ભારતીય ખોરાકમાં રોટલીનું શું મૂલ્ય છે તે અપને બધા જાણીયે છીએ. ઘણા લોકો માટે રોટલી ખાધા વગર તેમનું જમવાનું અધૂરું લાગે છે. જો કે રોટલી બનાવવી બહુ અઘરું કામ નથી, પરંતુ ઘણા લોકોની ફરિયાદ છે કે તેમને બનાવેલી રોટલી સોફ્ટ બનતી નથી અને જો સોફ્ટ બને છે તો પણ થોડા સમય પછી ખાવા લાયક રહેતી નથી.
આ સાથે એક બીજી મોટી સમસ્યા એ પણ છે કે વધેલો લોટને ફ્રિજમાં મુકવામાં આવે છે અને ફ્રિજમાં રાખેલા લોટની રોટલી સોફ્ટ બનતી નથી. પરંતુ જો તમને કેટલીક ટિપ્સ જણાવવામાં આવે અને ફ્રિજમાં રાખેલા લોટની પણ રોટલી સોફ્ટ બને તો તમે શું કહેશો.
તો આજે આ લેખમાં અમે તમને આવી જ કેટલીક કિચન ટિપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે રોટલી બનાવતી વખતે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. જો કે આપણે આ પ્રકારનું કામ આપણી સગવડતા માટે કરીએ છીએ, પરંતુ ફ્રીજમાં રાખેલી કણક નો વધુ ઉપયોગ કરવો યોગ્ય નથી.
તેની ગણતરી વાસી ખોરાકમાં જ થાય છે અને તેના કારણે મેટાબોલિઝમ પર અસર પડે છે. જો તમારી પાસે સમય હોય તો તાજા કણકમાંથી રોટલી બનાવવાનો આગ્રહ રાખો. હવે ફ્રીજમાં રાખેલા કણકમાંથી સોફ્ટ રોટલી કેવી રીતે બનાવવી, તો જો તમે ફ્રિજમાં રાખેલ કણકનો ઉપયોગ કરી રહ્યા છો તો તેના માટેના કેટલાક હેક્સ સોફ્ટ રોટલી બનાવવામાં ખૂબ મદદ કરી શકે છે. જે નીચે પ્રમાણે છે.
1. હુંફાળા પાણીથી ફરીથી લોટ બાંધો : ફ્રિજમાં રાખેલ કણકને બહાર કાઢીને હુંફાળા પાણીથી થોડો ગૂંથો. ઘણી વખત કણકને ફ્રિજમાં રાખવાથી ઉપરનું પડ કડક બની જાય છે તેને દૂર કરો. આ સાથે તમે તેના પર થોડું નવશેકું પાણી લગાવીને તેને ઉપરથી થોડો ગુંદી લો. આ રીત કણકની ઠંડકને નીકાળીને તેની આથો લાવવાની પ્રક્રિયાને સુધારે છે અને તેથી તે જરૂરથી કરવું જ જોઈએ.
2. ફ્રિજમાંથી રોટલીને ખૂબ જ ઊંચી આંચ પર શેકશો નહીં : જો તમે ફ્રિજમાંથી લોટ કાઢીને રોટલી બનાવવા માંગતા હોય અને તમારી પાસે હૂંફાળા પાણીથી ભેળવવાનો સમય ના હોય તો કણકમાંથી રોટલી બનાવીને ખૂબ જ ઉંચી આંચ પર સીધી શેકવાનો પ્રયાસ ના કરો.
આમ કરવાથી રોટલી બગડી શકે છે અને ઉપરનું પડ સખ્ત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે ટિફિન વગેરે માટે રોટલી બનાવી રહયા છો તો તે રોટલી ઠંડી થઇ ગયા પછી તે સખ્ત એટલે કે કડક થઇ જાય છે.
3. ફ્રીજમાં રાખેલા કણકમાંથી તરત જ રોટલી ન બનાવો : જો તમે ફ્રિજમાંથી લોટને કાઢીને તરત જ રોટલી ના બનાવો. તેને થોડા સમય માટે રૂમ ટેમ્પરેચર પર રાખો. જો તમે ફ્રિજમાંથી બહાર કાઢ્યા પછી તરત જ રોટલી બનાવશો તો તે ખૂબ જ કઠણ થઈ જશે અને સાથે જ્યારે તે ઠંડી થશે ત્યારે તેનો સ્વાદ પણ અલગ હશે.
4. ધ્યાન રાખો કે કણક એક દિવસથી વધારે જૂની ના હોવી જોઈએ : લોટ જેટલો જૂનો હશે તેટલો જ તે ખાવામાં ખરાબ લાગશે અને તે શરીરમાં પણ સમસ્યાઓ પેદા કરી શકે છે. આના કારણે રોટલી પણ સખત બનશે અને ખાવામાં પણ મુશ્કેલી થશે. તેથી એક દિવસ જૂના લોટનો ઉપયોગ ના કરો.
તો આ ચાર ટિપ્સ તમારી રોટલીને સોફ્ટ બનાવવામાં ઘણી મદદ કરી શકે છે. જો તમને આ જાણકારી ગમી હોય તો બીજી ગૃહિણીને પણ જણાવજો. આવી જ વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.