રસોડામાં આ રીતે લીંબુનો ઉપયોગ કર્યો છે ખરા, આ તમારા ઘણા મુશ્કેલ કામોને સરળ બનાવી કાઢશે

0
467
lemon use in kitchen
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોડાના કામમાં ઘણા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. બીજી તરફ જોઈએ તો રસોડાની ઘણી વસ્તુઓનો ઉપયોગ કરીને પણ ઘરના ઘણાં કામોને સરળ બનાવી શકાય છે. પરંતુ જ્યારે લીંબુની વાત આવે ત્યારે તેનો ઉપયોગ માત્ર વાનગીઓમાં જ નહીં પરંતુ ઘણા મુશ્કેલ કામોને સરળ બનાવવા માટે કરી શકાય છે.

રસોડામાં રહેલું લીંબુ માત્ર ખાવા માટે જ નહીં પરંતુ તેનો ઉપયોગ રસોડાના નળમાંથી કાટ દૂર કરવા માટે પણ કરી શકાય છે. આ લેખમાં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ, જે તમને ઘણા રસોડાના કામોને સરળ બનાવશે.

લીંબુનો ઉપયોગ ડ્રેઇનમાંથી મચ્છર ભગાડવાથી શાકભાજી સાફ કરવા માટે ફ્લોર સાફ કરવા માટે કરી શકાય છે. આવો જાણીએ આ ટિપ્સ વિશે.

(1) શાકભાજી સાફ કરવા માટે : શાકભાજી ઉગાડતી વખતે ઘણા કેમિકલ્સનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે તમે ગમે ત્યારે બીમાર પડી શકો છો. એવામાં બજારમાંથી શાકભાજીને ઘરે લાવ્યા પછીતેને સાફ કર્યા પછી જ તેનો ઉપયોગ કરવો જોઈએ. તમે શાકભાજી સાફ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો.

આ માટે એકથી બે લીટર પાણીને થોડું ગરમ ​​કરો. આ પાણી ગરમ કર્યા પછી તેમાં લીંબુનો રસ નાખીને મિક્સ કરો અને તેમાં શાકભાજીને પાણીમાં નાખીને લગભગ 5 મિનિટ સુધી રહેવા દો. આમ કરવાથી શાકભાજીમાં રહેલી ચીકણી ગંદકી સાફ થઇ જશે અને બેક્ટેરિયા પણ મરી જશે. તમે આ રીતે ફળો પણ સાફ કરી શકો છો.

(2) નળમાંથી કાટ દૂર કરો : તમે જાણો જ છો કે રસોડામાં સૌથી કાટવાળો વિસ્તાર કયો હોય છે, કદાચ તમે કહેશો કે રસોડાના નળ પર સૌથી વધારે કાટ થાય છે. જો રસોડાના નળને સૌથી વધુ કાટ લાગે છે ત્યારે તે કાટને દૂર કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો.

નળમાંથી કાટ દૂર કરવા માટે, પહેલા ચૂનો અને લીંબુના રસની એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કાટવાળી જગ્યા પર લગાવીને લગભગ 5 મિનિટ રહેવા દો. 5 મિનિટ પછી, પેસ્ટ પર લીંબુનો રસ રેડો અને ફરીથી થોડીવાર છોડી દો. થોડીવાર પછી તેને બ્રશથી ઘસીને સાફ કરો.

(3) ડ્રેઇનમાં ફરતા જીવજંતુઓ દૂર કરો : આજકાલ લગભગ દરેક મહિલા કિચન ડ્રેન ફ્લાયથી પરેશાન છે. કેટલીકવાર આ ફ્લાય કિચનમાં રાખેલા ખોરાક પર પણ બેસી જાય છે, જેના કારણે બીમાર પણ પડે છે. જો તમે ડ્રેન ફ્લાયની સમસ્યાથી વધુ પરેશાન થઇ રહયા છો તો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો.

આ માટે 1 મગ પાણીમાં બે ચમચી લીંબુનો રસ અને એક ચમચી ખાવાનો સોડા નાખીને મિક્સ કરો. હવે તેને સ્પ્રે બોટલમાં ભરી દો અને તેને સિંક પર સારી રીતે સ્પ્રે કરો અને થોડીવાર માટે રહેવા દો. લગભગ 10 મિનિટ પછી સિંકને સાફ કરો. આ ઉપાય અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર વખત કરો.

(4) રસોડાનો ફ્લોર સાફ કરો : તમે રસોડાના ફ્લોર સાફ કરવા માટે લીંબુના રસનો ઉપયોગ કરી શકો છો. આનાથી કિચનમાં જોવા મળતી માખીઓ પણ દૂર થઈ જશે. આ માટે એક લીટર નવશેકા પાણીમાં એકથી બે ચમચી લીંબુનો રસ અને વિનેગર નાખીને મિક્સ કરો. આ પાણીનો ફ્લોર પર છંટકાવ કરીને બ્રશથી સાફ કરો.

(5) રસોડાના કપડાં સાફ કરો : આ માટે ગરમ પાણીમાં એક ચમચી લીંબુનો રસ નાખી મિક્સ કરો. પછી ગંદા રસોડાના કપડાને ડુબાડીને લગભગ 15 મિનિટ માટે રહેવા દો. પછી કપડાને હાથથી ઘસીને સાફ કરો. લીંબુના રસ અને હૂંફાળા પાણીમાં કપડાને સાફ કરવાથી બેક્ટેરિયા મુક્ત થઈ જશે અને ડાઘા પણ સરળતાથી ઉતરી જાય છે.

જો તમને આ લીંબુનો ઉપયોગ કરવાની ટિપ્સ પસંદ આવી હોય, તો તેને બીજાને પણ જણાવોઅને આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.