મહિલાઓમાં એક કરતા વધારે કામો કરવાની શક્તિ હોય છે તેમાં કોઈ શંકા નથી. રસોડાના અને ઘરના કામથી માંડીને ઓફિસની જવાબદારીઓ સંભાળવી, સામાજિક કમિટમેન્ટ નિભાવવી અને પરિવારની સંભાળ રાખવી વગેરે બધા જ કામ તે એકલા હાથે કરે છે.
પરંતુ આ બધા કામોને સારી રીતે પૂર્ણ કરવા માટે ઘણી વખત મહિલાઓને તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા પડે છે. મોટાભાગની મહિલાઓ તેમની જવાબદારીઓ નિભાવવા માટે તેમના આહાર પાર પણ ધ્યાન નથી આપતી, જેના કારણે તેમનું વજન વધવા લાગે છે.
વજન વધવાને કારણે તેમને બીજી ઘણી સમસ્યાઓ થાય છે. મહત્વની વાત એ છે કે 30 વર્ષની ઉપરની મહિલાઓ માટે વજન ઘટાડવું સરળ નથી. એક અભ્યાસ મુજબ 30 વર્ષ વટાવી ગયેલી મહિલાઓના શરીરમાં મેટાબોલિઝમ અને ફેટ બર્નિંગની પ્રક્રિયા ધીમી પડી જાય છે.
આ ઉંમરે જવાબદારીઓનું દબાણ તેમને તણાવ તરફ દોરી જાય છે. આ બંને કારણોને લીધે તેમનું વજન વધવા લાગે છે. આ બંને પ્રક્રિયાને રોકવી કદાચ સરળ નથી પરંતુ તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરીને તમારા વજનને નિયંત્રિત કરી શકો છો.
પ્રોટીનનું સેવન વધારો : આ ઉંમરે મેટાબોલિઝમ ધીમું પડી જાય છે પરંતુ તમે પ્રોટીનનું વધારે સેવન કરીને તમારા મસલ્સ માસને જાળવી શકો છો. આના કારણે તમારા શરીરમાં રહેલી ચરબી ઝડપથી ઓગળી જશે અને કેલરી ઓછી રિલીઝ થશે. સારી વાત એ છે કે તમને આખો દિવસ ભૂખ નહીં લાગે. તેથી નાસ્તામાં વધુ ને વધુ પ્રોટીનનું સેવન કરો.
કાર્ડિયો ટ્રેનિંગ કરો : 30 વર્ષની ઉંમર પછી દરેક સ્ત્રીએ લગભગ 30 મિનિટ માટે વર્કઆઉટ જરૂરથી કરવું જોઈએ. ક્યારેક વ્યસ્ત હોવાને લીધે સમય નથી મળતો અને વર્કઆઉટ મુશ્કેલ બની જાય છે, તેથી દરરોજ 30 મિનિટ ચાલવાથી તમારા ચયાપચયને ઝડપી બને છે.
ફિટનેસ એપ્લિકેશનનો ઉપયોગ કરો : આજકાલ ઘણી ફિટનેસ એપ્સ બજારમાં આવી ગઈ છે જે તમને જણાવે છે કે તમે આખા દિવસમાં કેટલું ચાલ્યા છો અને તમે કેટલી કેલરી અને ચરબી બર્ન કરી છે. તો તમારે આ એપ્સ ઈસ્ટોલ કરવી જોઈએ. આની મદદથી તમે તમારી ફિટનેસનું સારી રીતે ધ્યાન રાખી શકો છો.
મીઠાઈઓ ઓછી ખાઓ : જો તમને વધારાની ખાંડ લેવાની આદત હોય તો સુધારી લો. હકીકતમાં કૃત્રિમ ખાંડ કુદરતી ખાંડ કરતાં 300 થી 600 ગણી મીઠી હોય છે અને વધુ પડતી ખાંડ ખાવાથી સ્થૂળતા, બળતરા અને કેન્સર પણ થઈ શકે છે.
નાનું નાનું ભોજન લો : ઓછું ખાઓ અને વધારે વખત ખાવાની ટેવ પાડો. આ ટિપ્સ તમને હંમેશા સ્વસ્થ રાખશે અને જો ખાસ કરીને તમારી ઉંમર 30 વર્ષ કે તેથી વધુ હોય તો દિવસમાં 5 વખત થોડું થોડું ખાઓ. આનાથી તમારું મેટાબોલિજ્મ તેજ થાય છે.
નાસ્તો કરવાનું ના છોડો : જો તમને સવારે વહેલા ઉઠીને ખાલી પેટ કામ કરવાની અથવા જોબ પર જવાની આદત હોય તો તેને સુધારી લો. ભૂખ્યા રહેવું સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને ભૂખ્યા રહેવાથી પેટમાં ગેસ થાય છે, જેના કારણે ફૈટ રિલીઝ થાય છે. તેથી સવારે નાસ્તો જરૂર કરો.
સૂતા પહેલા કંઈપણ ના ખાઓ : ઘણી સ્ત્રીઓને આદત હોય છે કે સુતા પહેલા કંઈપણ ખાયને તરત જ સૂઈ જાય છે. આમ કરવાથી વજન પણ વધે છે અને જો તમારી પણ આ ટેવ છે તો જમ્યાના 2 થી 3 કલાક પછી જ સૂવાનો પ્રયાસ કરો. હકીકતમાં ખોરાક ખાધા પછી તરત સૂવાથી ખોરાક પચતો નથી અને ચરબી જમા થાય છે.
ખુબ પાણી પીવો : જો કે સામાન્ય રીતે દરેક વ્યક્તિએ દિવસમાં 2 લીટર પાણી પીવું જોઈએ પરંતુ જો તમારી ઉંમર 30 વર્ષ છે તો તમારે તમારા પાણી પીવાનું વધારવું જોઈએ. આ ઉંમરે દરરોજ ઓછામાં ઓછું 3 થી 4 લીટર પાણી પીવાનો પ્રયાશ કરવો જોઈએ. હકીકતમાં પાણી વધુ પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે.
સંતુલિત આહાર લો : એ વાત સાચી છે કે ફૈટ અને કાર્બોહાઈડ્રેટ્સનું સેવન વધારવું જોઈએ નહીં, પરંતુ એ પણ સાચું છે કે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ અને ગુડ ફૈટ શરીરની સામાન્ય કામગીરી માટે ખૂબ મહત્વપૂર્ણ છે. જો તમે માત્ર પ્રોટીનનું સેવન ચાલુ રાખશો તો તમારા શરીરમાં બીજા જરૂરી પોષક તત્વોની કમી રહેશે.
જો તમારું વજન વધી ગયું હોય તો તમે આ ટિપ્સ ફોલો કરીને તમે તમારું વજન ઘટાડી શકો છો. જો તમને પણ આ વજન ઓછું કરવાની ટિપ્સ સારી લાગી હોય અને આવી જ બીજી ટિપ્સ વાંચવી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો