ઘણા લોકોને તેમને તેમના પગમાં નસો દેખાય છે? તો તમને જણાવી દઈએ કે તેને વેરિકોઝ વેન્સ (Varicose Veins) તરીકે ઓળખવામાં આવે છે. તે અતિશય ફૂલેલી નસો અને વાંકી – ચૂંકી નસો હોય છે જે ત્વચાની સપાટીની ખુબ જ નજીક હોય છે અને તે મોટે ભાગે પગમાં દેખાય છે. આ નસો નાની હોય છે.
જો કે કેટલાક લોકોને તેનાથી કોઈ પીડા હોતી નથી, પરંતુ ઘણા લોકો માટે તે પીડા, બળતરા, લાંબા સમય સુધી બેસવા અને ઊભા રહેવાથી પીડાનું કારણ બની શકે છે. આ ફૂલેલી નસોની આસપાસની ત્વચામાં ખંજવાળ અથવા રંગમાં ફેરફાર પણ જોવા મળતો હોય છે.
જો તમને પણ પગમાં ફૂલેલી નસો દેખાય છે તો ચાલો આ લેખ દ્વારા તેના લક્ષણો અને ઉપાયો વિશે વિગતવાર જાણીએ. વેરિકોઝ વેઇન્સ શું છે તો આ એક વિસ્તરેલી મોટી નસો હોય છે જે મોટે ભાગે પગમાં દેખાય છે.
વેરિકોઝ વેઇન્સના લક્ષણો : સતત દુખાવો રહેવો, તે જગ્યા પર બળતરા થવા, લાંબા સમય સુધી બેસી રહેવાથી અને ઊભા રહેવાથી દુખાવો થવો, ખંજવાળ, ફૂલેલી નસોની આસપાસની ત્વચાના રંગમાં ફેરફાર.
ફૂલેલી નસો માટે આયુર્વેદિક ટિપ્સ : લાંબા સમય સુધી ઊભા રહેવાનું ટાળો. આ સમસ્યાથી બચવા માટે સતત ઊભા ન રહો અથવા વધુ સમય સુધી ના બેસી રહો. વચ્ચે થોડો વિરામ લો. તમારા પગની આંગળીઓ પર ઊભા રહેવું અને ચાલવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે.
બેસતી વખતે પગનું ધ્યાન રાખો : હંમેશા બેસતી વખતે તમારા પગને સહેજ ઉંચા જરૂર કરો. આ સિવાય તમે સૂતી વખતે તમારા પગની નીચે ઓશીકું મૂકીને પગને ઉંચા કરી શકો છો. તે કોઈ પણ મુશ્કેલી વગર લોહીને હૃદયમાં પાછું ધકેલવા માટે નસોના વાલ્વને સપોર્ટ કરે છે.
તેલ મસાજ : ફૂલેલી નસોનું સંચાલન કરવા માટે ઉપરની તરફના સ્ટ્રોકનો ઉપયોગ કરીને પગની માલિશ કરવા માટે એન્ટી ઈફ્લેમેટરી તેલનો ઉપયોગ કરો. મસાજ માટે મીડીયમ પ્રેશનની જરૂર હોય છે. માલિશ કરવાથી પણ આ સમસ્યામાંથી ઘણી હદ સુધી રાહત મેળવી શકાય છે.
યોગાસન અને કસરત : યોગાસનોમાં ખાસ કરીને ઊંધી મુદ્રામાં (જેમાં માથું નીચું હોય છે), શીર્ષાસન, મેરુદાંડાસન, પદોત્તાનાસન, સર્વાંગાસન, નૌકાસન વગેરે ફૂલેલી નસો માટે ફાયદાકારક હોઈ શકે છે. આ સિવાય દરરોજ થોડી કસરત કરો. અતિશય તણાવ પણ સ્થિતિને ખરાબ કરી શકે છે.
જો તમને ઉપર જણાવેલ ઉપાયો મદદ નથી કરતા તો તમારે આંતરિક આયુર્વેદિક દવાઓ, આહારમાં ફેરફાર અને દિનચર્યામાં કેટલાક ફેરફારોની જરૂર પડી શકે છે. આ માટે તરત જ તમારા ડોક્ટરની સલાહ લઈને તેનો ઈલાજ કરવો. ત્વચા સબંધિત વધુ લેખો વાંચવા રસોઈનીદુનિયા જોડાયેલા રહો.