દાંતની સફાઈ કરાવ્યા પછી દાંતની કાળજી કેવી રીતે લેવી, તો જાણો કેટલીક સામાન્ય ટિપ્સ

teeth cleaning after care in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ બદલાતી જીવનશૈલીના લીધે આપણે ફાસ્ટફૂડ ખાવાનું વધારે પસંદ કરીએ છીએ, જેના લીધે મોટાભાગના લોકોને દાંત સડી જવા, દાંતમાં દુખાવો વગેરે સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આ સમસ્યાઓથી બચવા અને બીજી દાંત સબંધિત ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લોકો સમયાંતરે દાંતની સફાઈ કરાવે છે એટલે કે દાંતમાં સ્કેલિંગ કરે છે. વાસ્તવમાં જો આ કરવામાં ન આવે તો આ સમસ્યાઓ વધી શકે છે અને દાંતમાં પોલાણ થવું વગેરે સમસ્યાઓ થઇ શકે છે, જેના માટે તમારે રૂટ કેનાલની પણ જરૂર પડી શકે છે.

પરંતુ ઘણી વખત લોકો દાંતના દવાખાને જઈને દાંતની સફાઈ તો કરાવે છે પણ તેના પછી દાંતની યોગ્ય કાળજી લેતા નથી, જેના કારણે જલ્દી જ દાંત બગડવા લાગે છે અને બીજી ઘણી સમસ્યાઓ ફરીથી થવા લાગે છે.

જો દાંતની યોગ્ય કાળજી ન લેવામાં આવે તો દાંતમાં પાયોરિયા જેવી બીમારી પણ થવા લાગે છે. એટલા માટે તમારે સફાઈ કર્યા પછી હંમેશા તમારા દાંતની સારી કાળજી લેવી જોઈએ. ચકલો તો ચાલો આ લેખ દ્વારા જાણીએ કે તમારે દાંતની સ્કેલિંગ પછી તમારા દાંતની કેવી રીતે કાળજી લેવાની જરૂર છે.

યોગ્ય રીતે બ્રશ કરો : દાંતની સફાઈ પછી બેચેની અને દાંત અને પેઢાંમાંથી સહેજ લોહી નીકળવું સામાન્ય બાબત છે. આ ખાસ કરીને રૂટ સ્કેલિંગ સારવાર પછી થાય છે. પરંતુ દાંતની સારી રીતે કાળજી રાખવા માટે તમારે બ્રશ કરતી વખતે થોડી સાવચેતી રાખવાની જરૂર છે.

સ્કેલિંગ કર્યા પછી બ્રશ કરતી વખતે દુખાવો ઓછો કરવા માટે નરમ-બ્રિસ્ટલ ટૂથ બ્રશ પસંદ કરો અને હળવા ગોળાકાર ગતિમાં બ્રશ કરો. યોગ્ય રીતે બ્રશ કરવાથી સ્કેલિંગના ત્રણ થી પાંચ દિવસ પછી લોહી નીકળવું અને બેચેની બંને ઘટવા લાગશે. ત્યાર બાદ તમે નરમ ટૂથબ્રશનો ઉપયોગ કરો.

મીઠુંવાળા ગરમ પાણીથી કોગળા : જ્યારે પણ તમે કોઈ ભારે ખોરાક ખાઓ છો ત્યારે ખાસ કરીને પેઢાને મજબૂત કરવા માટે મીઠાવાળા પાણીથી કોગળા જરૂર કરો. મીઠાવાળા પાણીથી કોગળા કરવાથી પણ તમારા દાંત અને પેઢામાં થતા કોઈપણ પ્રકારના ઈન્ફેક્શનને રોકવામાં તે મદદ મળે છે.

તમારા દાંતના સ્કેલિંગ પછી ગળ્યો ખોરાક, ચીકણા ખોરાક અને ખુબ જ વધારે ગરમ અને ઠંડા માટે વધુ સંવેદનશીલ બની શકે છે. પરંતુ મીઠુંવાળું પાણી બ્રશની જરૂર વગર દાંતમાં અટવાયેલા ખોરાકને દૂર કરવામાં તમારી મદદ કરે છે.

નાસ્તામાં ઘટાડો કરો : દાંતની સારી સંભાળ રાખવા માટે સંતુલિત આહાર ખાવો પણ જરૂરી છે. દર વખતે જ્યારે તમે પાણી સિવાય બીજા કોઈ પણ પીણાં પીવો કે ખાઓ છો ત્યારે તમે તમારા મોંને એવા પદાર્થો સાથે સંપર્ક છો જે તેના pH ને બદલી શકે છે અને બેક્ટેરિયા નું કારણ બની શકે છે.

દરરોજ ખાતી વખતે દિવસમાં માત્ર એક કે બે વાર નાસ્તા કરવાને મર્યાદિત કરો. આ સિવાય કંઈપણ વસ્તુ ખાધા અથવા પીધા પછી તમારા મોંને સારી રીતે ધોઈ લો અથવા મોમાં કોગળા કરો. ખાસ કરીને જયારે તમારા દાંતની સફાઈ કરવામાં આવી હોય તે પછીના થોડા દિવસો સુધી.

દાંતના ડોક્ટરની સલાહ લો : તમારા રૂટ સફાઈ અથવા પ્લાનિંગ ટ્રીટમેન્ટ પછી નિયમિતપણે ડેન્ટિસ્ટની સલાહ જરૂર લો તમારે કોઈપણ પ્રકારની સમસ્યાને ટાળવા માટે દાંત ના ડોક્ટરની સલાહ જરુરુ લેવી જોઈએ જેથી કરીને દાંતની સારી રીતે સંભાળ લઇ શકાય.

આ પ્રકારે દરરોજ બ્રશ, સંતુલિત આહાર અને હળવા મીઠાના પાણીથી કોગળા કરવાથી તમને સ્કેલિંગ પછી લાંબા સમય સુધી પેઢા અને દાંતને સ્વચ્છ અને સ્વસ્થ રાખી શકાય છે.

જો તમને પણ આ દાંતની કાળજી કેવી રીતે લેવી તે વિષે જાણકરી પસંદ આવી હોય તો, આવી જ માહિતી અને બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.