થર્મલ પડદાને વોશિંગ મશીનમાં ધોવાની ભૂલ ક્યારેય કરશો નહીં, ઘરે ધોતા પહેલા એકવાર જરૂર જાણી લો

thermal curtains washing instructions
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘરની સજાવટમાં પડદા સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે. જો કે આજકાલ જ્યારે પણ આપણે ઘરની સજાવટ વાત આવે ત્યારે તેમાં થર્મલ પડદા ચોક્કસપણે હોય છે. કારણ કે તે ઘરને વધુ સુંદર બનાવે છે. આ સાથે તે આપણા ઘર અને સામાનને ધૂળથી બચાવવા અને સ્વચ્છ રાખવાનું કામ કરે છે.

આજકાલ તમને બજારમાં ઘણા રંગો, આકાર અને ડિઝાઇનના થર્મલ પડદા જોવા મળી જશે. તમે તમારી પસંદગી પ્રમાણે ખરીદી શકો છો. આજકાલ દરેક ઘરમાં રૂમની બહાર અથવા બારી પર થર્મલ કર્ટેન્સ હોય છે કારણ કે તે રૂમને ધૂળથી બચાવે છે.

જો કે આ પડદાની એક સમસ્યા એ પણ છે કે થર્મલ કર્ટેન્સ જલ્દીથી ગંદા થઈ જાય છે અને પછી તે નિસ્તેજ દેખાવા લાગે છે. તેથી તેને સમયાંતરે સાફ કરવું પણ જરૂરી છે. કારણ કે ઘર અને રૂમની બહાર ગંદા થર્મલ કર્ટેન્સ લટકાવવા યોગ્ય નથી.

સામાન્ય રીતે દરેક ઘરની મહિલાઓ માને છે કે પડદા સાફ કરવા એ ખૂબ જ અઘરું કામ છે અને તેથી મહિલાઓ તેને સાફ કરવાનું ટાળે છે. જો આ વાત સાચી નથી તો, જરા વિચારો કે તમે છેલ્લી વખત પડદાને ક્યારે સારી રીતે સાફ કર્યા હતા? એક મહિના પહેલા? કે કોઈ સમય યાદ નથી આવતો.

જો તમને પડદા સાફ કરવા માટે સમય કાઢી શકતા નથી અને આ કામ અઘરું લાગે છે તો આ લેખ વાંચો. કારણ કે આજે અમે તમને કેટલીક સરળ ટિપ્સ જણાવીશું , જેને જાણ્યા પછી તમે સરળતાથી ઘરના પડદાનેસારી રીતે સાફ રાખી શકો છો. પરંતુ તે પહેલા જાણી લો કે થર્મલ કર્ટેન્સ કોને કહેવાય.

કેવા હોય છે થર્મલ પડદા? થર્મલ પડદા સામાન્ય પડદા કરતાં થોડા ભારે હોય છે અને સારા ફેબ્રિકથી બનેલા હોય છે, જે રૂમનું વાતાવરણ જાળવી રાખે છે. આને લગાવવાથી તમારું ઘર સુંદર દેખાય જ છે અને ઘરની અંદર કોઈપણ પ્રકારની ધૂળ અને માટી પણ આવતી નથી. જો કે આ પડદા બાકીના પડદા કરતા થોડા મોંઘા મળે છે.

શું શું જોઈએ ? થર્મલ પડદા સાફ કરવા માટે ત્રણ સામગ્રીની જરૂર પડી શકે છે. એક વેક્યૂમ ક્લીનર, બગીચાની નળી અને હળવો ડીશ સાબુ. મોટાભાગના લોકો તેમના પડદા મુજબ સફાઈ પદ્ધતિના આધારે ખાવાનો સોડા, સ્ક્રબ બ્રશ અને કપડાનો ઉપયોગ કરે છે. આ વસ્તુઓથી તમે થર્મલ પડદાને સહેલાઈથી સાફ કરી શકો છો.

થર્મલ કર્ટેન્સ સાફ કરવા માટેના સરળ પગલાંમાં પહેલું સ્ટેપ : થર્મલ કર્ટેન્સને સાફ કરવા માટે તેને વેક્યૂમ કરવાનું છે. આનાથી પડદા પરની ઢીલી ગંદકી સરળતાથી સાફ થઈ જશે. વેક્યૂમ ક્લીનરનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે જયારે તમે પછીથી સ્ક્રબ કરશો ત્યારે કોઈ સમસ્યા નહીં થાય.

બીજું સ્ટેપ : પડદાને વેક્યુમ સાફ કર્યા પછી બીજું સ્ટેપ તેને ધોવાનું છે. તમે ગરમ પાણી સાથે ડીશ ડિટર્જન્ટ લઈ શકો છો. જો તમે ઇચ્છો તો, તમે પડદા સાફ કરવાવાળા ક્લીનરનો ઉપયોગ કરી શકો છો. તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરીને પણ પડદા પરના ડાઘને સરળતાથી સાફ કરી શકો છો . આ સિવાય બજારમાં થર્મલ કર્ટેન્સ સાફ કરવા માટે ક્લીનર મળે છે તમે તેનો પણ ઉપયોગ કરી સાફ કરી શકો છો.

ત્રીજું સ્ટેપ : તમે પણ નથી ઇચ્છતા હોય કે નાની ભૂલના કારણે થર્મલ કર્ટેન્સને નુકસાન થાય. તેથી તેને ધોતા પહેલા પડદાના એક ખૂણા પર ક્લીનર અને બ્રશનો ઉપયોગ કરીને જુઓ કે તે પડદાને કોઈ નુકસાન પહોંચાડે છે કે કેમ. જો નુકસાન થતું લાગતું નથી તો તે ક્લીનરથી પડદા સાફ કરી શકો છો.

ચોથું સ્ટેપ : સ્ટેપ 3 મુજબ ક્લીનરનું પરીક્ષણ કર્યા પછી, તમારે હવે પડદા પરના ડાઘને સાફ કરવાની જરૂર છે. ડાઘ દૂર કરવા માટે તમે સ્પોન્જ અથવા બ્રશનો ઉપયોગ કરી શકો છો. પછી ક્લીંઝરથી હળવા હાથે ઘસો અને એક મિનિટ માટે આ રીતે રહેવા દો.

પાંચમું સ્ટેપ : છેલ્લે તમે ડોલ અથવા પાઇપથી પડદા સાફ કરો. સફાઈ કર્યા પછી તેને સૂકવવા દો. આ માટે તમે તેને જમીન પર અથવા કપડા ફેલાવવાની જગ્યા હોય ત્યાં રાખી શકો છો. જ્યારે તે એક બાજુથી સુકાઈ જાય પછી તેને ફેરવી લો અને બીજી બાજુથી પણ સૂકવી શકો છો.

બીજી ટિપ્સ : આજકાલ પડદાને સાફ કરવા અથવા ધોવા માટે ઘણા પ્રકારનાં વોશિંગ પ્રોડક્ટ બજારમાં મળે છે. તમે તેમનો ઉપયોગ કરી શકો છો. જો પડદા પર ડાઘ લાગેલા હોય તો તેને હાથથી ધોઈ લો. કારણ કે પછીથી તેને દૂર કરવામાં મુશ્કેલી આવી શકે છે.

વોશિંગ મશીનમાં થર્મલ કર્ટેન્સ ધોવાની ભૂલ ક્યારેય કરશો નહીં. હંમેશા ઠંડા પાણીનો ઉપયોગ કરો અને બ્રશનો ઉપયોગ પણ હળવો જ કરો. થર્મલ કર્ટેન્સ સાફ કરવા માટે તમે ઉપર જણાવેલી ટીપ્સને અનુસરી શકો છો. જો તમને આર્ટિકલ ગમ્યો હોય તો જરૂરી લોકોને પણ જણાવો, જો તમને આવી જ બીજી જાણકરી ગમતી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.