trick child does not eat home cooked food
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બાળકો એવી વસ્તુઓ ખાવાનું વધારે પસંદ કરે છે જે તેમને સ્વાદિષ્ટ લાગે છે. મોટા ભાગના બાળકો ઘરે બનાવેલું ખાવાથી દૂર રહે છે અને દરરોજ બટાકા ચિપ્સ, કેક, બ્રેડ, પેસ્ટ્રી, ચોકલેટ, ટોફી વગેરે જેવા પેકીંગવાળી વસ્તુ ખાય છે.

એટલું જ નહીં તેના દિવસના મુખ્ય ભોજનમાં પણ તેઓ બજારનું ખાવાનું અથવા ઇન્સ્ટન્ટ નૂડલ્સ, પિઝા, બર્ગર, મોમોઝ વગેરે જેવા જંક ફૂડ ખાવાનું વધુ પસંદ કરે છે. તેમની આ ખાવાની ખરાબ આદતો તેમના શારીરિક અને માનસિક વિકાસ પર ઘણી અસર કરે છે.

આજના સમયમાં મોટા ભાગના બાળકો નાની ઉંમરમાં જ મોટાપો, ડાયાબિટીસ અને આંખોની નબળાઈ જેવી અનેક સમસ્યાઓનો શિકાર થઇ રહ્યા છે. તેની પાછળનું એક મુખ્ય કારણ તેમની આ ખાવાની ખરાબ આદતો જ છે.

જો બાળકો ઘરમાં બનાવેલી શુદ્ધ અને પૌષ્ટિક ખોરાક ન ખાતા હોય તો તેમને ઘણી બીમારીઓ થવાની શક્યતાઓ અનેક ગણી વધી જાય છે. તમારું બાળક ઘરનો બનાવેલો ખોરાક ખાવા માટે આનાકાની કરે છે તો તમે આ ટિપ્સ ફોલો કરી શકો છો.

સૌ પ્રથમ તમારી આદત બદલો

જો તમે બાળકોની ખાવાની આદતો બદલવા માંગતા હોવ તો પહેલા તમારે તમારી આદતો બદલવી પડશે. કેટલીક મહિલાઓ જ્યારે પણ બહાર જાય છે ત્યારે ઘરે આવતી વખતે બજારમાં જ ખાઈ લે છે અથવા બજારમાંથી ખાવાનું ઘરે લઇ આવે છે અને આ સ્થિતિમાં બાળકોને પણ બહારનું ખાવાની આદત પડી જાય છે.

તેથી પ્રયાસ કરો કે તમે ઘરેથી ખાઈને જાઓ અથવા તેને પેક કરીને લઇ જાઓ. જો આ શક્ય ન હોય તો તમે જમવાનું બનાવવાની તૈયારી કરીને જાઓ. આનાથી તમે તમારી બહાર ખાવાની આદતને છોડાવી શકો છો. જ્યારે તમે તમારી પોતાની આદત બદલશો તો બાળકના સ્વભાવમાં પણ આપમેળે બદલાવ આવશે.

ખાવાનું કલરફુલ બનાવો

એવું કહેવાય છે કે જો ખાવાનું પહેલા આંખને ગમે છે તો દરેક વ્યક્તિ ચોક્કસપણે તેને એકવાર ખાવાનું ટ્રાય કરે છે. આ જ નિયમ બાળકોમાં પણ લાગુ પડે છે. તમારા બાળકની પ્લેટમાં અલગ અલગ કલરવાળી વાનગીનો પ્રયાસ કરો. આ માટે તમે વાનગીને વિવિધ આકાર આપીને પણ બાળકોને ઘરનું ખાવામાં રસ જગાડી શકો છો.

આ પણ વાંચો: દરેક માતાપિતા માટે ખાસ 7 ટિપ્સ, જો તમારું બાળક તમારાથી દૂર થઇ રહ્યું છે તો તમારા માટે ખાસ લેખ

બાળકનો ખાવાનો સમય નક્કી કરો

જો તમે બાળકોને ખાવા માટેનો સમય નક્કી કરશો તો તેમને દરરોજ એક જ સમયે ભૂખ લાગશે અને ઘરે બનાવેલું ખાવાની આદત પડી જશે. પરંતુ જો તેમનો જમવાનો સમય નક્કી નથી કરતા તો બાળકો દિવસભર કંઇક ને કંઇક ખાતા રહે છે અને પછી ઘરનું જમવાનું વખતે તેમને ભૂખ લાગતી નથી. જેના કારણે તે બહારનું ખાવાનું ખાવા તરફ વધુ ઈચ્છા ધરાવે છે.

પરિવારના સભ્યો જોડે બેસીને ખાઓ

જો તમારા પરિવારમાં દરેક વ્યક્તિ અલગ-અલગ સમયે ખાય છે તો બાળકોને ઘરે બનાવેલું ભોજન ખવડાવવું મુશ્કેલ બની શકે છે. પરંતુ જો તમારું આખું કુટુંબ સાથે બેસીને ભોજન કરશે તો ચોક્કસ બાળક પણ બહાના બનાવ્યા વગર જમી લેશે અને ધીમે ધીમે ઘરનું ખાવાની આદત પડી જશે.

નવી વાનગીઓ બનાવો

બાળકો ઘણીવાર એક જ પ્રકારનો ખોરાક ખાઈને કંટાળી જાય છે અને તેથી તેમનું આકર્ષણ બહારના ખાવા તરફ વધુ આકર્ષાઈ છે. તેથી તેમને ઘરે અવનવી વાનગીઓ બનાવીને ખવડાવો.

આવી સ્થિતિમાં બાળક હંમેશા કોઈને કોઈ નવો ટેસ્ટ મળતો રહેશે. જેના કારણે તે ઘરનું બનાવેલું ખાવા તરફ વધુ આકર્ષિત થશે. તમે યૂટ્યૂબ પર ઘણી હેલ્ધી અને ટેસ્ટી ફૂડ રેસિપી જોઈને તેને ઘરે બનાવી શકો છો.

તો તમે પણ આ બધી સામાન્ય ટિપ્સ અજમાવીને તમારા બાળકને ઘરનું ખાવા માટે પ્રોત્સાહિત કરી શકે છે. આવી જ બાળકો વધુ ટિપ્સ જાણવા માંગતા હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા