આપણે શિયાળાની ઋતુમાં સ્નાન કરવા અને વાસણ ધોવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે ગરમ પાણીનો ઉપયોગ બીજી ઘણી વસ્તુઓ માટે થઈ શકે છે?. હા, તમે રસોડાના ઘણા કામોને ખૂબ જ સરળતાથી કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો અને જે શિયાળામાં તે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.
કિચન ટિપ્સ ઘણા મહત્વપૂર્ણ હોય છે. આજે અમે તમને ગરમ પાણીથી સંબંધિત કેટલાક સરળ હેક્સ જણાવી રહ્યા છીએ.
1. વાસણોમાંથી લેબલ્સ કાઢવા માટે ગરમ પાણીનો ઉપયોગ : નવા વાસણો જેવા કે સ્ટીલના બાઉલ, ચમચી, પ્લેટો વગેરે પર તેમની કંપનીનું એક કાગળનું ટેગ ચોંટાડેલું હોય છે, તે ઘણી વાર ઘસ્યા પછી પણ નીકળતું નથી.
આવી સ્થિતિમાં, જો તમે તેને ઝડપથી કાઢવા માંગતા હોય, તો તે વાસણને થોડા સમય માટે ખૂબ ગરમ પાણીમાં ડુબાડો. તે એટલી સરળતાથી નીકળી જશે કે તમારે વાસણોને બહુ ઘસવું પણ નહીં પડે અને બીજી કોઈ પદ્ધતિનો ઉપયોગ કરવો પણ નહીં પડે.
જો તમને લાગે કે વાસણમાં લાગેલા ટેગથી કોઈ ગંદકી ના ફેલાય અને તે ખૂબ સારી રીતે નીકળી જાય, તો પછી તમે તેમાં થોડો લીંબુનો રસ અથવા સફેદ વિનેગર ઉમેરી શકો છો.
2. જામી ગયેલા માખણ, ચીઝ વગેરે નીકળવા માટે: જો તમે ફ્રીજમાં માખણ રાખ્યું છે, તો ચોક્કસપણે તેને નીકળવું ખૂબ મુશ્કેલ હોય છે. તે બ્રેડ વગેરે પર સારી રીતે લાગતું પણ નથી. આ કિસ્સામાં તમે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.
ના-ના માખણને ગરમ પાણીમાં નાખવાની જરૂર રહેશે નહીં, પરંતુ ફક્ત છરીને ગરમ પાણીમાં મુકો જેનાથી માખણ કાઢવાનું છે. ઘણા લોકો છરીને સીધા ગેસ પર ગરમ કરે છે જે સારું નથી. આવી સ્થિતિમાં માખણ, ઘી, પનીર વગેરે છરી ગરમ પાણીમાં નાખીને તેને સરળતાથી સ્લાઈસ કરી શકાય છે.
3. કિચન કાઉન્ટરની સફાઈ: જો તમારા કિચન કાઉન્ટર, બારી, ગેસ વગેરે પર તેલના ડાઘ હોય અને તે સારી રીતે સાફ નથી થતા તો કિચન કાઉન્ટરની સફાઈ માટે એક વાસણમાં પાણી ગરમ પાણી અને ડીશ વોશર લિકવીડ નાખીને ગરમ કરીને કાઉન્ટરની સફાઈ કરો.
તમારું કિચન કાઉન્ટર ચમકશે અને કિચન કાઉન્ટરમાં એકઠા થતી ગંદકી, મેલ અને ગંધ પણ દૂર થઈ જશે. તમે આનાથી રસોડાની બધી જગ્યા સાફ કરી શકો છો.
4. ભરાયેલા સિંકને ગરમ પાણીથી ઠીક કરો : જો તમારું રસોડામાં સિંક જામ થઇ જાય છે, તો તમે તેને ગરમ પાણીથી ઠીક કરી શકો છો. આ માટે, તમે ખૂબ ગરમ પાણીમાં થોડું વિનેગર મિક્સ કરો અને તેને સિંક હોલની અંદર રેડી દો. જે પણ વસ્તુ ભરાઈ ગઈ હશે તે પાઇપમાંથી સરળતાથી બહાર નીકળી જશે અને તમારા સિંક પ્લમ્બર વિના જ ઠીક થઇ જશે.
5. ખોરાકના ડાઘોને દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરો : તમે ખોરાકનાં ડાઘોને દૂર કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો. પછી ભલે તે જમીન પર હોય, કે કપડાં પર, કે રસોડાના કાઉન્ટર પર, પણ આ ટિપ્સ બધા માટે સરખી છે.
ગરમ પાણી સાથે 1 ચમચી એમોનિયા મિક્સ કરો અને સાફ કરો. તે ખૂબ જ સરળતાથી સાફ થઇ જશે અને તમારે તેને ઘસવું પણ નહીં પડે. હા, જો તમારી પાસે રંગીન વસ્ત્રો છે, તો પછી એમોનિયાને બદલે લીંબુનો રસ નાખો કારણ કે એમોનિયા રંગને સંપૂર્ણપણે દૂર કરી શકે છે. આ બધી ટીપ્સ તમને તમારા રોજિંદા કાર્યોમાં મદદ કરશે અને તમારું કાર્ય સરળ બનાવશે.
તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.