ઊંઘ ની દવા || અનિંદ્રા ના ઉપાય || Ungh na ave to su karvu

ungh na ave to
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અનિંદ્રા ના ઉપાય: સારી ઊંઘ જાણે કોને પસંદ ના હોય. લોકો સારી રીતે ઊંઘી શકાય તે માટે ઘણા ઉપાયો કરે છે. કેટલાક લોકો આસપાસના વાતાવરણને ઊંઘ માટે અનુકૂળ બનાવવા માટે લાઈટ ધીમી રાખે છે, જ્યારે કેટલાક લોકો સૂતા પહેલા પુસ્તકો વાંચતા હોય છે. પરંતુ આટલું બધું કરવા છતાં તેમને સારી ઊંઘ આવે તે જરૂરી નથી.

કેટલાક લોકો બીજી બીમારીના કારણે સારી રીતે સૂઈ શકતા નથી. પણ એક સારી ઊંઘ આવે તે માટે જો તમને સૂવાના પહેલાં એક હેલ્દી પીણું મળી જાય તો તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. જેમાં તમે દૂધ અને કાજુને મિક્સ કરીને તૈયાર આ ડ્રિંક તૈયાર કરી શકો છો.

આ ડ્રિંક પીવાથી તમને એનર્જી તો મળશે જ, સાથે સાથે સારી ઊંઘ પણ આપશે. તો ચાલો જાણીએ આ ડ્રિંકમાં શું ખાસ છે અને તેને કેવી રીતે બનાવીને પી શકાય.

સારી ઊંઘ માટે દૂધ અને કાજુ ડ્રિન્ક : જો તમે પણ તહેવારની આ સિઝનમાં તમારો થાક ઓછો કરીને સારી ઊંઘ લેવા માંગતા હોય તો તમે દૂધ અને કાજુ મિક્સ કરીને એક ખાસ ડ્રિન્ક બનાવીને પી શકો છો. આ પીણું તમને ઘસઘસાટ રીતે ઊંઘ લાવવામાં મદદ કરશે.

જરૂરી સામગ્રી : કાજુ 3-4, દૂધ 1 કપ, ખાંડ સ્વાદ પ્રમાણે

કાજુ અને દૂધ ડ્રિન્ક બનાવવાની રીત : સૌથી પહેલા 3 થી 4 કાજુ લઈને તેને એક કપ દૂધમાં પલાળી રાખો. તેને લગભગ 4 થી 5 કલાક માટે દૂધમાં પલાળવા દો. પછી આ પલાળેલા કાજુ ને સારી રીતે ક્રશ કરી લો. હવે તે કાજુને દૂધના બાઉલમાં નાખો અને તેની સાથે તે દૂધ મિક્સ કરો જેમાં કાજુ પલાળ્યા હતા.

તમે તમારા સ્વાદ માટે થોડી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આ દૂધને થોડા સમય માટે ઉકાળીને એક હેલ્ધી ડ્રિંક તૈયાર કરો. તો તૈયાર છે તમારું પીણું, તમે તેને કોઈપણ રીતે ગરમ અથવા ઠંડુ પી શકો છો. જો તમે આ ડ્રિન્કને સૂતા સમયે પીશો તો તે તમને સારી ઊંઘમાં મદદ કરશે. ઊંઘ તો આવશે જ સાથે તમે બીજા દિવસે પણ તાજગી અનુભવશો.

કાજુના ફાયદા : કાજુ સ્વાસ્થ્ય માટે ઘણી બધી રીતે ફાયદાકારક છે, તે ફક્ત આપણા સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પણ તેની સાથે આપણી ત્વચાને પણ ચમકદાર બનાવી શકે છે. તે આપણા પાચનને બરાબર રાખે છે અને ઘણા પ્રકારના સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.

કાજુ સારી ઊંઘ માટે વધારે ફાયદાકારક છે કારણ કે તે મેલાટોનિન સાથે મેગ્નેશિયમ અને જસત જેવા આવશ્યક ખનીજ તત્વોથી ભરપૂર હોય છે જે ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

સંશોધન મુજબ મેલાટોનિન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા તત્વોનું મિશ્રણ તમને સારી ઊંઘમાં મદદ કરી શકે છે. તેથી જો તમને સારી રીતે ઊંઘ નથી આવતી તો તમારે તમારા ડાયટમાં કાજુનો સમાવેશ કરવો જ જોઇએ.

દૂધના ફાયદા : પ્રાચીન કાળથી જ રાત્રે સૂતા પહેલા હૂંફાળું દૂધ પીવાની પ્રથા ચાલી આવી રહી છે. એવું એટલા માટે કહેવાય છે કારણ કે દૂધ પીવાથી સારી ઊંઘ તો આવે જ છે સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે. સંશોધન મુજબ આવું દૂધમાં હાજર ટ્રિપ્ટોફેનને કારણે થાય છે, જે વૃદ્ધોની ઊંઘને સુધારવામાં મદદ કરે છે.

આ સાથે તેમાં સેરોટોનિન અને મેલાટોનિન હોય છે જે તમને સારી રીતે ઊંઘવામાં મદદ કરે છે. એટલા માટે સૂવાના સમયે દૂધ પીવાની સલાહ આપવામાં આવે છે.

દૂધ અને કાજુમાંથી બનાવેલા આ હેલ્ધી ડ્રિંકને તમારી સારી ઊંઘ માટે તમે પણ ટ્રાય કરી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો આવા જ બીજા લેખો વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

Comments are closed.