બજાર જેવો જ શ્રીખંડ બનાવવાની રીત

શું તમે પણ ઘરે બજાર જેવો જ શ્રીખંડ ઘરે બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી છેલ્લે સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને શ્રીખંડ બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • દહીં
  • ખાંડ પાવડર – 4 થી 5 ચમચી
  • મિલ્ક ક્રીમ – 2 ચમચી
  • એલચી પાવડર
  • પિસ્તા
  • બદામ

શ્રીખંડ બનાવવાની રીત

  • શ્રીખંડ બનાવવા માટે, સૌથી પહેલા તાજું દહીં લો અને વધારે ફેટવાળું દૂધમાંથી બનાવેલ દહીંનો ઉપયોગ કરવાની ખાતરી કરો.
  • હવે એક મોટો બાઉલ લો, તેના પર મોટી ગરણી મૂકો અને ગરણી પર કપડું મૂકો.
  • હવે કપડામાં દહીં નાખીને પાણી નિચોવી લો.
  • હવે દહીંને ઉપર રાખીને તેની ઉપર કોઈ ભારે વસ્તુ મૂકો અને આ બાઉલને 10-12 કલાક માટે ફ્રિજમાં રાખો.
  • 12 કલાક પછી દહીંને તપાસો અને તેને ફ્રિજમાંથી બહાર કાઢો.
  • હવે એક બાઉલ લો, તેની આસપાસ મલમલનું કપડું લપેટી લો અને કપડાં ઉપર દહીંને નાખીને દહીંને
  • ગાળી લો. જેથી કરીને દહીંમાં કોઈ પણ પ્રકારની કણી ના રહે અને એકદમ સ્મૂથ થઇ જાય.

આ પણ વાંચો: ફક્ત 2 જ મિનિટમાં બનાવો બજાર જેવો પાવભાજીનો મસાલો, લોકો આંગળીઓ ચાટતા રહેશે

  • હવે તેમાં 4-5 ચમચી ખાંડ પાવડર ઉમેરો અને તેને સારી રીતે હલાવી લો.
  • હવે તેમાં બે ચમચી દૂધની મલાઈ ઉમેરીને સારી રીતે મિક્ષ કરી લો. સૌ પ્રથમ મલાઈને એક વાટકીમાં કાઢીને સારી રીતે હલાવી લો પછી દહીંમાં ઉમેરો.
  • હવે શ્રીખંડને એક બાઉલમાં કાઢી તેમાં એલચી પાવડર અને ઝીણા સમારેલા ડ્રાયફ્રુટ્સ ઉમેરો.
  • હવે તેમાં કેસરના દોરાનું પાણી ઉમેરો (એક નાની વાટકીમાં 1 ચમચી દૂધમાં કેસરના દોરાને પલાળીને રાખો)
  • તમારો બજાર જેવો જ શ્રીખંડ તૈયાર છે. તમે કેસરના દોરાના બદલે તમે ચીકુનો પલ્પ, કેરી નો પલ્પ, તમારી ઈચ્છા મુજબ ફ્લેવર મુજબ વસ્તુ ઉમેરીને અલગ ટેસ્ટ આપી શકો છો.

જો તમને અમારી શ્રીખંડ બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.