જો તમારા વાળ વધારે ખરતા હોય તો આજે જ આ 5 કામ કરવાનું બંધ કરો

what not to do for hair loss
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાળ ખરવાની આજકાલ સામાન્ય છે. હવે વાળ ખરવાનું એવું નથી કે માત્ર મોટી ઉંમરના લોકોને જ ખરે છે. હવે તો નાના લઈને વૃદ્ધ સુધી દરેક વ્યક્તિને કોઈપણ ઉંમરે આ સમસ્યા થઇ રહી છે. તો આવો જાણીએ આ લેખમાં, કે જો તમારે પણ વાળ વધારે ખરતા હોય તો તમારે હવે કઈ 5 વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. એવો જાણીએ.

આપણે બધા વાળની ​​સંભાળ તો સારી રીતે રાખીએ છીએ, પરંતુ તણાવ, પ્રદૂષણ, આનુવંશિકતા, દવાઓની અસર, જીવનશૈલીને કારણે આ સમસ્યા ઝડપથી વધી રહી છે. પરંતુ અત્યારે બધા લોકોના મનમાં એક જ સવાલ છે કે આ સમસ્યાને થોડી ઓછી કરવા શું કરી શકાય?

બ્લીચ ન કરો : જો તમારા વાળ ખરતા હોય તો પહેલું સૂચન એ છે કે, વાળમાં અલગ અલગ રંગો કરવા માટે, તેમને પહેલા બ્લીચ કરવામાં આવે છે. જેટલો લાઈટ શેડ હોય છે તેટલો જ વધુ હાઇડ્રોજન પેરોક્સાઇડનો ઉપયોગ કરવામાં આવશે.

આના કારણે વાળમાંથી કુદરતી ભેજ જતો રહે છે અને વાળની વધુ સમસ્યાઓ વધવા લાગશે. આમાં વાળની ​​શુષ્કતા, ફ્રઝીનેસ, વાળ તૂટવાની વગેરે સમસ્યાઓનો સમાવેશ થાય છે. જો તમે કોઈ અન્ય રંગ પણ કરી રહ્યા હોવ તો ફક્ત રૂટ ટચ અપ કરો. ગ્લોબલ કલર તમારા વાળ માટે નુકસાનકારક રહેશે.

વધારે હેર ટ્રીટમેન્ટ ન કરાવો : જો તમારા વાળને નુકસાન થવાનું શરૂ થઈ ગયું હોય તો તમારે પાર્લરમાં જઈને વધુ વાળની ટ્રીટમેન્ટ ના કરાવવી જોઈએ. હેર રિબોન્ડિંગ, હેર સ્મૂથિંગ વગેરે વર્ષમાં એક વારથી વધુ ન કરાવવું જોઈએ.

અઠવાડિયામાં એક કે બે વારથી વધુ માસ્ક ન લગાવો : જો તમારા વાળ ખરાબ થઈ રહ્યા છે તો ચોક્કસ તમને માસ્કના ઉપયોગ વિશે કહેવામાં આવ્યું હશે. હેર માસ્ક વાળને પ્રોટીન અને હાઇડ્રેશન બંને પ્રદાન કરે છે, પરંતુ આનો અર્થ એ નથી કે તેને અઠવાડીયામાં હાર થી પાંચ દિવસ લગાવવો જોઈએ.

તમને જણાવી દઈએ કે વધારે માસ્ક લગાવવાથી પણ વાળ વધુ તૂટે છે. વાળ સુધારવા માટે તમે મોરોક્કન ઓઈલ માસ્ક, આર્ગન ઓઈલથી ભરપૂર માસ્ક અથવા એલોવેરા માસ્કનો અજમાવી શકો છો.

કેમિકલ શેમ્પૂનો ઉપયોગ બંધ કરો : જો તમારા વાળ ખરી રહયા છે તો તમારે SLS ફ્રી શેમ્પૂનો ઉપયોગ કરવો જોઈએ. તે વાળને નુકસાનથી બચાવશે. જો તમારી ખોપરી ઉપરની ચામડી ઓઈલી હોય તો તમારે SLS વાળા શેમ્પૂનો ઉપયોગ કરવો જ જોઈએ.

જીણા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ ના કરશો : બરછટ દાંતાવાળો કાંસકો વાળના નુકસાન ઓછું કરે છે. જો વાળ ભીના હોય તો મોટા અને પહોળા દાંતાવાળા કાંસકાનો જ ઉપયોગ કરવો શ્રેષ્ઠ સાબિત થશે.

જો તમારા વાળના ક્યુટિકલ્સ તૂટી ગયા હોય તો ઘર્ષણ ઘટાડવા માટે તમારે જાડા દાંત સાથે લાકડાના કાંસકોનો ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતા વાળમાં કાંસકો કરવાથી પણ વાળ વધારે ખરે છે.

ભીના વાળ પર હીટિંગ ટૂલ્સનો ઉપયોગ ના કરો : જો તમને તમારા વાળને વધુ સ્ટાઇલ કરવાની જરૂર લાગે તો પણ ધ્યાનમાં રાખો કે જો હીટિંગ ટૂલ્સ સીધા ભીના વાળ પર લગાવવામાં આવે તો તેનાથી નુકસાન વધારે થાય છે.

વાળમાં પાણી હોય છે અને જ્યારે તેમાં સીધી ગરમી લગાવવામાં આવે છે ત્યારે વરાળ બનવા લાગે છે, જે વાળને વધુ નુકસાન કરે છે. આ સાથે તમારે હીટિંગ ટૂલ્સનું તાપમાન પણ ઓછું રાખીને જ ઉપયોગ કરવો જોઈએ.

આ તમામ ટિપ્સ તમારા વાળની ​​ખરવાની સમસ્યાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. જો તમારા વાળ ખૂબ ખરતા હોય અને તે કોઈપણ રીતે ઠીક ન થઈ રહ્યા હોય તો નિષ્ણાત ડૉક્ટરનો સંપર્ક કરીને સારવાર લો. આ જાણકારી પસંદ આવી હોય રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.