જ્યારે પણ મહિલાઓ વજન ઘટાડવા માટે કોઈ પ્રકારની કસરત કરવાનું વિચારે છે, ત્યારે તેમને લાગે છે કે આટલા બધા ઘરના કામો વચ્ચે તેમની કસરત થઇ જતી હશે. આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓને, જો કે તેમને પોતાના માટે પણ સમય નથી કાઢી શકતી.
જયારે મહિલાઓ કસરત કરવા માટે રાજી પણ થઇ જાય છે તો પણ, તેઓ ફક્ત હાથ અને પગ થોડી વાર ચલાવી લઈએ છીએ, પરંતુ આટલું કામ પૂરતું નથી. નિયમિત કસરત કરવાની સાથે સાથે સારો અને હેલ્ધી ખોરાક લેવો પણ ખૂબ જ જરૂરી છે. વજન ઘટાડવું 70/30 ના નિયમ પ્રમાણે ચાલે છે.
ઝડપી વજન ઘટાડવા માટે માત્ર કસરત જ નહી પરંતુ 70 ટકા હેલ્ધી આહરનું પણ સેવન કરવું જોઈએ. એક સારી અને બેલેન્સ ડાઈટ તમારી વજન ઘટાડવાની મુસાફરીને ઓછી કરે છે.
જ્યારે તમે વજન ઘટાડવા માટે 70/30 નો નિયમ અપનાવશો તો, તમારું વજન ઘટે જ નહીં,એવું બની જ ના શકે. આ માટે એ પણ જરૂરી છે કે તમને ખબર હોય કે તમારી થાળીમાં શું અને કેટલી માત્રામાં ભોજન રહેલું છે. યોગ્ય પોષણ સાથે યોગ્ય આહાર તમારું ઝડપથી વજન ઘટાડી શકે છે.
દરેક ન્યુટ્રીશન દ્વારા, વજન ઘટાડવા માટે હેલ્ધી ડાયટ ખાવાની ભલામણ કરે છે, કારણ કે જ્યારે તમે પોષક તત્વોથી ભરપૂર ખોરાક ખાઓ છો ત્યારે વજન આપોઆપ ઉતરી જાય છે. તમારા આહારમાં ઉચ્ચ પ્રોટીન અને ફાઈબરયુક્ત ખોરાક લેવાથી તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર અનુભવો છો. આવા પ્રકારની ડાઈટ તમને વજન ઘટાડવામાં પણ મદદ કરશે અને તમારા શરીરને હેલ્દી પોષક તત્વો પણ પ્રદાન કરશે.
વહેલી સવારે સવારે 6-7 વચ્ચે અજમો અથવા મેથીનું પાણી ( અલ્ટરનેટિવ દિવસ) : તમારે સવારની શરૂઆત ડિટોક્સ વોટરથી કરવી જોઈએ. આ પ્રકારનું પાણી પીવાથી તમારા શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. સવારે ઉઠીને અજમો કે મેથીનું પાણી પીવાથી પણ પાચનતંત્ર મજબૂત રહે છે.
તમે અજમાને આખી રાત પાણીમાં પલાળી શકો છો અને બીજા દિવસે સવારે તેને ગાળીને પી શકો છો. એ જ રીતે મેથીનું પાણી પણ પી શકાય છે. તેને પીવાથી વજન ઘટાડવામાં ઘણો ફાયદો થાય છે અને પેટનું ફૂલવું અને એસિડિટી જેવી સમસ્યામાં તે તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
અડધા કલાક પછી 7:30-8 વાગ્યા વચ્ચે પલાળેલી બદામ : જ્યારે તમે ડિટોક્સ વોટર પીવો છો તો તેના અડધા કલાક પછી તમારે 5 થી 6 પલાળેલી બદામ ખાવી જોઈએ. તમે તેને રાત્રે દૂધ અથવા પાણીમાં પલાળીને સવારે ડીટોક્સ પાણી પીધા પછી તેનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર નિયંત્રિત કરવામાં મદદ મળે છે.
નાસ્તો સવારે 8:30 વચ્ચે – 2 બ્રાઉન બ્રેડ સેન્ડવીચ / વેજીટેબલ ચીલા : તમે નાસ્તામાં 2 ઈડલી અથવા 2 પ્લેન ઘઉંના વેજીટેબલ ચીલા દાળ સાથે ચટણી લઇ શકો છો. આ સિવાય દર બીજા દિવસે નાસ્તામાં 1 નારંગી અથવા મોસમી ફળની સાથે વેજીટેબલ સ્ટફ સેન્ડવીચ લો.
