અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમારી સાથે એકદમ નવી રીતે બજાર જેવી ટોમેટો દાળ રેસિપી ઘરે કેવી રીતે બનાવી શકાય તે વિશે જણાવીશું, જો રેસિપી સારી લાગે તો લાઇક અને શેર કરવાનુ ભુલતા નહીં.

સામગ્રી

  • ૪ મોટા ટમેટા
  • ૧/૨ કપ મગની ફોતરાવાળી દાળ
  • ૧/૨ કપ તુવેરની દાળ
  • ૧/૪ કપ ચણાની દાળ
  • ૧/૨ ઇંચ લીલી હળદરનો ટુકડો
  • ૧ લીલું તીખું મરચું
  • ૧ ઝીણી સમારેલ ડુંગળી
  • ૧ ચમચી લસણની પેસ્ટ
  • ૧/૨ ચમચી આદુ પેસ્ટ
  • ૧ ચમચી તેલ
  • ૨ ચમચી ઘી
  • ૧ તમાલપત્ર
  • ૧/૨ ચમચી રાઈ
  • ૧/૨ ચમચી જીરું
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧ ચમચી ધાણાજીરું
  • ચપટી હિંગ
  • કોથમીર

બનાવવાની રીત

  1. સૌ પ્રથમ ત્રણેય દાળને ધોઈ, ૪-૫ કલાક પલાળી લેવી. હવે એક કુકરમાં દાળ, ટમેટા, હળદર, મરચું અને ૨ મોટા ગ્લાસ પાણી નાખી ૩-૪ સીટી કરી લેવી.
  2. કુકર ઠંડુ થઇ એટલે તેમાં બ્લેન્ડર ફેરવી દેવું, જરૂર લાગે તો પાણી નાખવું.
  3. પછી એક વાસણમાં તેલ-ઘી લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, તમાલપત્રનો વઘાર કરી તેમાં લસણ, આદુની પેસ્ટ નાખી ડુંગળી ઉમેરવી, ડુંગળી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળવી.
  4. પછી બાફેલી દાળ રેડી દેવી. ધાણાજીરું, મીઠું નાખી બરાબર મિક્ષ કરી લેવી.
  5. ઉપરથી કોથમીર ભભરાવી ગાર્નીશ કરવું. તો તૈયાર છે ગરમ ગરમ ટોમેટો દાળ.

નોંધ લેવી

  1. જેવી ઘાટી પાતળી કરવી હોય તે પ્રમાણે પાણી ઉમેરવું.
  2. જો પાણી ઉમેરવાનું થાય તો ગરમ પાણી ઉમેરવું.
  3. બીજી કોઈ પણ દાળ ઉમેરી શકાય.
  4. માત્ર એક દાળ પણ લઇ શકાય.
  5. લીલી હળદર ન હોય તો મસાલાની હળદર લેવી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા