નાની-નાની ભૂલોને કારણે મહિલાઓમાં હૃદય રોગનો ખતરો વધી જાય છે

These small mistakes increase the risk of heart disease in women.
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સ્ત્રીઓ માટે હૃદય રોગનું જોખમ પુરુષો કરતાં ઓછું હોય છે, પરંતુ એવું નથી કે તેમને હૃદયરોગ બીમારીનો ખતરો જ નથી. સ્ત્રીઓમાં, તેના ચિહ્નો ઘણીવાર ઝડપથી દેખાતા નથી અને તેમના બોડી ફંક્શનના કારણે એવું બની શકે છે કે જ્યાં સુધી તેઓ ખતરનાક પરિસ્થિતિમાં ન પહોંચે ત્યાં સુધી તે દેખાતા નથી.

આ ખાસ કરીને ત્યારે થાય છે જ્યારે ડૉક્ટર માત્ર સામાન્ય હાર્ટ એટેકના લક્ષણોની તપાસ કરતા હોય. આ લેખમાં ,એ તમને જણાવીશું કે, મહિલાઓની એવી કઈ આદતો અથવા ભૂલોથી હૃદયરોગ થઈ શકે છે.

જો કે વિશ્વભરની 60% થી વધુ મહિલાઓને લાગે છે કે તેમના માટે સ્તન કેન્સર જ સૌથી મોટી બીમારી છે, પરંતુ હૃદય રોગ વાસ્તવિક કેન્સર કરતા 6 ગણો વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. અમેરિકા જેવા દેશમાં મહિલાઓના મૃત્યુનું સૌથી મોટું કારણ હૃદય રોગ જ છે.

સ્ત્રીઓમાં હ્રદયરોગના લક્ષણો પુરુષો કરતાં અલગ હોય છે અને તેમને શોધવા થોડા મુશ્કેલ હોય છે. એટલા માટે એ જાણવાની જરૂર છે કે મહિલાઓની કઈ ભૂલોના કારણે તેમને આ સમસ્યા થઈ શકે છે.

1. તણાવને હળવાશથી ન લો : મહિલાઓના જીવનમાં તણાવ હોવો સામાન્ય છે અને ઘણા સંશોધનો દર્શાવે છે કે તણાવપૂર્ણ ઘટનાઓ પણ સ્ત્રીઓમાં હૃદય રોગનું જોખમ વધારે છે. સ્ટ્રેસને કારણે હાઈ બ્લડ પ્રેશર, ખરાબ ખાણીપીણી, દારૂ-સિગારેટ વગેરેનું સેવન શરૂ થઈ જાય છે અને આ બધી આદતો હૃદયને નુકસાન કરનારી છે.

2. ગર્ભનિરોધક ગોળીઓ લેવી અને ધૂમ્રપાન કરવું : ધૂમ્રપાન અથવા કોઈપણ પ્રકારનો ધુમાડો હૃદય માટે ખતરનાક છે, પરંતુ જ્યારે તમે નિયમિત ધૂમ્રપાન કરો છો અને તેની સાથે ગર્ભનિરોધક ગોળીઓ લો છો, ત્યારે હાર્ટ એટેકથી લઈને સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. જો તે 35 વર્ષથી ઉપરની મહિલા છે તો તેણે આવું ક્યારેય ન કરવું જોઈએ. ઘણા કિસ્સાઓમાં, ગર્ભનિરોધક ગોળીઓ હૃદય રોગનું જોખમ 80% સુધી વધારી દે છે.

3. સ્ત્રીઓના લક્ષણોને ન જાણવું : સ્ત્રીઓમાં હૃદય રોગના લક્ષણો પુરુષો કરતાં અલગ હોય છે અને લગભગ 64% સ્ત્રીઓને એ પણ જાણ નથી હોતી કે તેમના શરીરમાં હૃદય રોગના કોઈ લક્ષણો દેખાઈ રહ્યા છે કે નહીં. મોટાભાગની સ્ત્રીઓ જેમને હાર્ટ એટેક આવે છે તેઓ છાતીમાં દુખાવો અનુભવતા નથી, પરંતુ તેના બદલે ભારે થાક, વધુ પડતો પરસેવો, શ્વાસ લેવામાં તકલીફ અને ગરદન અને ખભામાં દુખાવો અનુભવે છે.

