ઉંમર વધવાની સાથે લોકોને ત્વચા અને વાળની અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે, જેમાંથી એક છે સફેદ વાળ. થોડા સમય પહેલા વધતી ઉંમરની સાથે પહેલા વાળ સફેદ થવાની નિશાની હતી, પરંતુ આજના સમયમાં લોકો નાની ઉંમરમાં જ વાળ સફેદ થવા લાગ્યા છે.
વધુ પડતા તણાવ, ખરાબ ખાણીપીણી અને કેમિકલ્સવાળા કલરનો ઉપયોગ કરવાથી વાળ સફેદ થઇ રહયા છે. લોકો વાળના સફેદ ના દેખાય તે માટે હેર ડાઈ કરે છે. પરંતુ જો તમે ઇચ્છો તો કેટલાક કુદરતી ઉપાયો કરીને સફેદ વાળને કાયમ માટે કાળા કરી શકો છો. આમાંથી એક ઉપાય છે હર્બલ વોટર.
ઘણી બધી જડીબુટ્ટીઓ છે જે સફેદ વાળને કાળા કરી શકે છે. તો, આજના આ આર્ટીકલમાં અમે તમને આવા જ કેટલાક હર્બલ વોટર વિશે જણાવી રહ્યાં છે, જે સફેદ વાળને દૂર કરી કાળા કરવામાં મદદ કરશે.
નાળિયેર પાણી : સફેદ વાળને કાળા કરવાની વાત આવે ત્યારે નારિયેળ પાણીનો ઉપયોગ કરી શકાય છે. નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે તમારા વાળ અને માથાની ચામડી માટે ફાયદાકારક છે. આ સાથે તે ડેમેજ અને સફેદ વાળની સમસ્યા પણ દૂર કરે છે.
ઉપરાંત, તે વાળને મુલાયમ અને સિલ્કી પણ બનાવે છે. તેનો ઉપયોગ કરવા માટે, પહેલા શેમ્પૂ કરો અને પછી વાળને નાળિયેર પાણીથી ધોઈ લો. તમારે તેની સાથે બીજી કોઈપણ વસ્તુ મિક્સ કરવાની જરૂર નથી. આ સિવાય નારિયેળ પાણી પી શકો છો.
રીઠા અને આમળાનું પાણી : રીઠા અને આમળા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તે વાળને અકાળે સફેદ થતા અટકાવે છે અને ડેન્ડ્રફ અને વાળને ખરતા પણ અટકાવે છે. તેના ઉપયોગ કરવા માટે રીઠા અને આમળાને આખી રાત પાણીમાં પલાળી રાખો અને બીજા દિવસે આ પાણીથી વાળ ધોઈ લો.
ડુંગળીનું પાણી : ડુંગળી વાળના વિકાસ માટે સારું છે. તે તમારા વાળને અકાળે સફેદ થવાથી પણ બચાવે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ ડુંગળીનો રસ કાઢો. હવે તેમાં થોડું સામાન્ય પાણી મિક્સ કરો અને આ પાણીથી વાળ સાફ કરો.
મીઠા લીમડાના પાંદડા : મીઠા લીમડાના પાંદડામાં એન્ટીઑકિસડન્ટ અને વિટામિન બી હોય છે, જે વાળના ફોલિકલ્સમાં મેલેનીનના ઉત્પાદન પર સકારાત્મક અસર કરી શકે છે. જેના કારણે સફેદ વાળ ફરી કાળા થવામાં મદદરૂપ થાય છે.
આ માટે તમે એક કપ નારિયેળ તેલમાં મુઠ્ઠીભર મીઠા લીમડાના પાંદડા ઉકાળો. હવે તેને ગાળી લો અને ઠંડુ થવા માટે રાખો. ઠંડુ થયા પછી તેનાથી હળવા હાથે વાળમાં મસાજ કરો અને લગભગ અડધા કલાક રાખો અને પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.
બ્લેક ટી : બ્લેક ટી પણ એવો એક હર્બલ ઉપાય છે જે વાળને સફેદ થતા અટકાવે છે. આ માટે તમે લગભગ એક કપ બ્લેક ટી તૈયાર કરો. હવે પાણીને ગાળીને ઠંડુ કરી લો. હવે વાળમાં શેમ્પૂ કર્યા પછી વાળ પર કન્ડિશનર તરીકે તેનો ઉપયોગ કરો. તે તમારા વાળને ચમકદાર અને ઘાટા બનાવે છે.
જો તમારે પણ ઉંમર પહેલા સફેદ વાળ થઇ ગયા હોય તો તમે પણ આ ઘરેલુ ઉપાય કરીને વાળને કાળા બનાવી શકો છો. તમને તરત જ પરિણામ નહીં મળે, થોડો સમય સતત કરવાથી ચોક્કસ પરિણામ મળશે. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.