vajan ochu karva mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

તમે દરરોજ જીમમાં જતા હશો અથવા દરરોજ યોગ કરતા હશો, તેમ છતાં આ બધાની વચ્ચે પણ જો તમારું વજન ઓછું નથી થઈ રહ્યું તો તમારી જીવનશૈલીમાં કંઈક એવી ખામી રહેલી છે, જે તમારું વજન ઓછું થવા નથી દેતું. તમને જાણીને નવાઈ લાગશે કે તમે વજન ઘટાડવા માટે ગમે તેટલું દોડી શકો છો કે પરસેવો પાડી શકો છો, પરંતુ જો તમારી જીવનશૈલી ખોટી હશે તો તમને તમારું વજન ઓછું કરવા દેશે નહીં.

તો જો તમારે વજન ઓછું કરવું છે તો સૌથી પહેલા તમારી જીવનશૈલીમાં આ લેખમાં જણાવેલી 3 વસ્તુઓને બદલો. આની મદદથી તમે ડાયેટિંગ અને એક્સરસાઇઝ કર્યા વગર જ 7 દિવસમાં વજન ઘટાડી શકો છો.

આહારમાં ફેરફાર કરો : જો તમારે ઝડપથી વજન ઓછું કરવું હોય તો તમારા આહારમાં ફેરફાર કરો. સામાન્ય રીતે એવું જોવા મળે છે કે સ્ત્રીઓ પાતળા થવા માટે ભૂખ્યા રહે છે. જો કે, ભૂખ્યા રહેવાથી પેટમાં ગેસ બને છે, જેનાથી ક્યાંક ચરબી પણ વધે છે. જેના કારણે પેટ હંમેશા ફૂલેલું લાગે છે.

જો નિષ્ણાતોનું માનીએ તો તમારે દિવસમાં 4 વખત નાના ભોજન લેવું જોઈએ. પ્રયત્ન કરો કે તમને ભૂખ લાગે તેનાથી અડધું જ ખાવાનો પ્રયત્ન કરો. આનાથી તમારી ભૂખ દૂર થશે અને પેટ પણ ભરેલું લાગશે નહીં. આ સિવાય, તમારે તમારા ખોરાકમાં વધુને વધુ પ્રોટીન, ઝિંક, ફાઈબર અને ઓમેગા -3 લેવું જોઈએ. તેનાથી તમારું વજન ઝડપથી ઓછું થવા લાગશે.

ખાવાનો યોગ્ય સમય : અમેરિકન જર્નલ ઑફ ક્લિનિકલ ન્યુટ્રિશનમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, સામાન્ય રીતે લોકોને લંચ લેવાનો યોગ્ય સમય ખબર નથી. તે ગમે ત્યારે લંચ કરે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે બપોરના કોઈપણ સમયે લંચ કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે બપોરે 3 વાગ્યા પછીનો લંચનો સૌથી ખરાબ સમય હોય છે. તે તમારી વજન ઘટાડવાની પ્રક્રિયાને ખુબ જ ધીમી કરી નાખે છે. અભ્યાસ અનુસાર, બપોરના ભોજનની અસર શરીરમાં હાજર પેરીલીપિન પ્રોટીન પર જોવા મળે છે. તે માનવ કોષોમાં જોવા મળે છે.

આ પ્રોટીન ચરબી બર્ન કરવાની પ્રક્રિયા માટે પણ જરૂરી હોય છે. ખાસ કરીને જો તેઓ 3 વાગ્યા પછી લંચ કરે તો તેઓનું ક્યારેય પાતળા થવાનું સપનું પૂરું થતું નથી. ખાસ કરીને જે મહિલાઓનું વજન પહેલેથી જ વધારે છે, તેમણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે 3 વાગ્યા પહેલા લંચ કરી લેવું જોઈએ.