જો કે, ઘણી વખત આ લક્ષણો જીવલેણ નથી હોતા, પરંતુ એવું પણ થઈ શકે છે કે આવા લક્ષણોને લાંબા સમય સુધી દેખાય છે તો તેની અવગણના કરવાથી આ સમસ્યા વધી શકે છે. તેથી લાંબા સમયથી આવા લક્ષણો દેખાય છે તો સમયસર ડોક્ટરની સલાહ લો.

4. કસરતનો અભાવ : હૃદયને સ્વસ્થ રાખવા માટે યોગ્ય સમયે કસરત કરવી જરૂરી છે. ઘણી સ્ત્રીઓ વર્કઆઉટની બાબતમાં થોડી આળસુ હોય છે અને તેનાથી હૃદયની બીમારી થઈ શકે છે. જો તમને લાગતું હોય કે કસરત જરૂરી નથી તો ફરીથી શાંતિથી વિચારો..

શું તમે તમારા શરીર માટે પૂરતી શારીરિક પ્રવૃત્તિઓ કરો છો? ઝડપી ચાલવાથી લઈને કાર્ડિયો અને સ્વિમિંગ સુધી, તમે તમારા માટે કોઈપણ પ્રકારની કસરત કરી શકો છો. જો તમારા પેટમાં વધુ પડતી ચરબી હોય તો તે પણ હૃદય રોગનું જોખમ વધારનાર છે. એટલા માટે થોડી કસરત જરૂર કરો.

5. બ્લડ પ્રેશર, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ લેવલની અવગણના કરવી : જો તમે ઈચ્છો છો કે તમારા હૃદયનું સ્વાસ્થ્ય સારું રહે, તો કોઈ પણ સંજોગોમાં આવા સંકેતોને અવગણશો નહીં. તમારું બ્લડ પ્રેશર, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલનું લેવલ તપાસો અને તે સામાન્ય રહે તે માટેનો પ્રયાસ કરો.

જો બીપી વારંવાર વધી રહ્યું છે, તો તમે તેને નિયંત્રિત કરવા માટે કુદરતી પદ્ધતિઓનો પણ ઉપયોગ કરી શકો છો. બીપીને કુદરતી પદ્ધતિઓથી નિયંત્રિત કરવું ત્યારે યોગ્ય રહેશે જ્યારે તે વધારે વધી કે ઘટી ન ગયું હોય. જો તે ખૂબ વધી ગયું છે અથવા ઘણું ઓછું થઈ ગયું છે તો તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

6. દારૂનું વધુ પડતું સેવન : આલ્કોહોલનું વધુ પડતું સેવન હૃદયરોગનું જોખમ વધારી છે. આલ્કોહોલનું વધુ પડતું સેવન હાઈ બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલનું સ્તર વધે છે અને સ્ત્રીઓમાં સ્થૂળતા તરફ દોરી શકે છે, હૃદય રોગ માટેના તમામ મહત્વપૂર્ણ જોખમી પરિબળો છે, તેથી આલ્કોહોલનું સેવન ઓછું કરો અથવા છોડી દો.

7. તમારા ડૉક્ટરને ના પૂછવું : ઘણી વખત સ્ત્રીઓ ડૉક્ટરને તેમના સ્વાસ્થ્ય વિશે વધુ પૂછતી નથી હોતી. તમારે આવું ન કરવું જોઈએ. જો તમારા ઘરમાં કોઈને હ્રદયરોગની સમસ્યા હોય અથવા તમે કોઈ અલગ લક્ષણો અનુભવી રહ્યા હોય તો તમે ડૉક્ટરને પૂછી શકો છો.

તમારું સ્વાસ્થ્ય તમારા હાથમાં છે અને તેથી તમે તમારી સંભાળ રાખો તે ખુબ જ મહત્વપૂર્ણ છે. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો બીજાને પણ જણાવો અને આવી જ વધુ માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.