વ્હીલચેર પર ભોજન પહોંચાડતી આ છોકરીની મહેનત જોઈને તમને પણ ચોક્કસ સેલ્યુટ કરવાનું મન થશે

સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો વાઇરલ થાય છે જેને જોઈને આપણું પણ દિલ ખુશ થઈ જાય છે. આ દિવસોમાં ફૂડ ડિલિવરી કરતી છોકરીના વીડિયોએ પણ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે. આવો જાણીએ આ વીડિયો વિશે.

વાયરલ વીડિયોમાં જોવા મળતી આ છોકરી વ્હીલચેર પર બેસીને ખાવાનું પહોંચાડતી જોવા મળે છે. લિંક્ડઈન પર તેમના ફોટા શેર કરતા રવિન્દર સિંહ લખે છે કે જ્યારે આપણે ઓફિસ માટે મોડું થઈએ છીએ ત્યારે આપણે બહાના બનાવીએ છીએ, પરંતુ વાસ્તવિક હીરો આ રીતે સખત મહેનત કરે છે અને બહાના નથી બનાવતા.

આ વાયરલ વીડિયોને જોઈને સ્પષ્ટ થઈ જાય છે કે ઉડાન પાંખોથી નહીં પરંતુ અંદરના આત્માથી થાય છે. જેમને કામ કરવું છે તેમનો હોસલો જો મજબૂત હશે તો તેમને કોઈ રોકી શકાતું નથી. જે લોકો તેમને માટે પ્રેરણા સમાન છે આ વિડિઓ.

લોકો સ્વિગીના વખાણ કેમ કરી રહ્યા છે? શારીરિક રીતે અસક્ષમ વ્યક્તિને તેની ક્ષમતા પર કોઈપણ પ્રકારની શંકા કર્યા વગર કામ કરવાની તક આપવી એ મોટી વાત છે. વાયરલ વિડિયોમાં, લોકો વ્હીલચેરમાં બેસીને ભોજન પહોંચાડતી આ છોકરીને નોકરી પર રાખવા માટે સ્વિગીના વખાણ કરતા નથી થાકી રહયા.

આના જેવો વધુ એક વિડિયો વાઇરલ થયો છે. તમે જાણો છો કે વ્હીલચેરમાં ફૂડ ડિલિવરી કરતી છોકરીનો વીડિયો ઇન્ટરનેટ પર કેમ ધૂમ મચાવી રહ્યો છે, તેવી જ રીતે એક ડિલિવરી બોય ઘોડા પર બેસીને ફૂડ ડિલિવરી કરતો જોવા મળ્યો હતો.

ચોમાસાની ઋતુમાં મુંબઈમાં ટ્રાફિક ખુબ જ વધી જાય છે અને પાણી પણ ખુબ જ ભરાઈ જાય છે. જેના કારણે ડિલિવરી બોયને ઘોડા પર સવાર થઈને દિલીઓવારી કરવી પડી હતી. અલબત્ત લોકોએ આ વિડિયોને જોઈને તેમાંથી ઘણું શીખવા મળ્યું હશે.

આ વિડીયો બતાવે છે કે કામ પ્રત્યે સમર્પણ હોય તો દરેક સમસ્યાનું નિરાકરણ નીકળી જાય છે. આ વાયરલ વિડિયો વિશે તમારું શું કહેવું છે? જો તમને આ માહિતી પસંદ આવતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.