સ્વાદિષ્ટ અને પરફેક્ટ થાબડી પેંડા બનાવવાની રીત

શું તમે પણ ઘરે થાબડી પેડા બનાવવા માંગો છો? જો હા, તો તમારે આ રેસિપી અંત સુધી જરૂર વાંચવી જોઈએ. આજે અમે તમને થાબડી પેડા બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ રેસીપી જણાવીશું, જેથી તમે કોઈપણ ભૂલ વગર તમારા ઘરે બનાવી શકશો.

સામગ્રી

  • પાણી – 2 ચમચી
  • દૂધ – 1 લીટર (1000 મિલી)
  • ખાંડ – 1 કપ/230 ગ્રામ
  • ફટકડી પાવડર – 1/2 ચમચી
  • એલચી પાવડર – 1 ચમચી

થાબડી પેંડા બનાવવાની રીત

  • બેસ્ટ થાબડી પેડા બનાવવા માટે ભારે તળિયાવાળી કઢાઈ ગેસ પર મૂકો અને તેમાં 2 ચમચી પાણી ઉમેરો.
  • 1 લિટર દૂધ ઉમેરો અને દૂધને મધ્યમથી ઊંચી આંચ પર ઉકાળો.
  • ઉકળ્યા પછી, તેમાં 1/2 કપ ખાંડ ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને 2 મિનિટ માટે ઉકાળો.
  • એક બાઉલમાં 1/2 ચમચી ફટકડી ઉમેરો તેને સારી રીતે ક્રશ કરીને જીણો પાવડર બનાવો.
  • 2 મિનિટ પછી, ગેસની આંચ ધીમી કરો, 1/2 ચમચી ફટકડી પાવડર ઉમેરો અને સતત હલાવતા રહો.
  • દૂધ ફાટી ગયા પછી, જ્યાં સુધી દૂધની માત્રા તેના મૂળ જથ્થાના અડધી ઘટી ન જાય ત્યાં સુધી તેજ આંચ પર રાંધો. હવે દૂધ દાણાદાર જેવું થઇ જશે. પાણી બધું ના સુકાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો.
  • ગેસ પર બીજી એક તપેલી મૂકો, તેમાં 1/2 કપ ખાંડ ઉમેરો અને તેને ધીમી આંચ પર ઓગાળો (મિશ્રણને હલાવો નહીં).

આ પણ વાંચો: 1 કપ ઘઉંના લોટમાંથી માત્ર 10 મિનિટમાં બનાવો હલવાઈ જેવા પેંડા

  • ખાંડ ઓગળી જાય પછી ગેસ બંધ કરી દો. ખાંડ ઓગળાઇ જાય એટલે જ તરત જ બંધ કરી દો.
  • ઓગળેલી ખાંડને કઢાઈમાં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. મીડીયમ ગેસ કરીને સતત હલાવતા રહો.
  • હવે ફ્લેવર માટે, 1/4 ચમચી એલચી પાવડર ઉમેરો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી પકાવો.
  • મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને કઢાઈમાંથી અલગ થવા લાગે પછી ગેસ બંધ કરો અને હલાવતા રહો.
  • હવે પેડાના મિશ્રણને ગ્રીસ કરેલી ટ્રેમાં રેડો, તેને સારી રીતે ફેલાવો અને તેને થોડું ઠંડુ થવા દો.
  • મિશ્રણનો એક નાનો ભાગ લો અને એક નાનો પેડા તૈયાર કરો.
  • બાકીના મિશ્રણમાંથી પેડા તૈયાર કરો અને સમારેલા પિસ્તાથી ગાર્નિશ કરો.
  • હવે તમારા સૌથી સ્વાદિષ્ટ અને પરફેક્ટ થાબડી પેડા તૈયાર થઇ ગયા છે.

જો તમને અમારી થાબડી પેડા બનાવવાની રીત પસંદ આવી હોય તો શેર કરજો. આવી અવનવી વાનગી જાણવા માટે રસોઈનીદુનિયા ફેસબુક પેજને ફોલો કરો.