વટાણા, કઠોળ, પાલક, બ્રોકોલી વગેરે શાકભાજીનો નાસ્તામાં સમાવેશ કરો. આ ઉચ્ચ-પ્રોટીન ડાઈટ શાકભાજી તમારા સ્નાયુઓને રીપેર અને રિકવરી કરે છે. આ સાથે, ભૂખને નિયંત્રિત કરવાની સાથે, તે શરીરને આખો દિવસ ઉર્જાવાન બનાવવામાં મદદ કરે છે. જો તમે એક દિવસ પછી આ નાસ્તો બદલતા રહેશો તો ખાવામાં કંટાળો નહીં આવે.
મધ્ય ભોજન 11 વાગ્યાની વચ્ચે – 1 ગ્લાસ (200 મિલી) છાશ / 100 ગ્રામ પપૈયા : જો સવારે નાસ્તો કર્યા પછી, ઓછામાં ઓછા 2-2:30 કલાક પછી એક ગ્લાસ છાશ અથવા એક વાટકી પપૈયા/તરબૂચ ખાઓ. આ ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે જે તમને હાઈડ્રેટ રાખવામાં મદદ કરે છે. છાશ તમારા પાચનતંત્રને મજબૂત બનાવે છે અને ભૂખ વધારે છે.
લંચ 1:30 વાગે – રાગી ઈડલી-સાંભાર : તમારા લંચમાં રાગી ઇડલી, ઓટ્સ ઉપમા અને શાકભાજીનો સમાવેશ કરો. ધ્યાન રાખો કે લંચમાં પણ તમારે પોર્શન કંટ્રોલનું પૂરેપૂરું ધ્યાન રાખવું જોઈએ. 2 રોટલી સાથે મિક્સ શાક અને અડધો કપ દાળ લો.
ઓટ્સ ઉપમા લેતી વખતે તેની સાથે શાકભાજીનો સમાવેશ અવશ્ય કરો. બપોરના ભોજનમાં લીલા શાકભાજી, સલાડ અને દહીંનું યોગ્ય કોમ્બિનેશન હોવું એટલું જ જરૂરી છે. ઓછા કોલેસ્ટ્રોલ અને કેલરી સાથે પોષક તત્વોથી ભરપૂર લંચ તમારું પેટ ભરેલું રાખશે અને તે વજન ઘટાડવામાં અસરકારક સાબિત થશે
બપોરના ભોજન પછી 4 વાગ્યાની વચ્ચે – ગ્રીન ટી : ગ્રીન ટી પીવાથી કોલેસ્ટ્રોલ ઘટાડવામાં રાહત મળે છે. તમારે તેને દિવસમાં 2 વખત લેવાની જરૂર છે. ગ્રીન ટીમાં પોલીફેનોલ્સ (ફાઇટોકેમિકલ્સ)નો સમૂહ હોય છે, જે તમારા શરીરમાં ખોરાકને કેલરીમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે અને આ વજન ઘટાડવામાં મદદ કરે છે.
રાત્રિભોજન 7:30 વાગ્યે – બ્રાઉન રાઇસ + શાકભાજી : તમારે રાત્રિનું ભોજન સમયસર ખાવું જોઈએ, કારણ કે તેને પચવામાં સમય લાગે છે. ઉપરાંત, રાત્રિભોજન ખૂબ જ હળવું ખાવું જોઈએ. તમે તમારા રાત્રિભોજનમાં બ્રાઉન રાઇસ સાથે શાકભાજી ખાઈ શકો છો.
ખીચડી ખાઈ શકો છો. રોટલી અને અન્ય કોઈપણ શાકભાજી સાથે સલાડનો સમાવેશ કરો. જો તમે મોડી રાત સુધી જાગતા હોવ તો સૂવાના થોડા સમય પહેલા 1/2 ગ્લાસ હળદરવાળું દૂધ પીને સૂઈ જાઓ. તેનાથી તમને સારી ઊંઘ આવશે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક રહેશે.
તમારે આ ડાઈટ પ્લાનની સાથે કસરત કરવાની પણ ભલામણ કરવાંમાં આવે છે. નિયમિત રીતે ચાલો અને વર્કઆઉટમાં કાર્ડિયોનો સમાવેશ કરો. અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે અને આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.