what kind of food did you eat as a child
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેના શરીરની પોષણની જરૂરિયાતો બદલાવા લાગતી હોય છે. પાંચથી દસ વર્ષની ઉંમર એવી ઉંમર છે જ્યારે બાળકનો સૌથી વધારે વિકાસ થાય છે. તેના શરીરના હાડકાથી લઈને ઊંચાઈ પણ વધે છે.

આવી સ્થિતિમાં જો બાળકના ખાન-પાન પર ધ્યાન રાખવામાં ન આવે તો તેનાથી બાળકને સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓ થઈ શકે છે. આ ઉંમરને બાળકના સ્વાસ્થ્યનો પાયાનો પથ્થર પણ કહી શકાય અને તેથી જો આ ઉંમરે બાળકના શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તો તેને જીવનભર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

બાળકના સ્વાસ્થ્યની કાળજી લેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે તેના આહાર પર પૂરતું ધ્યાન આપવું. તો આજે આ લેખમાં અમે તમને જણાવી રહ્યાં છે કે આ ઉંમરે બાળકોના આહારમાં કયા ખોરાકનો યાદ કરીને સમાવેશ કરવો જોઈએ.

કેળું 
આ ઉંમરના બાળકોને નિયમિતપણે કેળા આપવા. વાસ્તવમાં, પ્રોટીન સહિત કેળામાં કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. કેળાને ઊર્જા આપતું ફળ માનવામાં આવે છે અને આ ઉંમરના બાળકોને પૂરતી ઊર્જાની જરૂર હોય છે. તમે બાળકને સીધા કેળા ખાવા માટે આપી શકો છો અથવા તેની સ્મૂધી પણ બનાવી શકો છો.

મોસમી ફળો અને શાકભાજી 
જ્યારે 5-10 વર્ષની વયના બાળકોના આહારની વાત આવે ત્યારે તેમને મોસમી ફળો અને શાકભાજી આપવાનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સૌ પ્રથમ, મોસમી ફળો સસ્તા પડે છે અને તેથી તમે તેને ખરીદી શકો છો. આ સિવાય આ મોસમી ફળોમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ્સ અને સૂક્ષ્મ પોષકતત્વો હોય છે, જે બાળકની વધતી ઉંમર માટે ખૂબ જરૂરી છે.

પ્રોટીન
5-10 વર્ષના બાળકોના આહારમાં પ્રોટીન પર પૂરતું ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. વાસ્તવમાં, પ્રોટીન માત્ર બાળકના સ્નાયુઓના નિર્માણમાં જ મદદ કરતું નથી, પરંતુ તે બાળકના વાળથી લઈને નખ વગેરેના વિકાસમાં પણ ખુબ મદદ કરે છે.

એવું માનવામાં આવે છે કે પાંચથી દસ વર્ષની વયના બાળકોએ તેમના વજન પ્રમાણે દરરોજ લગભગ 20-25 ગ્રામ પ્રોટીન લેવું જ જોઈએ. બાળકોના આહારમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા માટે તેમને કઠોળ, બદામ, બીજ, ઈંડા, દૂધ વગેરે આપી શકો છો.

કેલ્શિયમ 
બાળકો માટે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમનું સેવન કરવું ખૂબ જરૂરી છે. આ ઉંમરે માત્ર હાડકાની વૃદ્ધિ જ નથી થતી, પરંતુ ઊંચાઈ પણ ખૂબ જ ઝડપથી વધતી હોય છે. સામાન્ય રીતે, પાંચથી દસ વર્ષના બાળકના શરીરની કેલ્શિયમની જરૂરિયાત દરરોજ 500-650 મિલિગ્રામની વચ્ચે હોય છે.

તમે તમારા બાળકના આહારમાં કેલ્શિયમની ઉણપ દૂર કરવા માટે દૂધ, દહીં, પનીર, બદામ, ટોફુ, સોયા, બ્રોકોલી, ચિયા સીડ્સ વગેરેનો સમાવેશ કરીને તેની કેલ્શિયમની જરૂરિયાતો પૂરી કરી શકો છો.

આયર્ન એકાગ્રતા વધારે છે 
પાંચથી દસ વર્ષની ઉંમર એવી હોય છે જ્યારે બાળકોને ઘણી નવી વસ્તુઓ શીખવાની અને સમજવાની હોય છે અને આ માટે તેમને પૂરતી એકાગ્રતાની ખાસ જરૂર હોય છે. જો બાળકના શરીરમાં આયર્નની ઉણપ હોય તો તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં સમસ્યા થાય છે.

બાળકના આહારમાં આયર્નનો સમાવેશ કરવા માટે, તમે તેને લીલા પાંદડાવાળા શાકભાજી, કોળાના બીજ , કઠોળ, ટોફુ, બ્રોકોલી વગેરે જેવી વસ્તુઓ આપી શકો છો.

જો તમને આ લેખ ગમ્યો હોય, તો તેને તમારા મિત્રોને જરૂર શેર કરો અને જો તમને આવા લેખો વાંચવા ગમે છે તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા