આયુર્વેદ અનુસાર વધેલા ખોરાકને ફરી થી ગરમ કરીને ખાવાથી શું થાય છે તે તમારે પણ જાણવું જોઈએ
જો તમને પૂછવામાં આવે કે, શું તમે બીજા દિવસે બચેલા ખોરાકને ખાઓ છો અથવા ફેંકી દો છો, તો પછી તમારો જવાબ શું હશે? કદાચ તમારો જવાબ હશે કે થોડા ખોરાકને ફેંકી દઈએ છીએ અને થોડા ખોરાકનો ઉપયોગ કરીએ છીએ. ચાલો તો સવાલ જવાબને વિરામ આપીએ.
જોકે ઘણા લોકો વધેલા ખોરાકને બીજા દિવસે ખાવા માટે ઉપયોગ કરતા હોય છે, પણ આયુર્વેદ કેટલાક ખોરાક વિશે સાવચેત છે કે તેને ખાવાનું ટાળવું જોઈએ. આજે આ લેખમાં આયુર્વેદ અનુસાર વધેલા ખોરાકનું સેવન કેમ યોગ્ય નથી તો ચાલો સંપૂર્ણ વિગતવાર જાણીએ.
માઇક્રોવેવમાં ના કરો ગરમ : આજના સમયમાં લગભગ દરેક વ્યક્તિ માઇક્રોવેવનો ઉપયોગ કરે છે અને તેમાં જ વધેલા ખોરાકને ગરમ કરે છે અને તેનો ઉપયોગ કરે છે. માઇક્રોવેવમાં વધેલા ખોરાક ગરમ કરીને તેનું સેવન કરવું તમારા માટે કોઈપણ સમયે સમસ્યા પેદા કરી શકે છે.
કારણ કે આયુર્વેદમાં માઇક્રોવેવમાં ખોરાકને ગરમ કરવું ઘણી હદ સુધી યોગ્ય માનવામાં આવતું નથી. ક્યારેક તેના પર રિએક્શન થવાનો પણ ડર રહે છે.
પોષક તત્વોનો નાશ થઇ જાય છે : ઘણા ખોરાકને વધારે સમય સ્ટોર કરવાનું ઉચિત માનવામાં નથી આવતું. એવા ઘણા ખોરાક છે જેને સંગ્રહ કરવાની વિવિધ રીતો છે, અને જો તમે તેને ખોટી રીતે સંગ્રહ કરો છો તો, અને તેનું બીજા દિવસે સેવન કરવામાં આવે તો ઘણાં પોષક તત્વો નષ્ટ થઈ શકે છે.
ઉદાહરણ તરીકે જો આપણે બીજા દિવસે ખોરાકમાં શાક, માંસ, ભાત વગેરેનો સમાવેશ કરીએ તો આ ખોરાકથી કોઈ ફાયદો તો થતો નથી, પણ હા નુકસાન ચોક્કસપણે થઈ શકે છે.
કેટલા સમય માટે સ્ટોર કરી શકો છો? કોઈ પણ ખોરાકને સંગ્રહ કરવા માટે એક ચોક્કસ સમય હોઈ શકે છે. 24 કલાકથી વધારે સમય પછી રાંધેલા ખોરાકને ખાવાનો ટાળવો જોઈએ. આ સિવાય વધેલા ખોરાકને એક કરતા વધારે વખત ગરમ કરીને ખાવાથી તમને બીમાર પણ કરી શકે છે. ઘણી વાર તેનાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડવાનો ડર પણ રહે છે.
નોંધ: આ લેખ ફક્ત તમારી જાણકારી માટે છે. જો તમને આ લેખ ગમ્યો હોય, તો રસોઈનીદુનિયા સાથે આવા વધારે લેખો વાંચવા માટે જોડાયેલા રહો. ધન્યવાદ.

