ૧/૪ કપ ફણસી
  • બે ચમચી ખાંડ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • એક ચમચી મકાઈનો લોટ
  • એક ચમચી વિનેગર/ લીંબુનો રસ
  • ૧/૪ ચમચી મરી પાઉડર

મકાઈ નું સૂપ બનાવવાની રીત:

સૌ પ્રથમ એક મિક્સિંગ્ બાઉલમાં મકાઈના દાણા( અડધા કાઢી લેવા) લઈ તેમાં ૧/૪ કપ પાણી એડ કરી સારી રીતે પીસી ને એક મકાઈ ની પેસ્ટ તૈયાર કરી લો. હવે આ પેસ્ટ ને બાજુમાં રાખી લો.

હવે એક કડાઈમાં માં એક ચમચી બટર લઈ, બટર મેલ્ટ થાય એટલે તેમાં આદુના ટુકડાનું છીણ, સમારેલા લીલાં મરચાં, ૫-૬ કરી ચોપ કરેલું લસણ એડ કરી સારી રીતે સાંતળી લો. બધું સારી રીતે સંતળાઈ જાય એટલે તેમાં ૧ લીટર જેટલું પાણી એડ કરો.

એક લીટર પાની એડ કરવાથી તમે આરામ થી ૪-૫ લોકોને સૂપ સર્વ કરી શકો છો. પાણી ગરમ થાય એટલે તેમાં ૧/૪ કપ જેટલા મકાઈ નાં દાણા એડ કરો. હવે તેમાં ચોપ કરેલા ગાજર, ફણસી, ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરો.

બધું સારી રીતે મિક્સ કરી તેમાં મકાઈ ની પેસ્ટ ને એડ કરો. સારી રીતે મીડિયમ ગેસ પર સૂપ ને ૮ થી ૧૦ મીનીટ માટે હલાવો. ૮ થી ૧૦ મીનીટ પછી ઉપર મકાઈનું ફીણ જોવા મળશે. આ ફીણ ને તમારે એક બાઉલમાં કાઢી લેવું.

તમે આ ફીણ કાઢી લેસો એટલે તમારું સૂપ એકદમ રેસ્ટોરન્ટ જેવું જ બનશે. હવે એક ચમચી મકાઈ નો લોટ બાઉલમાં લઇ તેમાં થોડું પાણી એડ કરી સારી રીતે ચમચીની મદદ થી હલાવી પેસ્ટ તૈયાર કરો.

હવે આ પેસ્ટ ને થોડી થોડી સૂપ માં ઉમેરતાં જાઓ અને હલાવતા જાઓ. અહિયાં તમારે ફરીથી ૩-૪ મીનીટ માટે બધું હલાવવાનું છે. હવે તેમાં વિનેગર અને મરી પાઉડર એડ કરી સારી રીતે હલાવી મિક્સ કરી દો.

તો અહિયાં તમારું રેસ્ટોરન્ટ જેવું એકદમ ગરમાં ગરમ મકાઈનું સૂપ બનીને તૈયાર થઈ ગયું છે. તમે આ સૂપ ને ૪-૫ માણસ સુધી આરામ થી સર્વ કરી શકો છો.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.