દરરોજ ખાવામાં આવતી આ 5 સફેદ વસ્તુઓને આજે જ ખાવાની ઓછી કરો, ઘણી બીમારીઓનું મૂળ છે આ વસ્તુઓ

Which food is harmful to health
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યારે પણ સ્વસ્થ જીવન જીવવાની વાત આવે ત્યારે આપણે હંમેશા વિચારીએ છીએ કે શું કરવું? કેવી રીતે કરવું અને ક્યાંથી તેની શરૂઆત કરવી? શું આપણે ડાયેટિશિયન પાસે જઈને સલાહ લેવી જોઈએ? આપણા પ્રશ્નો બધાના મનમાં આવી જાય છે, કારણ કે આપણે જાણતા નથી કે શું ખાવું જોઈએ અને શું નહીં.

આ કદાચ બધાની સૌથી મોટી સમસ્યા છે જેનો આપણે સામનો કરીએ છીએ. પરંતુ હવે તમારે આ અંગે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમે તમારા માટે કેટલીક ટિપ્સ લાવ્યા છીએ, જે તમને સ્વસ્થ જીવનશૈલી જીવવામાં મદદ કરશે.

તેથી જો તમે વજન ઘટાડવાનું કે હેલ્ધી ખાવાનું અને સારું જીવન વિચારી રહ્યા છો, તો સૌથી પહેલા તમારા આહારમાંથી બધી સફેદ વસ્તુઓ અલગ કાઢી નાખો. સફેદ ખોરાકમાં અમારો અર્થ છે મૈંદા, ખાંડ, મીઠું, સફેદ ચોખા, બ્રેડ અને પાસ્તા પણ.

હવે આ બધી એવી વસ્તુઓ છે જે આપણે બધા તેના વગર રહી શકતા નથી અને બધાને ગમે છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્યને કોઈને કોઈ રીતે નુકસાન પહોંચાડી શકે છે. તેથી તે તમારા માટે વધુ સારું છે કે તમે આ વસ્તુઓને મધ્યસ્થતામાં ખાઓ અથવા બંધ કરો.

મૈંદા : મેદાનો લોટ કેવી રીતે બને છે તે મોટાભાગના લકોને ખબર નથી. તો તમને જણાવી દઈએ કે
જ્યારે ઘઉંના લોટને વધારે રિફાઈન્ડ કરવામાં આવે છે, ત્યારે તે મેદો બને છે. આ પ્રોસેસમાં ઘઉંના લોટમાંથી ફાઇબર, બી વિટામિન્સ અને આયર્ન દૂર કરવામાં આવે છે.

જે લોકો નિયમિતપણે મૈદાનું સેવન કરે છે તેઓને વજન વધવું, મોટાપો, ટાઈપ 2 ડાયાબિટીસ અને ઉચ્ચ કોલેસ્ટ્રોલનું જોખમ વધી જાય છે. મૈંદામાં ઉચ્ચ ગ્લાઈસેમિક ઇન્ડેક્સ 71 હોય છે. તેમાં પ્રોસેસ ન કરેલા ઘઉં કરતાં કેલરી બમણી હોય છે. તમે તેના બદલે ઘઉંનો લોટ અથવા ઓટસ પાવડરનો ઉપયોગ કરો.

મીઠું : આપણે બધા જાણીએ છીએ કે વધુ પડતું મીઠું નુકસાનકારક છે. NCBI અનુસાર, વધુ મીઠાનું સેવન બ્લડ પ્રેશર વધારી શકે છે અને હાઈ બ્લડ પ્રેશર હૃદયની સમસ્યાઓ તરફ દોરી શકે છે. તેથી નિયમિત સફેદ મીઠાને બદલે કાળું મીઠું, સેંધા મીઠુનો ઉપયોગ કરવો વધુ સારું છે. તેમાં સારા પોષણ મૂલ્ય હોય છે.

બ્રેડ : આજે મોટાભાગના ઘરોમાં સફેદ બ્રેડ વધુ ખાવામાં આવે છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થ અનુસાર, તે પ્રોસેસ્ડ લોટમાંથી બનાવવામાં આવે છે, તેથી તેમાં કેલરીની માત્રા વધારે હોય છે. સફેદ બ્રેડમાં પોષક તત્વોની ઉણપ જોવા મળે છે.

તેથી તમે બ્રાઉન બ્રેડ અથવા મલ્ટિગ્રેન બ્રેડ ખાઈ શકો છો. તમારે એવી બ્રેડ ખાવી જોઈએ જેમાં આખા ઘઉં અથવા અનાજ હોય. તમારે દરેક સ્લાઈસમાં 100% આખા ઘઉંની બ્રેડ અથવા ઓછામાં ઓછા 3 ગ્રામ ફાઈબર અને 3 ગ્રામથી ઓછી ખાંડ હોવી જોઈએ.

ખાંડ : આપણે દરરોજ સવારનું શરઆત ચા થી કરીએ છીએ. એટલે કે ખાંડના સેવનથી કરીએ છીએ. આજકાલ દરેક વ્યક્તિ સફેદ ખાંડ છોડી દેવાની વાત કરે છે અને તે સાચું પણ છે, કારણ કે તેને ખૂબ પ્રોસેસ કરવામાં આવે છે. જેના કારણે તે હેલ્ધી રહેતી નથી, કારણ કે તેમાં કેલરી વધુ હોય છે.

રીફાઇન્ડ કરેલું ખાંડનું સેવન વ્યસન જેવું જ છે કારણ કે જ્યારે પણ તમે તેનું સેવન કરો છો, ત્યારે મગજ ડોપામાઇનના (“ફીલ-ગુડ” હોર્મોન) પ્રકાશનને પ્રોત્સાહિત કરે છે, જે વ્યસનની લતના જેવી અસર ધરાવે. તમે ખાંડ ના બદલે ગોળ અથવા નાળિયેરનો ઉપયોગ કરો.

ચોખા : ડાયેટવાળા લોકો સૌથી પહેલા ભાત ખાવાનું બંધ કરે છે કારણ કે તેમાં સિમ્પલ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ વધુ હોય છે. જે તમને મોટાપા તરફ દોરી શકે છે. તેથી બ્રાઉન રાઈસ અથવા રેડ રાઈસનું સેવન કરી શકાય છે. તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને તેમાં કોમ્પ્લેક્સ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે.

તો આ હતી 5 વસ્તુઓ, જેનું આપણે દરરોજ સેવન કરીએ છીએ. તો તમે પણ હેલ્દી જીવન જીવ માંગતા હોય તો આ વસ્તુઓને ખાવાની ઓછી કરવી જોઈએ. આવી જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.