આ માસ્ક લગાવવાથી માત્ર 10 મિનિટમાં નાક પરના વ્હાઇટહેડ્સ દૂર થઇ જશે

whiteheads removal mask at home
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમારા ચહેરાની સુંદરતા કઈ વસ્તુ બગાડે છે? પિમ્પલ્સ, ડાઘ, બ્લેકહેડ્સ? બ્લેક એન્ડ વ્હાઇટહેડ્સ એક સામાન્ય સમસ્યા છે. આ મોટે ભાગે ત્યારે થાય છે જ્યારે ચહેરો ઓઈલી હોય છે. શું તમને એમ પણ લાગે છે કે વ્હાઇટહેડ્સ બ્લેકહેડ્સ જેવા જ બેકાર લાગે છે? તેથી જ તેમને સાફ કરવું જરૂરી છે. વ્હાઇટહેડ્સ એ ખીલનો એક પ્રકાર છે જે ત્યારે બને છે જ્યારે મૃત ત્વચા, તેલ અને બેક્ટેરિયા તમારા છિદ્રોમાં ફસાઈ જાય છે.

વ્હાઇટહેડ્સનું કારણ? જો તમારા છિદ્રો બ્લોક થઇ જાય છે ત્યારે વ્હાઇટહેડ્સ સમસ્યા બની શકે છે. છિદ્રો ઘણા કારણોસર બ્લોક થાય છે. હોર્મોનલ ફેરફારોને કારણે છિદ્રો બ્લોક થઈ શકે છે. જ્યારે તેલનું ઉત્પાદન વધુ થાય છે, ત્યારે તે વ્હાઇટહેડ્સ બને છે. વ્હાઇટહેડ્સ ચહેરા, પીઠ અને ખભા જેવી જગ્યાએ થાય છે.

હળદર : હળદર ખૂબ જ ફાયદાકારક છે. તેથી જ તેનો ઉપયોગ ત્વચાથી લઈને સારવાર સુધી દરેક વસ્તુમાં થાય છે. વ્હાઇટહેડ્સની સમસ્યાને ઓછી કરવા માટે તમે હળદરની મદદથી માસ્ક પણ બનાવી શકો છો.

અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી મધ લો. એક નાના બાઉલમાં બંને વસ્તુને મિક્સ કરીને ચહેરા પર લગાવો. આંખોની આસપાસના વિસ્તાર પર લગાવવાનું ટાળો. જ્યારે તે સુકાઈ જાય પછી તમારો ચહેરો ધોઈ લો. આ માસ્ક વ્હાઇટહેડ્સની સમસ્યાને ઓછી કરશે અને તમારા ચહેરાને ચમકદાર બનાવશે.

ઓટ્સ માસ્ક : ઓટ્સ શરીરની સાથે સાથે ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. ખાસ કરીને જે લોકો તૈલી ત્વચા ધરાવે છે તેઓ ઓટ્સનો ઉપયોગ કરી શકે છે. ઓટ્સ તેલનું ઉત્પાદન ઘટાડવામાં મદદ કરે છે. તે કુદરતી એક્સ્ફોલિયેટર પણ છે.

એક મુઠ્ઠીભર ઓટમીલને ગ્રાઇન્ડરમાં પીસી લો અને ઓટમીલનો બારીક પાવડર બનાવો. હવે 1 ચમચી ઓટમીલ પાવડરમાં 2 ચમચી મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. તમારો વ્હાઇટહેડ્સ માટેનો માસ્ક તૈયાર થઇ ગયો છે.

આ માસ્કને જ્યાં વ્હાઇટહેડ્સ થતા હોય તે એરિયામાં લગાવો. થોડા સમય માટે તેને સૂકવવા માટે છોડી દો. પછી સ્વચ્છ પાણી સાથે માસ્કને દૂર કરી લો. તમારે અઠવાડિયામાં માત્ર 2 વાર આ માસ્કનો ઉપયોગ કરવો પડશે.

આ બાબતો ધ્યાનમાં રાખો : આપણે નખ વડે બધા વ્હાઇટહેડ્સ દૂર કરીએ છીએ. આવું ન કરવું જોઈએ કારણ કે તેનાથી તમારી ત્વચા પર નિશાન પડી શકે છે. વ્હાઇટહેડ્સ દૂર કર્યા પછી, તમારા હાથથી ત્વચાને સ્પર્શ કરશો નહીં. તરત જ હાથ ધોઈ લો.

તમે વ્હાઇટહેડ્સ દૂર કરવા માટે ટૂલ્સનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ચેક કરો કે તે સ્વચ્છ છે. વ્હાઇટહેડ્સ દૂર કરતી વખતે ત્વચા પર વધારે દબાણ ન કરો. બળપૂર્વક તેમને દૂર કરવાથી, તે પિમ્પલ્સમાં ફેરવાય છે.

આ સમસ્યાથી બચવા માટે તમારે સમયાંતરે ત્વચાને સ્ક્રબ કરતા રહેવું જોઈએ. સ્ક્રબ કરવાથી છિદ્રો બંધ થશે નહીં અને તેલ પણ જામશે નહીં. આશા છે કે તમને આ માહિતી જરૂર ગમશે. આવી વધુ બ્યુટી ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.