આજે અમે તમારા માટે ખીચડી રેસીપી લાવ્યા છીએ. ખીચડી ઝડપથી બનતી રસોઈ છે. ખીચડીને સાડી પણ બનાવી શકાય છે અને મસાલા ખીચડી, વેજ ખીચડી પણ બનાવી શકાય છે. મસાલા ખીચડી રેસીપી ખૂબ જ સરળ અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.
સામગ્રી : ચોખા 1 વાટકી, મગ દાળ 1/2 બાઉલ, વટાણા 1/2 વાટકી, બટાકા 2 નંગ (નાના નાના ટુકડા કરી લો), ડુંગળી 1 નંગ (ઝીણી સમારેલી), લીલા મરચા 2 નંગ (ઝીણી સમારેલુ), કોથમીર 1 ચમચી (ઝીણી સમારેલી), આદુ 1 ઇંચ (ક્રશ કરી લેવું), કાળા મરી 4/6 નંગ (ભૂકો કરી લેવો), લવિંગ 4 નંગ (ભૂકો કરી લેવો), હળદર પાવડર 1 ચમચી, જીરું 1/2 ચમચી, હીંગ ચપટી, દેશી ઘી 1 ચમચી,
મીઠું સ્વાદ મુજબ.
મસાલા ખિચડી બનાવવાની રીત : ખીચડી બનાવવા માટે, પહેલા ચોખા અને દાળ સાફ કરો અને તેને સારી રીતે ધોઈ લો. પછી, ચોખા અને દાળ ને 1 કલાક પાણીમાં પલાળીને રાખો. જ્યા સુધી દાળ અને ચોખા પાણીમાં છે ત્યાં સુધી ત્યારે બધી શાકભાજી ધોઈને સુધારી લો.
હવે કૂકરને ગેસ પર મૂકીને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં હિંગ અને જીરું નાખો. પછી તેમાં ડુંગળી નાંખો અને ડુંગળી સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળો.
હવે લવિંગ, કાળા મરી, હળદર પાવડર, સમારેલા લીલા મરચા, ક્રશ કરેલું આદુ નાંખો અને હલાવતા રહીને 1 મિનિટ સાંતળો. આ પછી લીલી શાકભાજી ઉમેરો અને 2-3 મિનિટ સુધી હલાવતા રહો.
હવે દાળ અને ચોખા ને કૂકરમાં નાંખો અને 2-3 મિનિટ માટે ફ્રાય કરો. હવે કૂકરમાં લગભગ 1 ગ્લાસ પાણી નાખો અને મીઠું નાખો, કૂકર બંધ કરી મધ્યમ આંચ પર રાંધો. કૂકરમાં 1 સિટી વાગ્યા પછી, ગેસ બંધ કરો અને પ્રેશરને બહાર નીકળવા દો.
એકવાર કૂકરમાંથી બધી વરાળ નીકળી જાય પછી કૂકર ખોલો. હવે તેમાં સમારેલી કોથમીર ઉમેરીને મિક્સ કરો. લો, તમારી ખીચડી બનીને તૈયાર થઇ ગઈ છે. હવે તમારી સ્વાદિષ્ટ મસાલા ખીચડીને ગરમ થાળીમાં નિકાળી અને માખણ અને અથાણા સાથે પીરસો.
જો તમે પણ એકજ પ્રકારની સાદી ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર મસાલા ખીચડી જરૂર બનાવો. જો તમને રેસિપી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.