સાંજની ચા સાથે બનાવો મેથી ના ગોટા, જાણો બનાવવાની રીત
સાંજની ચા સાથે બનાવો મેથી ના ગોટા, જાણો રેસિપી
જો તમે સાંજની ચામાં કંઈક નવું ટ્રાય કરવા માંગતા હોવ તો આ રેસિપી ચોક્કસ ટ્રાય કરો. અમને ખાતરી છે કે આ નાસ્તો ચોક્કસપણે ચાનો સ્વાદ બમણો કરી દેશે.
ઠંડા વાતાવરણમાં દિલ વારંવાર ચા માંગે છે. તમે રસોડામાં કોઈ પણ કામ કરતા હશો, પરંતુ સમયાંતરે તમને ચા બનાવીને પીવાનું મન થાય છે. કોઈ વ્યક્તિ ઉનાળામાં ભલે ચાનો કપ પીવાનું ભૂલી જાય પરંતુ શિયાળામાં ચા પીવાનું ક્યારેય ચૂકતો નથી.
આવી સ્થિતિમાં સાંજની ચા પણ હોય છે અને તેની સાથે સારો નાસ્તો પણ હોય છે. સામાન્ય રીતે આપણે ભારતીયો ચા સાથે ભજીયા ખાવાના વધુ શોખીન હોઈએ છીએ. બટાકા, ડુંગળી, કોબી વગેરેના ભજીયા ગરમ ચા, આપણા સાંજના નાસ્તાને વધુ મજેદાર બનાવી શકે છે.
શિયાળાની એક સારી વાત એ છે કે આ ઋતુમાં તાજા શાકભાજીની ભરપૂર માત્રામાં મળે છે કે તમે તેમાંથી ભજીયા બનાવી શકો છો. હવે તમે મેથી લઇ લો, તેમાંથી પરાઠા, શાક અને ભજીયા બનાવી શકાય છે. તો ચાલો આજે જાણીએ મેથીના ભજીયા બનાવવાની રીત.
ગુજરાતમાં આ નાસ્તો ખૂબ જ લોકપ્રિય છે અને આ ખાસ મેથીનો નાસ્તાને ગોટા પણ કહેવામાં આવે છે, જે ચા સાથે ખાવામાં આવે છે. તે પણ સામાન્ય પકોડાની જેમ જ બનાવવામાં આવે છે, પરંતુ તેમાં એક મુખ્ય સામગ્રી મેથી હોય છે.
આ રેસીપી જાણીતા શેફ સંજીવ કપૂરે તેમના સોશિયલ મીડિયા પર શેર કરી છે. તમે સાંજની ચા માટે આ સ્વાદિષ્ટ નાસ્તો પણ બનાવી શકો છો. તમને આ ફિલિંગ અને ટેસ્ટી નાસ્તો ખૂબ જ ગમશે, તો ચાલો જાણીએ તેની બનાવવાની રીત વિગતવાર.
- સામગ્રી : 2 કપ તાજી મેથી
- 3 ચમચી લીલી કોથમીર
- 20-25 કાળા મરી
- 1 ચમચી આખા ધાણા
- 1 કપ ચણાનો લોટ
- 1/4 કપ બરછટ ચણાનો લોટ
- 3 ચમચી ખાંડ
- સ્વાદ માટે મીઠું
- 3-4 લીલા મરચાં
- 1/4 ચમચી અજવાઈન
- 1/4 ચમચી હળદર
- 3/4 કપ પાણી
- 2 મોટી ચમચી તેલ
- 1 ચમચી ઈનો/ફ્રુટ સોલ્ટ
મેથીના ભજીયા બનાવવાની રીત :
તેનું મુખ્ય સામગ્રી મેથી છે, તેથી મેથીના પાંદડાને તોડીને તેને સારી રીતે ધોઈ લો. પછી મેથીને જીણી સમારી લો અને તેને બાઉલમાં રાખો. હવે ખાંડણીમાં કાળા મરી અને આખા ધાણા નાખીને બરછટ પીસી લો. આ મસાલો તમારા મેથીના ભજિયાંમાં નવો અને તાજો સ્વાદ આપશે.
હવે એક મિક્સિંગ બાઉલ લો અને તેમાં 1 કપ ચણાનો લોટ ઉમેરો. તે બારીક ચણાનો લોટ હોવો જોઈએ. તમે તેને એકવાર રેડતા પહેલા તેને ચારણીથી ચાળી પણ કરી શકો છો. તેમાં 1/4 કપ બરછટ ચણાનો લોટ પણ નાખો. આ ભજિયાને ક્રન્ચી બનાવશે અને ટેક્સચર પણ આપશે.
હવે તેમાં બારીક સમારેલા લીલા મરચાં, ખાસ સામગ્રી ખાંડ, મીઠું, 1 ચમચી બરછટ પીસેલા કાળા મરી અને ધાણા, હળદળ પાવડર, અજમો, 3 ,ચમચી સમાતેલી લીલી કોથમીર અને 2 કપ તાજી મેથી ઉમેરીને સારી રીતે મિક્સ કરી લો.
હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરીને સરસ અને ઘટ્ટ બેટર બનાવી લો અને તેને 2-3 મિનિટ માટે રેસ્ટ કરવા બાજુમાં રાખો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય એટલે તૈયાર કરેલા બેટરમાં 2 ચમચી ગરમ તેલ ઉમેરો. ઉપરથી ફ્રુટ સોલ્ટ અથવા ઈનો ઉમેરો અને ચમચીથી બેટરને સારી રીતે મિક્સ કરો.
તેલ ગરમ થાય એટલે ચમચા કે હાથની મદદથી તેમાં થોડી માત્રામાં બેટર નાખીને સોનેરી રંગના ભજીયા થાય ત્યાં સુધી તળો. મેથી ના ગોટા અથવા મેથીના ભજીયા તૈયાર છે. તેને કાગળના ટુવાલ પર કાઢીને લીલી ચટણી અને ગરમ આદુની ચા સાથે સર્વ કરો.
View this post on Instagram
હવે જો તમને રેસિપી પસંદ આવી હોય તો, તમે પણ ઘરે એકવાર જરૂર બનાવો. આવી જ વધુ રેસિપી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

