મહિલાઓની ઘરની અને ઓફિસની જવાબદારીઓને કારણે હંમેશા તણાવમાં રહે છે, ત્યારે મોટાભાગની મહિલાઓની ફરિયાદ છે કે તેમને રાત્રે ઊંઘ આવતી નથી અને જો તેમને ઊંઘ આવી પણ જાય છે તો એકવાર તૂટી જાય તો તેઓ ફરી ઊંઘી શકતા નથી. આજના સમયમાં દરેક વયની સ્ત્રીઓમાં ઊંઘ ન આવવાની સમસ્યા ગંભીર બની ગઈ છે.
જેના કારણે તેમની દિનચર્યા પણ બગડે છે સાથે જ અનેક પ્રકારની બીમારીઓ પણ તેમને શિકાર બનાવે છે. શું તમે પણ રાત્રે બાજુઓ બદલતા બદલતા આખી રાત નીકળી જાય છે? શું તમે પણ રાત્રે સારી રીતે સૂઈ શકતા નથી અને સારી ઊંઘ મેળવવા માટે તમે ઊંઘની ગોળીઓ લો છો. પરંતુ હવે તમારે ઊંઘની ગોળીઓ લેવાની જરૂર પણ નથી.
હવે તમને મનમાં પ્રશ્ન થતો હશે કે કેવી રીતે? તો ચાલો અમે તમને જણાવી દઈએ કે ઊંઘ માટેનો આ જ્યુસ તમારા ફ્રીજમાં જ હોય છે અને તમે કદાચ માનશો નહીં. પરંતુ તે સાચું છે તો ચાલો જાણીયે શું છે તે જ્યુસ.
સંશોધન શું કહે છે : જે મહિલાઓ રાત્રે સારી ઊંઘ મેળવવાના ઉપાયો શોધી રહી છે તેમના માટે ચેરીનો જ્યુસ છે અત્યંત ફાયદાકારક. સ્કૂલ ઓફ લાઇફ સાયન્સ એટ નોર્થમ્બ્રિયા યુનિવર્સિટી સંશોધકોના જણાવ્યા અનુસાર દર ચારમાંથી એક વ્યક્તિ અનિદ્રાથી પીડાય છે અને દર પાંચમો વ્યક્તિને રાત્રે પાંચ કલાકથી વધારે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાય છે.
આ જ રિસર્ચમાં એવા તથ્યો પણ સામે આવ્યા છે કે ચેરીનો જ્યૂસ પીવાથી લોકોની ઊંઘ ના આવવાની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ચેરી એક ખાટું મીઠું ફળ છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર આ ફળ દરેક ઉંમરના લોકો માટે સારી ઊંઘ લાવવા માટે મદદરૂપ છે.
એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકો દરરોજ બે ગ્લાસ ચેરીનો જ્યુસ પીવે છે તેઓ ચેરી જ્યુસ ન પીતા લોકો કરતા 39 મિનિટ વધારે સારી ઊંઘ લે છે. આવા લોકોમાં ઊંઘ ન આવવાની સમસ્યા દૂર થાય છે અને કુલ ઊંઘમાં છ ટકાનો વધારો જોવા મળે છે.
આ સંશોધનમાં કેટલાક સ્વસ્થ યુવાનોને સતત સાત દિવસ સુધી ચેરીનો જ્યુસ આપવામાં આવ્યો હતો અને જ્યારે બીજા લોકોને કેટલાક અન્ય ફળોનો જ્યુસ આપવામાં આવ્યો હતો. દરરોજ સવારે અને સાંજે બે વાર જ્યુસ આપવામાં આવ્યો હતો, ત્યારબાદ સંશોધકોએ જ્યુસ પીધા પછી અભ્યાસમાં ભાગ લેનારાઓની ઊંઘની આદતોનો અભ્યાસ કર્યો. તેઓએ ચેરીનો રસ પીનારાઓની ઊંઘમાં નોંધપાત્ર સુધારો જોયો હતો.
સારી ઊંઘ માટે ચેરીનો જ્યુસ : સારા સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે. પરંતુ આધુનિક સમયમાં મહિલાઓમાં ઊંઘ ન આવવાની સમસ્યાથી બચવા માટે દિવસમાં 1 વાર ચેરીનો રસ પી શકો છો. ચેરીના ફળમાં ઉચ્ચ સ્તરના ફાયટોકેમિકલ્સ, મિલેટોનિન મળી આવે છે.
મિલેટોનિન એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ છે જે સુવાના અને જાગવાના ચક્રને નિયંત્રિત કરે છે. ઊંઘની ગોળીઓ લેવાથી તમને ઘણી આડઅસરો થઇ શકે છે પરંતુ ચેરીમાં કુદરતી ગુણધર્મો છે. તેને કોઈ નુકસાન પણ નથી અને તીખા ચેરીનો રસ ઊંઘનો શ્રેષ્ઠ મિત્ર છે.
સંધિવાની પીડા ઓછી કરો : ચેરીના રસમાં એન્ટી ઈફ્લેમેટરી ગુણો હોય છે અને તે લોહીમાં યુરિક એસિડની માત્રાને સંતુલિત કરે છે. તેથી તે સંધિવાથી થતા પીડાને ઘટાડવામાં મદદ કરે છે અને તેનું સતત સેવન કરવાથી આ દુખાવો નોંધપાત્ર રીતે ઓછો થતો જોવા મળે છે.
મજબૂત રોગપ્રતિકારક તંત્ર : ચેરીના રસમાં વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તેમાં વિટામીન સી અને વિટામીન A હોય છે એજ રીતે એક ગ્લાસ જ્યુસમાં 14 ટકા મેંગેનીઝ, 12 ટકા પોટેશિયમ અને વિટામિન K હોય છે. આ બાદજ પોષક તત્વો તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા પૂરતા છે.
જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, હોમ્સ ટિપ્સ અને અવનવી વાનગીઓની માહિતી મળતી રહેશે.