વાસ્તવમાં એવું બને છે કે આપણે વાળની સંભાળ માટે સવારનો સમય પસંદ કરીએ છીએ. પરંતુ જો આપણે રાત્રે સૂતી વખતે પણ થોડી કાળજી રાખીએ તો તમારા વાળને બહુ ઓછું નુકસાન થશે. રાત્રે સૂતી વખતે વાળમાં ગુંચ પડે છે, તૂટે છે અને તેના મૂળ પણ નબળા પડી જાય છે.
સૂતી વખતે ફક્ત સ્કિન કેર જ નહીં પરંતુ વાળની પણ એટલી જ કાળજી લેવી ખૂબ જરૂરી છે. વાળની આ કાળજી ખરતા અને તૂટતાં વાળ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તો ચાલો જાણીએ કેટલાક હેર હેક્સ જે તમારા માટે મહત્વપૂર્ણ છે, જેને તમે દરરોજ ફોલો કરી શકો છો.
1. સૂતા પહેલા વાળને ખુલ્લા રાખો : દેખીતી રીતે એમાં કોઈ શંકા નથી કે જો આપણે ગંઠાયેલ વાળ સાથે સૂઈએ અને સવારે તેમાં કાંસકો કરીએ તો તે વધારે તૂટી જશે. એટલા માટે સુતા પહેલા હંમેશા વાળ સરખા કરીને સૂઈ જાઓ. આના કારણે વાળમાં જે તેલ હોય છે તે માથાની ચામડીથી નીચે સુધી આરામથી આવે છે અને રાતમાં વાળમાં મોઈચરાઈઝર બની રહે છે.
2. ભીના વાળમાં સૂશો નહીં : સૌથી મોટી ભૂલ જે તમે તમારા વાળ સાથે કરો છો કે તમે ભીના વાળ હોવા છતાં સૂઈ જાઓ છો. દરેક વ્યક્તિએ આ ભૂલ કરી જ હશે. તમને જણાવી દઈએ કે જો તમે હળવા ભીના વાળ રાખીને સૂઈ જાઓ છો તો તમારા વાળને વધુ નુકસાન થાય છે. જો સૂતા પહેલા સ્નાન કરી રહ્યા હોવ તો સૂતા પહેલા હીટ પ્રોટેક્શન સ્પ્રે લગાવો. તમારા માટે અનુકૂળ રહેશે.
3. હેર સીરમ ના ભૂલો : કયારેય તમારા વાળમાં હેર સીરમ લગાવવાનું ભૂલશો નહીં. જો કે આખા દિવસ દરમિયાન ફ્રઝી વાળને મેનેજ કરવું ખૂબ મુશ્કેલ હોય છે પરંતુ તમે રાત્રે સૂતી વખતે પણ તમારા વાળમાં હેર સીરમ લગાવી શકો છો.
તમે કોઈપણ કુદરતી હેર સીરમ લગાવી શકો છો. જો તમે ઈચ્છો તો તમે DIY હેર સીરમ પણ લગાવી શકો છો અને તમારે વધારે જરૂર નથી માત્ર થોડું હેર સીરમ તમારું કામ કરશે. આ સ્ટેપ ત્યારે જરૂર ફોલો કરો જયારે તમે દિવસે વાળ ધોયા હોય.
4. સ્કેલ્પ મસાજ આપો : સલૂનમાં જયારે માથાની મસાજ કરો ત્યારે સારું લાગે છે, તે જ રીતે, હેડ મસાજ સલૂનમાં જ નહિ તમારા ઘરમાં પણ કરી શકો છો. તે માથાની ચામડીમાં રક્ત પરિભ્રમણને વધારવા માટે ઉપયોગી છે. આ તમારા વાળને નવું જીવન આપીને તેમને મજબૂત બનાવે છે. એટલે સુતા પેલા સ્કેલ્પની થોડી મસાજ કરો.
5. સૂતી વખતે કરો ચોંટી : વાળને કર્લ કરવાની જરૂર નહિ પડે. તમે સૂતી વખતે ફક્ત ઢીલી ચોંટી કરો. ધ્યાન રાખો કે આ ચોંટી વધારે ટાઈટ ના હોવી જોઈએ નહીંતર તમારા વાળ તૂટશે. ફક્ત હેર સીરમ લગાવો અને ઢીલી ચોંટી બનાવો અને સૂઈ જાઓ. રાત દરિમિયાન જોવો કમાલ.
6. સૂતા પહેલા અંબોરો : તમે લૂઝ અંબોરો પણ બનાવી શકોછો જે વાળને નેચરલ લુક આપશે અને વાળને ગુંચવાતા અને તૂટતા અટકાવશે. ધ્યાન રાખો કે અંબોડો થોડો ઊંચો બનાવો. માત્ર એટલું ધ્યાન રાખવાની જરૂર છે કે તમારે આ અંબોરાને ટાઈટ બાંધવાની જરૂર નથી અને રબર બેન્ડનો ઉપયોગ કરો અને ક્લચર નહીં.
7. સૈંટિન અથવા સિલ્કના ઓશીકા પર સૂઓ : સૂતી વખતે તમારા માટે સિલ્ક અથવા સાટિન ઓશીકું જ વાપરો. આવું એટલા માટે છે કારણ કે ખરાબ ફેબ્રિકમાં સૂવાથી વાળ ખરવાની સમસ્યા વધી શકે છે. તેથી સોફ્ટ ફેબ્રિકમાં સુવાની આદત પાડો.
8. સૂતા પહેલા ટ્રીટમેન્ટ : જો તમારા વાળ ખૂબ જ ડ્રાય હોય તો તમે સૂતા પહેલા વાળમાં ડીપ કન્ડીશનીંગ ટ્રીટમેન્ટ કરી શકો છો. તેના માટે વિટામિન ઈ કેપ્સ્યુલનો ઉપયોગ કરો કારણ કે વિટામિન ઇ કેપ્સ્યુલ વધુ સારા વાળ આપી શકે છે.
તેમાં બદામનું તેલ અને એરંડાનું તેલ ઉમેરો અને લગાવો. એરંડાના તેલને થોડું ગરમ કરો. આ રાતોરાત તમારા વાળને ઘણું પોષણ આપી શકે છે અને જો વાળમાં થોડું તેલ પહેલેથી હોય તો માત્ર બદામનું તેલ અને વિટામિન E જ લગાવો.
જો તમને આ માહિતી પસંદ આવી છે તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને કિચન ટિપ્સ, બ્યુટી ટિપ્સ, હોમ ટિપ્સ વગેરે માહિતી મળતી રહેશે.