Aloo Tikki Recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આલૂ ટીકી ચાટ એક્દમ સુપર સ્વાદિષ્ટ અને ચટપટી ડીશ છે. આલૂ ટિકીમાં ચાટ તળેલા બટાકાની પેટી દહીં  ની સાથે ટેન્ગી-મીઠી આમલીની ચટણી અને મસાલાવાળી લીલી ચટણી સાથે ટોચ પર આવે છે. કેટલાક ભિન્નતામાં દાડમના તીર અથવા ટોચ પર સેવા પણ ઉમેરવામાં આવતા હોય છે.

સામગ્રી

પેટીસ માટે

  • બટાકા  ૪ નંગ મોટા લેવા,
  • મીઠું સ્વાદ મુજબ,
  • તેલ – સાંતળવા માટે
  • સ્ટફિંગ માટે
  • અડદની પલાળેલી દાળ ૧ કપ,
  • ૨ નંગ સમારેલાં લીલાં મરચાં ,
  • નાનો ટુકડો સમારેલું આદું
  • અડધી ચમચી મરચું  ,
  • ૧ ચમચો સમારેલી કોથમીર
  • સ્વાદ મુજબ મીઠું
  • ટોપિંગ માટે (એક ભાગ),
  • પા કપ દહીં ,
  • અડધો ચમચો લીલી ચટણી
  • ૨ ચમચા આંબલીની ગળી ચટણી
  • પા ચમચી શેકેલા જીરાનો પાઉડર
  • પા ચમચી ચાટ મસાલો
  • પા ચમચી મરચું
  •  ૨ ચમચા સમારેલી કોથમીર
  • થોડોક પાપડીનો ભૂકો

aloo chaat recipe

બનાવવાની રીત 

સો પ્રથમ સ્ટફિંગ તૈયાર કરવા અડદની પલાળેલી દાળને એક બાઉલમાં લઇ લો. હવે તેમાં સમારેલાં લીલાં મરચાં, આદું, મરચું, મીઠું, કોથમીર નાખીને સારી રીતે તેને મિકસ કરી લો.હવે બાફેલા બટાકાના છૂંદામાં મીઠું ભેળવી તેમાંથી આઠ ભાગ કરીલેવા. હવે લોઢી ગરમ કરો. હવે બટાકાનો એક ભાગ લઈ તેને હથેળી પર રાખી સહેજ દબાવો. તેની વચમાં દાળનું સ્ટફિંગ મૂકી ચારે બાજુથી કિનારી ભેગીકરી તેને ટિક્કીનો આકાર આપો.ત્યાર બાદ હવે તેને મઘ્યમ આંચે બંને બાજુએ તેલ મૂકી આછાબ્રાઉન રંગની સાંતળી લો.

જો બટાકાનું કવરિંગ ફાટી જતું હોય તો તેમાં સહેજ કોર્નફલોર મિકસ કરીલેવુ. હવે ટિક્કીને પ્લેટમાં ગોઠવો અને તેના પર ઠંડું દહીં, લીલી ચટણી અને આંબલીની ગળી ચટણી રેડો. હવે ઉપર શેકેલા જીરાનો પાઉડર, ચાટ મસાલો, મરચું અને સમારેલી કોથમીર ભભરાવો. છેલ્લે પાપડીનો થોડો ભૂકો ભભરાવી તરત જ સર્વ કરો.