white hair plucking in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા જ આપણી દેખાવ, આપણા વાળ અને આપણા ત્વચા વિશે ખૂબ જકાળજી રાખીએ છીએ. જો આપણે વાળ વિશે વાત કરીએ તો ખોટા આહાર અને જીવનશૈલીના કારણે ઘણા લોકો માટે સમય પહેલા વાળ સફેદ થવા એ સામાન્ય સમસ્યા બની રહી છે.

વાળ ખરવાથી લઈને વાળ સફેદ થવા સુધી. અને એવામાં તમને તમારા ઘાટા જાડા વાળની ​​વચ્ચે પછી એક સફેદ વાળ દેખાય છે તો તે સમયે તમે વિચાર્યા વગર જ તે તમારા સફેદ વાળ ફેંકી દો છો, પરંતુ આમ કરવું ખોટું છે.

સફેદ વાળને ઉખાડવાની ના કરશો ભૂલ : જો તમને તમારા કાળા વાળમાં જો એક પણ સફેદ વાળ દેખાય જાય છે તો તેને ઉપાડવાની ભૂલ ક્યારેય કરશો નહીં, નહીંતર તે તમારા વાળ માટે વધારે નુકસાનકારક હોઈ શકે છે.

જ્યારે આપણે સફેદ વાળને જડમાંથી ઉખાડી નાખીએ છીએ તો આમ કરવાથી વાળના વિકાસની ગતિ ધીમી પડી જાય છે અને તે જગ્યાએ નવા વાળનો વિકાસ પણ મુશ્કેલ બની જાય છે. જો કોઈ વ્યક્તિ સફેદ વાળ તોડી નાખે છે તો ભવિષ્યમાં આવનારા નવા વાળ આવશે તો ડ્રાય આવશે અથવા એવું પણ બની શકે કે તે જગ્યાએ વાળ ઉગી શકશે નહીં.

આપણે એવું માનતા હોઈએ છીએ કે જો આપણે સફેદ વાળને ઉખાડી નાખીશું તો તેની જગ્યાએ ફરી સફેદ વાળ ઉગી જશે. પરંતુ ચૂંટવું યોગ્ય નથી કારણ કે તે વાળના રોમને (ફોલિકલ્સને) નષ્ટ કરી શકે છે અને આના કારણે વાળના વચ્ચે વચ્ચે અમુક જગ્યાએ ટાલ પડી શકે છે.

જ્યારે સફેદ વાળને ચૂંટવામાં આવે છે ત્યારે વાળ પાછા વધતા નથી કારણ કે વાળના ફોલિકલ સંકેત આપે છે કે તે જગ્યામાં વાળની ​​કોઈ જરૂર નથી અને ફોલિકલ સંકોચાઈ જાય છે. જો કે સફેદ વાળથી પરેશાન થવું સ્વાભાવિક છે પરંતુ અમે તમને આ લેખમાં તેનાથી છુટકારો મેળવવાના કેટલાક સરળ ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ.

વાળની ​​સંભાળ કેવી રીતે રાખવી : વાળ ખરવાનું એક કારણ ધૂમ્રપાન પણ છે. ધૂમ્રપાન કરવાથી નાની ઉંમરે વૃદ્ધત્વ આવવા લાગે છે. આનાથી માત્ર મેલેનિનનું સ્તર ઓછું થાય છે, પરંતુ વાળ મૂળથી નબળા પણ પડે છે અને તમને ટાલ પણ પડી શકે છે. તેથી વાળને મજબૂત બનાવે તેવા હંમેશા પ્રોટીનયુક્ત ખોરાક લો.

જો તમે તમારા વાળને સ્વસ્થ રાખવા માંગતા હોય તો દરરોજ તમારા વાળને ધોવાનું ટાળો. કારણ કે વારંવાર શેમ્પૂ કરવાથી વાળનું કુદરતી ઓઈલ નીકળી જાય છે અને જેના કારણે વાળ નબળા પડી જાય છે અને તૂટવા અને ખરવા લાગે છે. અઠવાડિયામાં માત્ર 2 થી 3 વાર જ વાળ ધોવાનું રાખો.

જ્યારે પણ તમે શેમ્પૂથી વાળ ધોવો ત્યાર પછી લીંબુના રસથી તમારા વાળને ધોઈ લો. આ માટે તમે 2 કપ ગરમ પાણીમાં ચોથા ભાગના લીંબુનો રસ ઉમેરો અને લીંબુ, આમળા, દહીં મિક્સ કરીને શેમ્પૂનું સોલ્યુશન તૈયાર કરો અને પછી તે વાળમાં લગાવો. તેમાં રહેલું સાઇટ્રિક એસિડ સફેદ વાળને કાળા કરવામાં મદદ કરે છે.

એક મહત્વની વાત એ છે કે સફેદ વાળને છુપાવવા માટે એમોનિયા ડાઈનો ઉપયોગ ભૂલથી પણ કરશો નહીં. તેનાથી વાળ થોડા સમય માટે છુપાઈ જશે પણ થોડા સમય પછી તમારા વાળ અને રોમને નબળા પડી જશે. વાળને પરફેક્ટ રાખવા માટે તમે ઓર્ગેનિક ડાઈનો ઉપયોગ કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા