આ 3 વિટામિન વાળને લાંબા અને ભરાવેદાર બનાવે છે, આજે જ તમારા આહારમાં લેવાનું શરુ કરો

vitamins for hair fall control
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમને શેમ્પૂ અથવા વાળ ખરતા રોકવા વિશેની જાહેરાતો પસંદ નથી? ભલે આપણે ગમે તેટલા પ્રયત્નો કરી લઈએ પરંતુ વાળને ચમકદાર અને મુલાયમ બનાવવા અને વાળ ખરતા અટકાવા એક અઘરું કામ લાગે છે. ઘણા લોકો વાળ ખરવાની સમસ્યાથી પરેશાન હોય છે અને તેના માટે તેઓ ઘણી હેર પ્રોડક્ટનો ઉપયોગ કરે છે, જેથી વાળમાં થોડો ગ્રોથ થઇ શકે.

જ્યારે આપણા દેશની મોટાભાગની સ્ત્રીઓમાં વાળ ખરવાની એક સામાન્ય સમસ્યા છે, તેઓ એ સમજવામાં નિષ્ફળ જાય છે કે વાળ સંબંધિત સમસ્યાઓ માટે આપણો ખોરાક અને આપણી જીવનશૈલીની આદતો જ જવાબદાર છે. વિટામિન્સ આપણા સ્વાસ્થ્યમાં મહત્વની ભૂમિકા ભજવે છે.

આજના ઝડપી યુગમાં, ઘણી સ્ત્રીઓ ખોરાક ખાતી નથી, ઉતાવળમાં ખાય છે અથવા ખરાબ ગુણવત્તાવાળા ખોરાક ખાવાનું પસંદ કરે છે. ફળો અને શાકભાજીનો તો ભાગ્યે જ દરરોજ સમાવેશ કરવામાં આવે છે, જેનાથી તમારી ત્વચા અને વાળને અસર થાય છે વિટામિનની ઉણપને લગતા વિવિધ રોગો તરફ દોરી જાય છે, પરિણામે વાળ ખરવા અથવા ટાલ પડી જાય છે.

તમે જે પણ ખાઓ છો તેનો સીધો સબંધ તમારી ત્વચા અને વાળના સ્વાસ્થ્ય સાથે છે. હેલ્દી વાળ માટે પૂરતી કેલરી, હેલ્દી ફૈટ, પ્રોટીન અને વિટામિન્સ મહત્વપૂર્ણ છે. વાળ માટે ખાસ કરીને મહત્વપૂર્ણ વિટામિન્સમાં વિટામિન A, વિટામિન B12 અને Dનો સમાવેશ થાય છે. ચાલો વાળ માટે જરૂરી વિટામિન્સ વિશે જાણીએ.

વિટામિન એ : વિટામિન-એ જેને રેટિનોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, વિટામિન-એ વાળની હેલ્થને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે. તે સીબમના સ્ત્રાવને સમર્થન કરે, જે એક પદાર્થ છે જે વાળ તૂટતા અટકાવે છે. કોશિકાઓની યોગ્ય વૃદ્ધિ માટે વિટામિન એ મહત્વપૂર્ણ છે. તે સીબમ (સ્કેલ્પ પર રહેલું તેલ) ના ઉત્પાદનમાં મદદ કરે છે, જે વાળને શુષ્ક અને તૂટવાથી બચાવે છે.

આ સિવાય વિટામિન-એ ફ્રી રેડિકલ સામે લડે છે અને તે હેલ્દી વાળ માટે જરૂરી છે, ત્યારે તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે તેનો વધુ પડતો ઝેરી કારણ બની શકે છે અને વાસ્તવમાં વાળ ખરવાનું કારણ બની શકે છે . વિટામિન A ના ખાદ્ય સ્ત્રોતોમાં કોડ લીવર તેલ, ​​ગાજર, પાલક વગેરેનો સમાવેશ થાય છે.

વિટામિન બી 12 : વાળને સ્વસ્થ અને મજબૂત બનાવવા માટે કેટલાક પોષક તત્વોની જરૂર હોય છે અને વિટામિન-B12 તેમાંથી એક છે. વિટામિન B12 હેલ્દી વાળને પ્રોત્સાહન આપે છે. વિટામિન B12 રેડ બ્લડ સેલ્સના નિર્માણ માટે મહત્વપૂર્ણ છે, જે વાળના ફોલિકલ્સને પોષક તત્વો અને ઓક્સિજન સાથે પોષણ આપે છે.

વિટામિન ડી : વિટામિન-ડી રીસેપ્ટર્સ વાળના ચક્રના એનાજેન ચરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે – તે તબક્કો જેમાં નવા વાળ ફોલિકલથી તેની પુરી લંબાઈ સુધી વધે છે. તમારા વિટામિન-ડીના સ્તરને વધારવાનો એક રસ્તો એ છે કે સૂર્યમાં થોડો સમય તડકો લો. આ માટે દિવસમાં માત્ર 15 મિનિટ પૂરતી છે.

જો કે, ઉનાળામાં તમને શિયાળાની જેમ પૂરતો સૂર્યપ્રકાશ ના મળી શકે. આ માટે સપ્લીમેન્ટ અને ફૂડ સ્ત્રોતો આવે છે. વિટામિન ડીના સ્તરને વધારવા માટે, વિટામિન ડીથી ભરપૂર ખોરાક ખાઓ. જેમ કે સૅલ્મોન, વ્હાઇટફિશ, સ્વોર્ડફિશ, મૈટેક મશરૂમ્સ અને પોર્ટબેલા મશરૂમ્સનો સમાવેશ થાય છે.

તમે પણ તમારા આહારમાં આ 3 પ્રકારના વિટામિનનો સમાવેશ કરીને વાળને હેલ્દી રાખી શકો છો અને ખરતા અટકાવી છો. આ સિવાય વાળના સ્વાસ્થ્ય માટે ઝિંક, બાયોટિન, ફોલિક એસિડ પણ એટલું જરૂરી છે. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.