જો કે પેટમાં રહેલા વધારાના ગેસને બહાર નીકળવા માટે ઓડકાર આવવા સ્વાભાવિક છે, પરંતુ જો વધારે પડતા ઓડકાર આવે, એમાં ખાસ કરીને ખાટા ઓડકાર આવે તો, ઘણી વાર મહેમાન કે લોકોની સામે શરમાવું પડે છે.
જો તમે પણ ગેસની સમસ્યામાંથી છુટાકરો મેળવવા માંગતા હોય અથવા ખાટા ઓડકારથી છુટકારો મેળવવા માંગતા હોય તો આ 10 ઘરેલું ઉપાયને અપનાવી શકો છો.
1) ઇલાયચીનું સેવન કરવાથી પેટમાં પાચક રસ ઝડપથી બને છે, જેના કારણે પેટમાં ગેસ ઓછો બને છે અને પેટ ફૂલવાની સમસ્યા થતી નથી. પેટના ગેસ અને ખાટા ઓડકારથી છુટાકરો મેળવવા માટે ઈલાયચીના થોડા દાણાને દિવસમાં ત્રણ વખત ચાવીને ખાઈ લો.
2) જમ્યા ખાધા પછી અડધી ચમચી શેકેલી વરિયાળી ચાવવાથી પેટના ગેસ અને વારંવાર આવતા ઓડકારમાં પણ આરામ મળે છે. વરિયાળી પાચનતંત્રને વેગ આપે છે, પેટ ફૂલવું, ખરાબ પાચન, ગળામાં બળતરા જેવી સમસ્યાઓથી છુટકારો મળે છે.
3) જો તમારા પેટમાં વધારે ગેસ થતો હોય તો હિંગના પાવડરને રૂના પુમળામાં રાખીને નાભિ પર રાખો. તેનાથી પેટનો ગેસ દૂર થશે અને પેટમાં દુખાવો થતો હશે તે પણ દૂર થશે.
4) જો પેટમાં ગેસ, એસિડિટી, ખાટા ઓડકાર વગેરેની સમસ્યા રહે છે તો નારંગીના રસમાં થોડું શેકેલું જીરું અને ખમણેલું મીઠું ભેળવીને પીવાથી તમને જલ્દી રાહત મળશે.
5) તમારા ભોજનમાં દરરોજ દહીં અથવા છાશનો સમાવેશ કરો, તેનાથી પેટમાં થતો ગેસ અને ખાટા ઓડકારથી રાહત મળશે.
6) પેટમાં ગેસ થતો હોય તો એક અજમામાં ચોથા ભાગના લીંબુના રસ મિક્સ કરીને ચાટી જાઓ. આના કારણે પેટનો ગેસ તરત જ શાંત થઈ જશે અને ખાટા ઓડકારથી પણ રાહત મળી જશે.
7) જો તમને સતત એસિડિટી રહે છે તો સવારે બે કેળા ખાઓ અને એક કપ દૂધ પીવો. આવું નિયમિત કરવાથી થોડા જ દિવસોમાં એસિડિટીથી રાહત મળી જશે.
ખોરાક ખાધા પછી બે ચમચી ઇસબગોલ દૂધ સાથે લેવાથી એસિડિટીમાં ફાયદો થાય છે. તો હવે જયારે પણ તમને ગેસ અને ઓડકાર આવે છે તો આ ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો અમારી સાથે જોડાયેલા રહો.