દૂધ અને ગોળ બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને અલગ-અલગ ખાવાથી સ્વાસ્થ્યને લાભ થાય જ છે, પરંતુ જો તમે તેને રાત્રે બંનેને મિક્સ કરીને ખાઓ તો પણ શરીરને વધુ ફાયદાકારક છે.
એક તરફ શરીરને અનેક પોષક તત્વો પુરા પાડે છે તો બીજી તરફ દૂધ અને ગોળનું એકસાથે સેવન કરવાથી વજન પણ વધારવામાં મદદરૂપ થાય છે. તેથી જો તમારે પણ વજન વધારવું હોય તો આજે રાતથી જ ગોળ અને દૂધ એકસાથે ખાવાનું શરૂ કરી દો. આવો જાણીએ શું શું ફાયદા થાય છે.
શરીરને મળે છે પોષક તત્વો : દૂધમાં કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન બી અને પ્રોટીન સહિત ઘણા પોષક તત્વો હોય છે અને જો દૂધ સાથે ગોળ ખાવામાં આવે તો તેમનું પોષણ મૂલ્ય અનેકગણું વધી જાય છે. શરીરને પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળે છે જે વજન વધારવામાં મદદ કરે છે.
પાચન તંત્રમાં સુધારો : જો તમારે શરીરનું વજન વધારવું છે તો પાચન તંત્રનું યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે. દૂધ અને ગોળ એકસાથે ખાવાથી પાચનક્રિયા માં સુધારો થાય છે અને ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યાઓમાંથી રાહત મળે છે.
તણાવ ઓછો કરે : તણાવ અને ચિંતામાં જીવતા લોકોનું વજન ઘણીવાર ઓછું હોય છે. દૂધ અને ગોળનું એકસાથે સેવન કરવાથી તણાવ ઓછો થઈ શકે છે. દૂધ એક ઉત્તમ એન્ટી-સ્ટ્રેસ એજન્ટ હોવાથી તણાવને ઘટાડી શકે છે. તણાવ ઓછો થવાથી સ્નાયુઓને આરામ મળે છે અને ઊંઘ સારી આવે છે, પૂરતી એનર્જી મળે છે.
મસલ્સનો વિકાસ થાય છે : ગોળ અને દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી આવે છે, જે સ્નાયુઓ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. દૂધ અને ગોળ ખાવાથી મસલ્સનો વિકાસ થાય છે, જે વજન વધારવામાં મદદરૂપ થાય છે.
ગોળ દૂધનું સેવન કેવી રીતે કરવું : એક ગ્લાસ ગરમ દૂધ લો, તેની સાથે ગોળનો ટુકડો લો અને તેને દૂધની સાથે સાથે ખાઓ. આ સિવાય તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. તમે ખીર, ચા વગેરેમાં ગોળ મિક્સ કરી શકો છો.