હાર્વર્ડ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા અન્ય એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે, તમે કેટલું હેલ્દી ખાઓ છો તેનાથી કોઈ ફરક પડતો નથી, પરંતુ તમે યોગ્ય સમયે ખાઓ છો કે નહીં તે ખુબ જ મહત્વનું છે. તેની અસર તમારા શરીરની ચરબી પર પડે છે. જો તમે દરરોજ યોગ્ય સમયે ભોજન કરો છો તો તે તમારી સર્કેડિયન રીધમને બેલેન્સમાં રાખે છે.

તે તમારા મેટાબોલિક રેટને પણ વધારે છે જે તમારા શરીરનું વજન ઝડપથી ઘટાડે છે. જો તમારે સવારે નાસ્તો કરવો હોય તો તમારે સવારે 6 થી 10 વાગ્યાની વચ્ચે કરી લેવો જોઈએ. તે જ સમયે, જો તમારે બપોરનું ભોજન 12 PM થી 3 PM ની વચ્ચે કરી લેવું જોઈએ અને રાત્રિભોજન 5 PM થી 7 PM ની વચ્ચે કરવું જોઈએ.

3. ઝડપી ચાલવાની આદત પાડો : ચાલવાના ઘણા બધા ફાયદા છે. ડોકટરો પણ કહે છે કે દરરોજ 20 થી 30 મિનિટ ચાલવાથી શરીરમાં જાદુઈ ફેરફાર થાય છે. મહિલાઓ માટે તો ખુબ જ સારું છે. ખાસ કરીને જો તે ઝડપથી ચાલવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

આનાથી તમારું વજન તો ઘટશે જ પણ તમને બીજા પણ ઘણા ફાયદા થશે. વજન ઘટાડવા માટેની આ એક સૌથી સારી કસરત છે. તેનાથી આખા શરીરને કસરત મળે છે અને ચરબી ઝડપથી બર્ન કરે છે. શરીરની પાચન શક્તિ વધે છે, મન ચુસ્ત રહે છે. બોડી રિલેક્સ થાય છે અને સારું લાગે છે.

ઝડપી ચાલવાથી હૃદયરોગ અને સ્ટ્રોકનું જોખમ પણ ઘણું ઓછું થાય છે. તેનાથી હાડકા પણ મજબૂત બને છે. દરરોજ ઓછામાં ઓછું 20 મિનિટ સતત ચાલવું જોઈએ. જો કે, ચાલવાની ઝડપ વ્યક્તિની ઉંમર, લંબાઈ અને જગ્યા પ્રમાણે બદલાઈ શકે છે.

ઉંચી મહિલાઓ ઝડપથી ચાલી શકે છે પરંતુ જે મહિલાઓ ચાલવાની આદત નથી તેઓ 2-3 કિમીથી શરૂઆત કરીને પછી અંતર વધારી શકે છે. પહેલા જ દિવસે વધારે ચાલવું સ્વાસ્થ્ય માટે સારું રહેશે નહીં, એટલે જે મહિલાઓ 45-50 વર્ષની ઉંમરે ચાલવાનું શરૂ કરે છે તેણે 1-2 કિમીથી શરૂઆત કરવી જોઈએ.

સગર્ભા સ્ત્રીઓ માટે પણ ચાલવું ફાયદાકારક છે, તેથી ગર્ભવતી મહિલાઓ દરરોજ 1-3 કિમી ચાલે છે તો તે તેમના સ્વાસ્થ્ય માટે સારું છે. ધ્યાન રાખો જ્યાં સુધી તમને પરસેવો ન આવે ત્યાં સુધી ચાલવાનું ચાલુ રાખો, નહીંતર ચાલવાનો કોઈ ફાયદો થતો નથી. જો હવામાન સારું હોય તો બની શકે કે તમને પરસેવો ન આવે.

સામાન્ય રીતે સવારે ચાલવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. જો તમે સવારમાં ચાલી શકતા નથી તો તમે સાંજે પણ ચાલી શકો છો. તેનાથી વજન ઓછું કરવામાં સરળતા રહે છે. જો તમને આ જાણકારી ગમી હોય તો અને આવી જ ફિટનેસ સબંધિત માહિતી મેળવવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા