white clothes washing tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણા લોકોને સફેદ કપડા પહેરવાનો શોખ હોય છે. સફેદ રંગના કપડાં હળવા અનુભવની સાથે સાથે પ્રોફેશનલ દેખાવ પણ આપે છે. પરંતુ, જ્યારે તેમને ધોવાની વાત આવે છે ત્યારે મોટાભાગના લોકો કેટલીક ભૂલો કરે છે, જેના કારણે તેનો રંગ ઝાંખો પડી જાય છે. જો તમે તમારા સફેદ રંગના કપડાંની ચમક જાળવી રાખવા માંગતા હોવ તો તમારે તેને ધોતી વખતે કેટલીક ભૂલો કરવાનું ટાળવું જોઈએ.

તો આજે અમે તમને જણાવીશું કે સફેદ કપડા ધોતી વખતે કઈ કઈ એવી 5 ભૂલો છે જેને કરવાથી કપડું બગડી શકે છે. જો તમારા સફેદ રંગના કપડા પર ડાઘા પડી ગયા છે અથવા તેનો રંગ પીળો થઈ ગયો છે, તો ભૂલથી પણ ધોતી વખતે આ 5 ભૂલો ન કરો. તો ચાલો જોઈએ વિગતવાર.

રંગીન કપડાંની જોડે ધોશો નહીં : સામાન્ય રીતે, જેમના ઘરોમાં વોશિંગ મશીનમાં કપડાં ધોવામાં આવે છે, તો એકસાથે તમામ પ્રકારના કપડાં વોશિંગ મશીનમાં નાખવામાં આવે છે. આ સમયે રંગીન કપડાં ધોતી વખતે થોડો રંગ છોડી દે છે, તેથી જો સફેદ રંગના કપડાં પણ મશીનની અંદર હાજર હોય, તો તે રંગ કપડાં પર ચડી જાય છે.

તેથી, હંમેશા સફેદ રંગના કપડાંને અલગથી ધોવા જોઈએ. જો તમે વોશિંગ મશીનમાં સફેદ રંગના કપડાં ધોતા હોવ, તો વપરાયેલ ડિટર્જન્ટ પાણી કે સોલ્યુશનથી ધોશો નહીં. ઉપયોગ થયેલ ડીટરજન્ટમાં રહેલી ગંદકી સફેદ રંગના કપડાંને પણ બગાડે છે.

સફેદ કપડાં પર લાગેલા ડાઘને વધારે ઘસશો નહીં : જો સફેદ રંગના કપડા પર કોઈ ડાઘ પડી ગયો હોય તો તેને કુદરતી રીતે કાઢવાનો પ્રયાસ કરો. ડાઘવાળી જગ્યાને વધારે ઘસ ઘસ કરશો નહીં. આમ કરવાથી ડાઘ જરૂરથી હળવા થઇ જશે, પરંતુ કાપડને વધુ ઘસવાથી તેના ધાગા નબળા પડી જશે, જેના કારણે તે ઝડપથી ફાટી જશે.

આ સિવાય, ડાઘને વધુ પડતા ઘસવાથી તે વધારે ફેલાવા લાગે છે અને તમારું કામ પણ વધી જાય છે. તેથી તમે લીંબુ અથવા વિનેગરની મદદથી સફેદ રંગના કપડા પરના ડાઘાને કુદરતી રીતે દૂર કરી શકો છો.

ફેબ્રિક વ્હાઇટનરનો ઉપયોગ ઓછો કરો : સફેદ રંગના કપડાં માટે બજારમાં ઘણા ફેબ્રિક વ્હાઈટનર્સ મળે છે. આમાંથી કેટલાક વાદળી રંગના હોય છે અને કેટલાક લોકો, ઘણીવાર કપડાંમાં વધારે સફેદી લાવવા માટે વધારે ફેબ્રિક વ્હાઇટનરનો ઉપયોગ કરવાનું શરૂ કરે છે.

આવી સ્થિતિમાં, સફેદ કપડાં પર સફેદ રંગ દૂર થઇ જાય છે અને વાદળી રંગનું વર્ચસ્વ શરૂ થાય છે અને કપડું સફેદીની જગ્યાએ વાદળીપણું દેખાવા લાગે છે. તેથી ક્યારેય ફેબ્રિક વ્હાઇટનરના 2-3 ટીપાથી વધારે ઉપયોગ કરશો નહીં.

વધારે પડતા ડિટર્જન્ટનો ઉપયોગ કરશો નહીં : સફેદ રંગના કપડાને વધારે પડતા ડિટર્જન્ટમાં ક્યારેય ના ધોવા જોઈએ. આમ કરવાથી, તેમની ચમક સમાપ્ત થઈ જાય છે અને તેઓ પીળા થવા લાગે છે.

જો તમારા સફેદ રંગના કપડાંમાં પીળાપણું આવી રહ્યું છે તો, તો તમે પાણીમાં વિનેગરના થોડા ટીપાં ઉમેરી શકો છો અને સફેદ રંગના કપડાંને 30 મિનિટ સુધી તે પાણીમાં રાખી શકો છો. આમ કરવાથી કપડું સાફ પણ થઇ જશે અને તેની ચમક પણ જળવાઈ રહે છે.

સખત સૂર્યપ્રકાશમાં કપડાં સૂકવવાનું ટાળો : જો કે, કપડાં ધોયા પછી, દરેક જણ તેને તડકામાં સૂકવે છે. આમ કરવાથી કોઈ નુકસાન નથી થતું, પરંતુ કપડાને લાંબા સમય સુધી તડકામાં સૂકવવા ક્યારેય ના મુકવા જોઈએ.

લાંબા સમય સુધી તડકામાં રાખવાથી કપડાનો રંગ અને ચમક બંને પર અસર કરે છે. જો તમે સફેદ રંગના કપડાંને તડકામાં સૂકવવા માટે છોડી દો છો તો તે ખૂબ જ ઝડપથી પીળા થઈ શકે છે. સફેદ કપડાંને આછા તડકામાં અથવા છાંયડામાં જ સુકાવવાનો પ્રયત્ન કરો.

હવે જયારે તમે સફેદ રંગના કપડાં ધોશો ત્યારે આ 5 ટિપ્સને ધ્યાનમાં રાખો, આનાથી તમારા સફેદ રંગના કપડાં હંમેશા ચમકતા રહેશે અને લામા સમય સુધી ચાલશે. આવી જ રસપ્રદ અને સરળ જીવનશૈલી ટિપ્સ જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા