પરોઠા સાથે એકદમ ટેસ્ટી ટામેટા મુઠિયાં નુ શાક બનાવવાની રીત

0
437
tameta muthiya nu shaak

તમે મૂઠિયા તો બનાવી ને ખાધા હસે અને ટામેટાનું એકદમ સ્વાદિષ્ટ તમતમતું શાક પણ તમે ખાધું હસે, પણ આજે અમે રસોઈ ની દુનિયા માં તમને મૂઠિયા અને ટામેટા નું શાક બન્નેને મિક્સ કરી ને એકદમ સ્વાદિષ્ટ, જોતાજ ખાવાની ઈચ્છા થાય એવુ ટામેટા મુઠિયાં નું શાક રેસિપી લઈને આવ્યા છીએ તો રેસિપી એકવાર જોઇ, ગમે તો તમારાં મિત્રો સાથે શેર કરવાનુ ભુલતા નહીં.

જરૂરી સામગ્રી

મેથી ના મૂઠિયા માટે સામગ્રી

 • સવા કપ મેથીના પાન
 • ૧/૪ કપ કોથમીર
 • ૧/૪ કપ કરકરો ઘઉંનો લોટ/ ભાખરી નો લોટ
 • ૧/૪ કપ ચણાનો લોટ
 • અડધી ચમચી આદુની પેસ્ટ
 • ૧ ટીસ્પૂન મરચાની પેસ્ટ
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • જરુર પ્રમાણે હળદર પાવડર
 • અડધી ચમચી લાલ મરચું
 • ૧ ચમચી ખાંડ
 • બેકિંગ/ ખાવાનો સોડા
 • ૧ ચમચી લીંબુનો રસ
 • ૨ મોટી ચમચી તેલ
 • તળવા માટે તેલ

શાક ની ગ્રેવી માટે

 • ૪ મોટી ચમચી તેલ
 • ૧ ચમચી જીરું
 • અડધી ચમચી હિંગ
 • અડધી ચમચી આદુની પેસ્ટ
 • ૨ સમારેલા લીલા મરચા ના ટૂકડા
 • ૧ ચમચી કોથમીર પાવડર
 • અડધી ચમચી હળદર
 • ૨ ચમચી લાલ મરચું પાવડર
 • ૧ ટીસ્પૂન જીરું
 • ૨ મોટા ટામેટાં ના ટુકડા
 • અડધો કપ ટમેટા પ્યુરી(ટામેટા ને મિક્સર માં ગ્રાઇન્ડ કરવા)
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • ૨ ચમચી દહીં
 • તૈયાર કરેલા મૂઠિયા
 • અડધી ચમચી ગરમ મસાલો
 • અડધી ચમચી કેસુરી મેથી
 • ૧ ટીસ્પૂન જેટલો ગોળ/ ખાંડ
 • કોથમીર

tameta muthiya shaak

મેથી ના મૂઠિયા બનાવવાની રીત

 1. એક મિક્સિંગ બાઉલમાં કાપેલી મેથીનાં પાન અને મીઠું નાંખો. મિક્સિંગ બાઉલ ને ૧૦ મિનિટ માટે ઢાંકીને મુકી રાખો.
 2. ૧૦ મિનિટ પછી, મેથીના પાનને હાથમા લઇને, તેમાંથી  બધુ પાણી કાઢી લો.
 3. હવે મેથીના પાનને મિક્સિંગ બાઉલમાં લઈ, તેમાં કોથમીર, ચણાનો લોટ, ઘઉં નો કરકરો લોટ, મીઠું, ખાંડ, હળદર, મરચાના પાઉડર સાથે આદુની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ, બેકિંગ સોડા/ ખાવા ના સોડા, લીંબુનો રસ અને તેલ નાખો. બધું સારી મિક્સ કરી લો.
 4. હવે કણક બનાવવા માટે થોડુ પાણી ઉમેરીને કણક બનાવવાનું શરૂ કરો.
 5. કણક બાંધી લીધા પછી   તમારા હાથને થોડું તેલ વડે ગ્રીસ કરો અને નાના નાના મૂઠિયા બનાવવા નું શરુ કરો. બધાં મૂઠિયા બનાવી લો.
 6. મૂઠિયા તળવા માટે તેલ ને ગરમ કરવા મૂકો.
 7. હવે તેલ ગરમ થાય પછી બધાં મૂઠિયા ને તળી લો.

ટમેટા મૂઠિયા ના શાક ની ગ્રેવી બનાવવા માટે

 1. મધ્યમ તાપ પર તેલ ને ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં જીરું, ચપટી હિંગ, આદુની પેસ્ટ અને સમારેલી લીલા મરચા નાખો. હવે બરાબર એક મિનિટ માટે સાંતળો.
 2. એક બાઉલમાં થોડું પાણી લો, તેમાં હળદર પાવડર, જીરું પાવડર, ધાણા પાવડર અને લાલ મરચાનો પાઉડર નાખો. બધું સારી રીતે મિકસ કરી લો.
 3. તેલમાં મસાલાની પેસ્ટ નાખી ને એક મિનિટ માટે સાંતળો.
 4. ટામેટાં ના નાના નાના ટૂકડા, ટામેટાં પ્યુરી અને મીઠું નાખો. બધું સારી રીતે ભેળવી દો.
 5. હવે કડાઈ ૫-૭ મિનીટ માટે ઢાંકીને મુકી દો. ટામેટા નરમ, અને તેલ ગ્રવી માંથી અલગ ન થાય ત્યાં સુધી ગ્રેવીને પકાવો.
 6. હવે ૨ મોટી ચમચી દહીં ને ગ્રેવિ માં એડ કરી હલાવી દો.
 7. હવે તેમા પાણી નાખી તેમાં તળેલા મૂઠિયા ઉમેરી બરાબર મિક્ષ કરી લો.
 8. ૪-૫ મિનિટ માટે મૂઠિયા ને પકાવો, જેથી તે ગ્રેવી માં સારી રીતે ભળી જાય.
 9. હવે ઢાંકણ ખોલીને તેમાં  ગરમ મસાલા, કેસુરી મેથી અને ગોળ નાખો. સારી રીતે ભેળવી દો
 10. છેલ્લે, થોડાક કોથમીરના પાંદડા છંટકાવ કરી અને પરાઠા સાથે ટામેટા મુઠિયાં નુ શાક પીરસો.

નોંધ લેવી

 • મેથીની કડવાશ દૂર કરવા માટે, મેથીના પાનમાં મીઠું નાખીને ૧૦ મિનિટ માટે બાજૂ માં મૂકી રાખો.
 • મસાલાની પેસ્ટ ખુબજ સરસ સ્વાદ આપે છે.
 • ટમેટા નરમ થાય ત્યાં સુધી ગ્રેવી ને ઢાંકી ને પકાવા દો અને તેલને છૂટું પડવા દો.
 • દહીં ગ્રેવીને ક્રીમી ટેક્સચર આપે છે.
 •  મૂથિયા ને ગ્રેવી થી પકાવો કે જેથી તે ગ્રેવી થી બધા સ્વાદ ને શોષી લે.