સૂર્યદેવને દેવોના દેવ કહેવામાં આવ્યું છે. તેઓ જ્ઞાન અને બુદ્ધિના દેવતા છે અને જે કોઈ તેમની પૂજા કરે છે તેમને તેમના જીવનમાં આગળ વધવાની તકો આવે છે. હિન્દુ ધર્મમાં, એવું માનવામાં આવે છે કે સૂર્યદેવ સમગ્ર બ્રહ્માંડમાં પ્રકાશ અને ઊર્જાનો સ્ત્રોત છે.
આ જ કારણ છે કે લોકો તેમના જીવનમાં સુખ, શાંતિ, પ્રગતિ અને બુદ્ધિ માટે સૂર્યદેવની પૂજા કરે છે અને તેમને જળ ચઢાવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ નિયમિત રીતે સૂર્યદેવને જળ ચઢાવે છે તેના જીવનની તમામ પરેશાનીઓ અને દુ:ખ દૂર થાય છે.
પરંતુ શું તમે જાણો છો કે સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવાના કેટલાક નિયમો પણ છે. જો તમે આ નિયમોનું ધ્યાન રાખશો તો તમારા પર સૂર્યદેવની કૃપા થશે. તો આજે આ લેખમાં તમને જણાવી રહ્યાં છે કે સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે તમારે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
ઉગતા સૂર્યને જળ અર્પણ કરો : જો તમે સૂર્યદેવને જળ ચડાવતા હોવ તો ઉગતા સૂર્યને જળ ચઢાવવાનો પ્રયાસ કરવો જોઈએ. કેટલાક લોકો દસ, અગિયાર વાગે કે બપોરે સૂર્યદેવને જળ ચઢાવે છે. જો તમે પણ આ રીતે સૂર્યદેવને જળ ચઢાવો છો તો તેનાથી તમને કોઈ ફાયદો થશે નહીં.
લોટાનું રાખો ધ્યાન : જ્યારે પણ તમે સૂર્યને જળ અર્પણ કરો લોટની ધાતુ પર પણ ધ્યાન આપવું જોઈએ. આજકાલ લોકો તાંબાથી લઈને પિત્તળ, ચાંદી અને માટીના વાસણોમાં જળ ચઢાવે છે. તમે આમાંથી કોઈપણ લોટાનો ઉપયોગ કરી શકો છો.
પરંતુ સ્ટીલના લોટાનો ઉપયોગ જળ ચઢવવા માટે ન કરવું જોઈએ કારણ કે તેને સારું માનવામાં આવતું નથી. ઉપરાંત, લોટાનો ઉપયોગ કરતા પહેલા તેને સારી રીતે સાફ કરો. સાબુને બદલે રાખથી સાફ કરશો તો તે વધારે સારું રહેશે.
આવા કપડાં પહેરો : તમે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે ઓછામાં ઓછા કપડાં પહેરવાનો પ્રયાસ કરો. શક્ય હોય તો સફેદ રંગના વસ્ત્રો પહેરો. જો તમારી પાસે સફેદ કપડાં ન હોય તો હળવા રંગના કપડાં પહેરો. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે ભૂલથી પણ કાળા રંગના કપડાં ક્યારેય ન પહેરો.
જળ કેવી રીતે ચઢાવવું : સૂર્યદેવને જળ ચઢાવવાની પણ એક રીત હોય છે. સૂર્યદેવને જળ અર્પણ કરતી વખતે હંમેશા તમારા માથા પર વાસણને એવી રીતે રાખો કે પાણીની ઊંચી ધાર બને. તે જ સમયે, સૂર્યના કિરણોનો પ્રકાશ તે લોટાના પાણીમાંથી આરપાર થઈને તમારા શરીરમાં પહોંચે.
જો આ રીતે સૂર્યદેવને જળ ચઢાવવામાં આવે તો વ્યક્તિ રોગમુક્ત અને સ્વસ્થ રહે છે. ઉપરાંત, તે પાણીની ધાર છે તેમાંથી સૂર્ય ભગવાનને જોવાનો પ્રયાસ કરો. જળ ચઢાવતી વખતે મોટાભાગના લોકો તેમની આંખો બંધ કરે છે. પણ આવું બિલકુલ ન કરો.
યોગ્ય જગ્યાએ જળ ચઢાવો : એવું જોવા મળે છે કે જ્યારે લોકો સૂર્યદેવને જળ અર્પણ કરે છે તો તે ગમે તે જગ્યાએ અર્પણ કરવા લાગી જાય છે. પરંતુ ધ્યાનમાં રાખો કે તમારે લીલા ઘાસમાં, નદીમાં અથવા ઘરના લૉનમાં ઉભા રહીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ.
સૂર્યદેવને ચઢાવેલું પાણી ગટરમાં ન જવું જોઈએ. તેમજ શક્ય હોય તો લાકડાના આસન પર ઉભા રહીને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. તો હવે તમે પણ આ નિયમોનું ધ્યાન રાખો અને સૂર્યદેવને જળ અર્પણ કરવાની સાથે તમારા જીવનમાં પ્રકાશ લાવો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.