ગુજરાતી ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું

આજે તમને જણાવીશું ગુજરતી સ્ટાઈલ થી બનતા ચણા મેથી કેરી નું અથાણુ. આ અથાણુ ૧ વર્ષ સુધી કેવી રીતે સ્ટોર કરવું અને કયા મસાલા કેટલા પ્રમાણ માં નાખવા એ પણ  જણાવીશું. તો રેસિપી જોઈલો અને મિત્રો સાથે શેર કરો જેથી તે પણ ઘરે આ રીતે અથાણુ બનાવી શકે.

  • સામગ્રી:
  • ૧ મોટી કાચી રાજાપુરી કેરી / ૫૦૦ ગ્રામ કેરી
  • ૧ ચમચી હળદળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ૧૦૦ ગ્રામ કાળા ચણા
  • ૫૦ ગ્રામ મેથી ના દાના

અથાણાં નાં મસાલા માટે

  • ૫૦ ગ્રામ અધકચરા મિક્સર માં પીસેલા સરસવના દાણા
  • ૫૦ ગ્રામ મેથીના અધકચરા મિક્સર માં પીસેલા દાણા
  • ૫૦ ગ્રામ વરિયાળી નાં દાણા
  • ૧ ચમચી હિંગ
  • ૨૫૦ ગ્રામ તેલ( ગરમ કરીને તેલને ઠંડું કરેલું લેવું)
  • ૨ ચમચી હળદર પાવડર
  • ૪ ચમચી મીઠું
  • તમારા સ્વાદ
  • પ્રમાણે લાલ મરચું
  • પાઉડર
  • ૩૦૦ મી.લી. તેલ

ગુજરાતી ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત:  સૌ પ્રથમ આ અથાણુ બનાવવા માટે આપણે રાજાપુરી કેરી લીધી છે જેથી તમે ૧ વર્ષ સુધી અથાણુ સ્ટોર કરી શકો. કેરીને ધોઈ અને કેરીની છાલ ને છોલી લો. હવે તેના નાનાં ટુકડા કરી લો. હવે આ કેરીના ટુકડાઓ ને મીઠું અને હળદરના પાવડર સાથે ભેગા કરી મિક્સ કરી લો. હવે તેને ઢાંકી ૬-૮ કલાક માટે મૂકી દો.

હવે એક બાઉલમાં ચણા અને બીજા બાઉલમાં મેથી લઈ તેમાં પાણી એડ કરી બન્ને ને ૮-૧૦ કલાક માટે પલાળી ને મૂકી દો. ૮-૧૦ કલાક પછી કેરીના ટુકડાં લઈ તેમાંથી પાણી નો ભાગ કાઢી તેને એક કપડાં પર છૂટા છૂટા પાથળી ને સૂકવી દો. આ ટુકડાઓને તડકામાં નથી સૂકવવાના.

હવે કેરીના ટુકડાઓમાં જે પાણી છૂટું પડ્યું છે તેમાં ચણા અને મેથી ને એડ કરો. કેરીના ખટાશ વાળા પાણીમાં ચણા અને મેથી એડ કરવાથી તેમા મીઠાશ એડ થઈ જાય છે. હવે તેને ૩-૪ કલાક માટે ઢાંકી ને મુકી દો.૩-૪ કલાક પછી તેમાંથી પાણી દૂર કરી ચણા અને મેથી ને એક કાપડ મા લઈ સૂકવી દો.

હવે અથાણાંના મસાલા માટે, તેમાં પીસેલા સરસવ નાં દાણા, મેથી ના પીસેલા દાણા, લીલી વરીયાળી નાં દાણા પીસેલા, હીંગ, તેલ, હળદળ, લાલ મરચું એડ કરી બધું હાથ વડે સારી રીતે મિક્સ કરી લો. હવે એક મોટું વાસણ લઈ તેમાં સુકાઈ ગયેલા ચણા મેથી અને સુકાયેલા કેરી નાં કટકા ને એડ કરી લો.  હવે બધું સારી રીતે મિક્સ કરી ને ૫-૬ કલાક માટે ઢાંકીને મૂકી દો. ૫-૬ કલાક પછી આ મસાલો લઈ તેને કાચની બરણીમાં ભરી દો.

હવે એક પેન મા તેલ લઈ ગરમ થવા દો. તેલ ગરમ થઈ ગયા પછી તેલ ને નીચે ઉતરી ઠંડું થવા દો. તેલ ઠંડું થાય એટલે કાચની બરણીમાં ભરેલા મસાલા માં આ તેલ ને એડ કરો.( અહિયાં તેલ ઠંડું લેવાનુ છે). તો અહિયાં તમારું અથાણુ બનીને તૈયાર છે. આ અથાણુ તમે ૪-૫ દિવસ પછી ઉપયોગ મા લઇ શકસો.

નોંધ લેવી:કેરી નાં મધ્યમ કદના ટુકડા કરવા. હળદર અને મીઠા સાથે કેરીના ટુકડા ભેગા કરો જેથી કેરી તેનું પાણી છોડે. ચણા અને મેથીને હળદર-મીઠાના પાણીમાં પલાળી લો જેથી તે પાણીનો સ્વાદ શોષી લે. અથાણાને કાચની બોટલમાં ચુસ્તપણે ભરો. જેેેથી આખા વર્ષ સુધી સાચવવા માં સહેલુંં રહે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

1 thought on “ગુજરાતી ચણા મેથી કેરી અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું”

Comments are closed.