કેરળના ટ્રાન્સજેન્ડર કપલ જહાદ અને જિયાએ સોશિયલ મીડિયા પર લોકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. ટ્રાન્સજેન્ડર કપલનું પ્રેગ્નન્સી ફોટોશૂટ પણ સોશિયલ મીડિયા પર ખુબ જ વાઇરલ થઈ રહ્યું છે.
આ દંપતીને આશા છે કે તેમનું બાળક માર્ચ મહિનામાં આ દુનિયા જોઈ શકે છે. જિયા અને જહાદે આ વિશે ઇન્સ્ટાગ્રામ પર માહિતી આપી હતી કે તેઓ છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે અને એકબીજા સાથે ખૂબ જ ખુશ પણ છે.
View this post on Instagram
આ કપલે સોશિયલ મીડિયા પર તેમની ઘણી તસવીરો પણ શેર કરી છે. તમને જણાવી દઈએ કે જિયા એક પુરુષ તરીકે જન્મ લીધો હતો અને એક મહિલા બની હતી અને જહાદનો જન્મ એક મહિલા તરીકે થયો હતો અને બાદમાં તેણે જેન્ડર બદલીને પુરુષ બનીને જીવન જીવવાનું શરૂ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે, જિયાએ એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરીને લખ્યું કે, ‘જો કે હું જન્મથી અથવા મારા શરીરથી સ્ત્રી નથી, પરંતુ મારી અંદર એક સ્ત્રીનું સપનું હતું કે એક બાળક મને પણ માતા કહે.
View this post on Instagram
અમે ત્રણ વર્ષથી સાથે છીએ. જેહાદનું સપનું હતું કે તે પિતા બને. તેમના સહકારથી જ પેટમાં 8 મહિનાનું જીવન છે. તમને જણાવી દઈએ કે તેનો પાર્ટનર જહાદ પવાલ બાળકને જન્મ આપશે, જે ભારતમાં ગર્ભવતી થનાર પ્રથમ ટ્રાન્સ પુરુષ છે.
સર્જરીનો આશરો લીધો : તેની પોસ્ટ પર ઘણા લોકોની કમેન્ટ જોવા મળી રહી છે. જિયા પોતાની પ્રેગ્નન્સીથી ઘણી ખુશ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ટ્રાન્સ કપલે લિંગ બદલવા માટે સર્જરીનો સહારો લીધો હતો અને જો કે જહાદનો જન્મ એક મહિલા તરીકે થયો હતો, પરંતુ બાદમાં તેણે પુરુષ બનવાનો નિર્ણય કર્યો હતો. તેમ હોવા છતાં તેણે ગર્ભ ધારણ કર્યો છે.
View this post on Instagram
કેટલાક અહેવાલોએ સૂચવ્યું છે કે પુરૂષ બનાવની સર્જરી વખતે તેના ગર્ભાશય અને કેટલાક અન્ય અંગો દૂર કરવામાં આવ્યા ન હતા. ઘણા યુઝર્સ પ્રેગ્નેન્સીના ફોટો પર કપલને અભિનંદન આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરી, “તમારા બંનેને ખૂબ ખૂબ અભિનંદન. ભગવાન તમને ખુશ રાખે.
સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહેલી આ પોસ્ટ એ પણ દર્શાવે છે કે આપણા સમાજના લોકોના મગજમાં ટ્રાન્સજેન્ડર કપલ્સની વિચારસરણી બદલાઈ રહી છે અને લોકો તેમને સપોર્ટ પણ કરી રહ્યા છે.
તમે આ પોસ્ટ વિશે શું વિચારો છો તે નીચે અમને જણાવો. જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આવા વધુ લેખો વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.