ફક્ત 15 રૂપિયામાં ઘરે જ કરો મેનીક્યોર, ઘરે બેઠા આ 3 વસ્તુથી કેવી રીતે કરવું તે જાણો

0
317
manicure at home in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જે રીતે ચહેરાની કાળજી લેવી ખુબ જરૂરી છે એ જ રીતે હાથની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. આ માટે તમને બજારમાંથી ઘણી બ્યુટી પ્રોડક્ટ્સ પણ મળી જશે પરંતુ તેના પર પૈસા ખર્ચતા પહેલા આ એક સરળ ઘરેલું ઉપચાર કરવો જોઈએ. હવે તમે તમારા ઘરે જ દહીં અને કોફીથી મેનીક્યોર કરી શકો છો.

દહીં અને કોફીના ફાયદા

દહીં ત્વચા માટે કુદરતી મોઈશ્ચરાઈઝર છે. દહીંમાં રહેલા તત્વો જેવા કે પ્રોટીન, ઝિંક, કેલ્શિયમ હાથને પોષણ આપવા માટે ખૂબ જ મદદરૂપ થાય છે. આ સાથે તે હાથના નખમાં રહેલી કોઈપણ પ્રકારની ગંદકીને સરળતાથી સાફ કરી શકે છે.

કોફી પાવડર ત્વચાને નિખારવાનું કામ કરે છે. કોફીનો ઉપયોગ ત્વચામાં જમા થયેલી ગંદકીને દૂર કરવા માટે પણ થાય છે. આ ઉપરાંત કોફી પાવડર તડકાના કારણે ત્વચાને થતા નુકસાન સામે પણ રક્ષણ આપવાનું કામ કરે છે.

હાથ માટે દહીં અને કોફીનો ઉપયોગ કેવી રીતે કરવો

ઘરે મેનિક્યોર કરવા માટે, સૌ પ્રથમ તમે તમારા હાથને સારી રીતે ધોઈને સાફ કરો. પછી એક નાના બાઉલમાં દહીં અને કોફી પાવડર નાખો અને સારી રીતે મિક્સ કરો. હવે તેમાં લીંબુના રસના 5 થી 6 ટીપાં ઉમેરો અને મિક્સ કરો.

લગભગ 20 મિનિટ પછી રૂ ની મદદથી તમારા હાથને સાફ કરો. તમે આ ઘરેલુ ઉપચાર અઠવાડિયામાં 2 થી 3 વખત કરી શકો છો. તમે પણ ઘરે આ રીતે સસ્તામાં મેનિક્યોર કરો. ચોક્કસ સારું પરિણામ મળશે. જો તમને આ ઉપચાર પસંદ આવ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.