આ 3 વસ્તુઓથી ઘરે જ બોડી બટર બનાવો, શિયાળામાં ત્વચા રહેશે હાઇડ્રેટેડ

body butter cream recipe
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે હંમેશા ત્વચાની ખૂબ કાળજી રાખીએ છીએ જેથી તે ચમકદાર દેખાય. પરંતુ શિયાળો હોવાથી, આપણી ત્વચા શુષ્ક બની જાય છે. બજારની પ્રોડક્ટ આપણી ત્વચામાં ભેજ લાવે છે પણ તેની અસર લાંબો સમય ટકી શકતી નથી અને જ્યારે આપણે દિવસમાં દસ વખત કંઈક લગાવવાનું હોય તો તેનો શું ફાયદો??

તેથી જ આજે અમે તમને આ લેખમાં ઘરે જ બોડી બટર બનાવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ. બોડી બટર આપણા શરીરને ઊંડે સુધી હાઇડ્રેટ કરે છે અને ભેજને લાંબા સમય સુધી બંધ રાખે છે. આવો જાણીએ ઘરે બોડી બટર બનાવવાની રીત.

સામગ્રી : શિયા બટર – 1/2 કપ, નાળિયેર તેલ – 1/4 કપ અને બદામ તેલ – 1/4 કપ. ત્રણેય વસ્તુને એક પેનમાં ઉમેરો અને તેને ધીમી આંચ પર ગરમ કરો અને ઓગાળો. જ્યારે તે પીગળી જાય, તેને કાચના પાત્રમાં રાખો અને તે ઉપયોગ કરવા માટે તૈયાર છે.

બોડી બટરના ફાયદા? બોડી બટર આપણી ત્વચા માટે અનેક રીતે ફાયદાકારક છે. તે આપણી ત્વચાને હાઇડ્રેટ કરવાની સાથે સાથે તેનું રક્ષણ પણ કરે છે, સ્ટ્રેચ માર્ક્સ ઘટાડે છે, ત્વચાની તિરાડોને દૂર કરે છે અને આપણી ત્વચાને પોષણ પણ આપે છે.

જ્યારે આપણે ઘરે સરળતાથી બોડી બટર બનાવી શકીએ છીએ તો બજારમાંથી પ્રોડક્ટ ખરીદવા પાછળ પૈસા કેમ વેડફવાના. એટલા માટે તમે પણ ઘરે જ બોડી બટર બનાવો અને તેના ફાયદા મેળવો.

તેનો ઉપયોગ ક્યારે કરવો : કોઈપણ લોશન, મોઈશ્ચરાઈઝર કે બોડી બટરનો ઉપયોગ કરવાનો યોગ્ય સમય રાત્રે હોય છે કારણ કે જ્યારે આપણે રાત્રે આ વસ્તુઓ લગાવીને સૂઈએ છીએ ત્યારે આપણું શરીર તેનું સારી રીતે શોષી શકે છે.

એટલા માટે તમારે રાત્રે પણ બોડી બટરનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે તેને રાત્રે લગાવશો તો તમારે વધારે ઘસવાની જરૂર નહીં પડે કારણ કે તમારી ત્વચા તેને શોષી લેશે અને તેની અસર વધુ ઊંડી થશે.

આ બાબતો ધ્યાનમાં રાખો : શિયાળામાં દરેક વ્યક્તિની ત્વચા સૂકી પડી જાય છે, જેના માટે આપણે બોડી બટરનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ જો તમારી ત્વચા ઓઈલી છે તો તેનો ઉપયોગ કરતા પહેલા સારા સ્કિન ડોક્ટર સાથે વાત કરો.

જો તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે પહેલા એક પેચ ટેસ્ટ પણ કરી શકો છો. જો તમને કોઈપણ પ્રકારની ત્વચાની એલર્જી હોય તો પેચ ટેસ્ટ એરિયા પર ખંજવાળ અથવા લાલાશ જોવા મળશે.

ત્વચાના હાઇડ્રેશન માટે તમે શું શું વસ્તુનો ઉપયોગ કરો છો અમને પણ જણાવો. અમે તમારા માટે આવી જ ત્વચા સબંધી જાણકારી આપતા રહીશું. તો આવી જ વધુ માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.