namkeen tea recipe in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જો તમને શિયાળામાં ગરમાગરમ ચા મળી જાય તો મજા આવે છે અને તેની સાથે સ્વાદિષ્ટ નાસ્તો મળી જાય તો..? સાંજ પડતાં જ મનમાં ચટર પટર ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં રોજ શું બનાવવું તેનું એક અલગ જ ટેન્શન હોય છે. ઘણી વખત આપણે બજારમાંથી દોડીને નાસ્તો જ લાવીએ છીએ, જેથી ચા સાથે ખાવાનું મળી જાય.

પરંતુ જો તમે કેટલાક નાસ્તા ઘરે બનાવીને તૈયાર રાખશો, તો તમારે બજારમાંથી તેને લાવવાની જરૂર પણ નહીં પડે અને લાંબા સમય સુધી ચાલશે પણ ખરા. આજે અમે તમને આવા જ કેટલાક નમકીન નાસ્તાની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ, જેને તમે ઘરે પણ બનાવી શકો છો. આ 3 નાસ્તા તમારી સાંજની ભૂખને પણ સંતોષશે.

1. ભાખરવડી : આ પરંપરાગત મહારાષ્ટ્રીયન નાસ્તો છે, જે ખૂબ જ ઉત્સાહથી બધા ખાય છે. જો તમે કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોય તો તમે ચા સાથે ભાખરવાડી નાસ્તાની મજા માણી શકો છો. સામગ્રી – બેસન 1 કપ, મૈંદા 1 કપ, તેલ 1/2 કપ, અજમો 1/2 ચમચી, હળદર, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે તેલ,

ભરણ માટે : તલ 1 ચમચી, શેકેલા ખસખસ 1 ચમચી, છીણેલું નાળિયેર 1 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, જીરું પાવડર 1/2 ચમચી, ધાણા પાવડર 1/2 ચમચી, બૂરું ખાંડ 2 ચમચી, લીંબુનો રસ 1 ચમચી અને સ્વાદ અનુસાર મીઠું.

ભાખરવડી બનાવવાની રીત : સૌપ્રથમ મૈંદા અને ચણાના લોટને ચાળીને તેમાં મીઠું, અજમો, હળદર અને થોડું તેલ નાખીને મિક્સ કરી લો અને પછી પાણીથી કઠણ લોટ બાંધો. લોટને સેટ થવા માટે લગભગ અડધો કલાક ઢાંકીને રાખો.

હવે એક પેનમાં ખાંડ અને લીંબુના રસ સિવાયની બધી સામગ્રીને શેકી લો. હવે આ સામગ્રીમાં ખાંડ ઉમેરો અને તેને બરછટ પીસી લો. તેમાં લીંબુનો રસ અને થોડું તેલ નાખીને મિક્સ કરો. હવે લોટની લો બનાવો અને તેમાંથી 8 ઈંચ મોટી પુરી વાળી લો.

પુરી પર સ્ટફિંગ ફેલાવો અને પછી તેનો રોલ બનાવો. હવે બંને બાજુથી કિનારીઓને પાણીની મદદથી ચોંટાડો. આ પછી છરીની મદદથી રોલને અડધા ઇંચના ટુકડામાં કાપી લો. આ ટુકડાને થોડો ઉપરથી દબાવો.

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં આ ટુકડા ઉમેરીને તળી લો. તો તૈયાર છે તમારી ક્રિસ્પી ક્રિસ્પી ભાખરવડી. છે ને એકદમ સરળ રેસિપી. તો તમે પણ બજાર કરતા ઘરે બનાવેલી હેલ્દી ભાખરવડી ઘરે બનાવી શકો છો.

2. નમક પારા : આ ક્રિસ્પી નાસ્તો ચા સાથે સરસ લાગે છે. તે બનાવવું પણ ખૂબ જ સરળ છે અને જો તમને તેનું થોડું હેલ્દી જોઈતું હોય, તો તમે તેને તળવાને બદલે શેકી શકો છો. સામગ્રી – 2 કપ મૈંદા, અડધી ચમચી અજમો, સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ.

બનાવવાની રીત : સૌપ્રથમ એક બાઉલમાં મેદાનો લોટ નાંખો અને તેમાં મીઠું, અજમો અને થોડું તેલ ઉમેરીને કણક બાંધી લો. લોટ બંધાતી વખતે ધ્યાન રાખો કે લોટ પુરીની જેમ થોડો સખત હોવો જોઈએ. લગભગ 10-15 મિનિટ સુધી લોટને ઢાંકીને રાખો. હવે કણકની લો બનાવો અને તેને સક્કરપારની જેમ જાડી રોટલી વણી લો.

હવે છરીથી વણેલા રોટલીને લંબાઈની દિશામાં અને પછી પહોળાઈની દિશામાં કાપો અને શક્કરપારાનો આકાર આપો. હવે એક કડાઈમાં તળવા માટે તેલ ગરમ કરો અને પછી તેમાં આ ટુકડા મૂકો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો.

તો તૈયાર છે તમારું ગરમ ​​ગરમ નમક પારા. તમે તેને એર ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો અને તમારી સાંજની ચા સાથે તેનો આનંદ માણી શકો છો. આ તમારી સાંજની ચાને વધુ સ્વાદિષ્ટ બનાવશે.

3. બનાના ચિપ્સ : આ ઉત્તમ દક્ષિણ ભારતીય નાસ્તો છે. તમે તેને ઘરે પણ બનાવી શકો છો અને તમારી સાંજની ચા સાથે તેનો આનંદ માણી શકો છો. આવો જાણીએ તેને બનાવવાની રીત. સામગ્રી : 3-4 કાચા કેળા, સ્વાદ અનુસાર મીઠું અને તળવા માટે તેલ.

બનાવવાની રીત : સૌપ્રથમ કાચા કેળાને છોલી લો. એક બાઉલમાં પાણી અને મીઠું નાંખો અને તેમાં કેળા નાખીને 10-15 મિનિટ માટે રાખો. પછી , કેળાને છરી વડે પાતળા આકારમાં કાપો. આ માટે તમે વેફર પાડવાનું મશીન પણ લઇ શકો છો.

હવે આ ટુકડાને કોટનના કપડામાં ફેલાવી દો, જેથી તેનું પાણી સુકાઈ જાય. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો અને સૂકા કેળાના ટુકડાને સારી રીતે તળી લો. તો તમારી તમારી કેળાની ચિપ્સ તૈયાર છે, ચા સાથે માણો.

તમે જોયું ને કે ચા માટે સ્વાદિષ્ટ નાસ્તો બનાવવો કેટલો સરળ છે. તમે પણ આ વાનગીઓને ઘરે જ બનાવી શકો છો અને તમારી ચાનો આનંદ બમણો કરી શકો છો. જો તમને આ 3 નાસ્તાની રેસિપી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા