તમારામાંથી ઘણા લોકો ગળામાં કાળો દોરો પહેરતા હશે. વાસ્તવમાં ઘરના વડીલો આપણને કહેતા હોય છે કારણ કે તે ખરાબ નજરથી બચાવે છે. ખાસ કરીને બાળકોના ગળામાં કાળો દોરો એટલે પહેરવામાં આવે છે જેથી તેમના પર કોઈ ખરાબ નજર ન પડે અને તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે.
આવી તો એવી કેટલી બધી પ્રથાઓ પ્રાચીન સમયથી ચાલતી આવતી રહી છે અને આપણે બધા તેનું પાલન પણ કરીએ છીએ. આવી જ એક પ્રથા ગળામાં કાળો દોરો પહેરવાની પણ છે. ઘણા લકો તેને ફેશનનો એક ભાગ માનતા હોય છે.
પરંતુ ઘણી વખત મનમાં એવો પ્રશ્ન પણ આવતો હશે ,કે શું આ કાળો દોરો ખરેખર ખરાબ બજારોથી બચાવે છે કે પછી તે માત્ર એક માન્યતા છે જેને આપણે બધા નિભાવી રહ્યા છીએ. શા માટે ગળામાં કાળો દોરો પહેરવો શુભ માનવામાં આવે છે? ચાલો જાણીએ આ લેખમાં.
કાળો દોરો શનિનો પ્રભાવ ઓછો કરી શકે છે : કાળો રંગ જ્યોતિષમાં શનિનો રંગ માનવામાં આવે છે અને એવું પણ માનવામાં આવે છે કે કોઈપણ વસ્તુ જેનો રંગ કાળો હોય છે તે શનિ ગ્રહ સાથે સંકળાયેલી હોય છે. શનિને આપણા દરેક દુ:ખનું કારણ માનવામાં આવે છે.
આ જ કારણ છે કે આપણે બધા શનિદેવના અશુભ પ્રભાવથી ડરીએ છીએ અને તેના પ્રભાવને ઘટાડવા માટે આપણે કાળા રંગનો ઉપયોગ કરીએ છીએ. ગળામાં કાળો દોરો પહેરવાથી શનિદેવની ખરાબ નજરથી બચી શકાય છે અને કોઈપણ પ્રકારની સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે જે લોકો પોતાના ગળામાં કાળો દોરો પહેરે છે તેમના પર શનિની ખરાબ દ્રષ્ટિ નથી પડતી. વાસ્તવમાં, શનિ દુ:ખ નથી આપતો પરંતુ વ્યક્તિની પ્રગતિમાં મદદ કરે છે અને કાળો રંગ તેમને આકર્ષિત કરે છે, તેથી લોકો ગળામાં કાળો દોરો પહેરે છે.
ગાળામાં કાળો દોરો ખરાબ નજરથી બચાવે છે : જ્યોતિષમાં એવી માન્યતા છે કે કાળો દોરો બાળકો અને વડીલોને ખરાબ નજરથી બચાવે છે. આ કારણોસર, કેટલાક લોકો ગળામાં અને પગમાં પહેરે છે. આ સાથે, નાના બાળકોને પણ ગળામાં અને કમરમાં કાળો દોરો પહેરાવવામાં આવે છે.
કાળો દોરો બાળકોમાં ઘણી ખરાબ પ્રભાવોને ઘટાડવામાં પણ મદદ કરે છે. બાળકોને ખરાબ નજર ખૂબ જ ઝડપથી લાગી જાય છે અને તે બીમાર પડી જાય છે. આ કારણોસર, બાળકોને નજરદોષથી બચાવવા માટે કાળો દોરો પહેરવાની ભલામણ કરવામાં આવે છે.
કાળો દોરો શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરે છે : જ્યોતિષમાં એવી માન્યતા છે કે કાળા દોરાની અંદર બધી નકારાત્મક ઉર્જા દોરામાં સમાઈ જાય છે અને તેની શરીર પર કોઈ ખરાબ અસર નથી પડતી. એટલા માટે લોકો તેને ગળામાં પહેરે છે જેથી કરીને કોઈ ખરાબ શક્તિ તેમના શરીર અને મન પર અસર ન કરે.
કાળો દોરો પહેરવો એ સાંસ્કૃતિક અને આધ્યાત્મિક તત્વ છે. તેથી, પરંપરાઓ અને માન્યતાઓનું સન્માન કરવા સિવાય પણ લોકો માને છે કે કાળો દોરો તેમના જીવન માટે રક્ષણા કવચના રૂપમાં કામ કરે છે.
આ રીતે જો તમે જ્યોતિષ શાસ્ત્રમાં માનતા હોવ તો તમે તમારા ગળામાં કાળો દોરો પહેરી શકો છો, પરંતુ જો તમે બાળકોના ગળામાં કાળો દોરો પહેરતા હોવ તો સાવધાન રહેવું પણ એટલું જરૂરી છે કારણ કે નાના બાળકોના ગળામાં ઘણી વખત આ દોરો ફસાઈ શકે છે.
તો હવે તમને પણ કોઈ પૂછે તો તમે સામે જવાબ આપી શકો છો કે કાળો દોરો કેમ પહેરવામાં આવે છે. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.
[…] આ પણ વાંચો: ગળામાં કાળો દોરો કેમ પહેરવામાં આવે છે … […]
Comments are closed.