દરોજ ઘરની બહાર જવાના કારણે મહિલાઓના ચહેરા પર ધૂળ, પ્રદુષણ અને માટી જમા થાય છે અને ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. આ સાથે બીજી પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે જેમ કે બ્લેકહેડ્સ, કાળા પડવાની સમસ્યા વગેરે વગેરે. એટલા માટે મહિલાઓ બજારમાં મળતી ઘણા પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે.
પરંતુ ફેસ વોશનો ઉપયોગ કરીને ચહેરાને સાફ કરવાથી જ કામ પતી જતું નથી કારણ કે ચહેરાને સાફ કરવા સિવાય પણ તેના રંગમાં સુધારો કરવો પણ ખૂબ જ જરૂરી છે. એટલા માટે એ મહત્વનું છે કે તમે ફેસ વોશ, ક્રીમ વગેરેનો ઉપયોગ કરવાની સાથે ફેશિયલ અથવા ક્લિન-અપ પણ કરાવો.
કારણ કે આનાથી તમારા ચહેરાનો રંગ નિખરશે, સાથે સાથે બ્લેકહેડ્સ, કાળાપણું જેવી સમસ્યાઓથી પણ છુટકારો મળી જશે. એટલા માટે વધારે સારું એ રહેશે કે તમે નિયમિત સમયાંતરે સ્ટીમ ફેશિયલ કરાવો. પરંતુ ફેસિયલ માટે સલૂનમાં ગયાને ઘણો સમય થઈ ગયો છે અને તમારી ત્વચા નિસ્તેજ અને નિર્જલીકૃત થવા લાગી છે, તો તમે પાર્લર ગયા વગર ઘરે જ સ્ટીમ ફેશિયલ કરી શકો છો.
આ માટે તમારે ચહેરાને સ્ટીમ કરવા માટે મોટા સ્ટીમ મશીન હોવું જ જોઈએ એવું નથી, મશીન વગર પણ કરી શકાય છે. કારણ કે એવી ઘણી સરળ રીતો છે કે જેનાથી તમે કોઈપણ ફેન્સી સાધનો અથવા મશીનો વગર ઘરે તમારા ચહેરાને સ્ટીમ કરી શકો છો. ચાલો જાણીયે કેવી રીતે.
ટુવાલ ગરમ કરીને સ્ટીમ લો : જો તમારી પાસે સ્ટીમ મશીન નથી તો તમે ગરમ ટુવાલથી ઘરે ફેસ સ્ટીમ લઈ શકો છો. આ માટે એક ટુવાલને ગરમ પાણીમાં પલાળીને નિચોવી લો. પરંતુ ચેક કરી લો કે પાણી ટપકતું ના હોવું જોઈએ. પછી, તપાસો કે ટુવાલ બરાબર ગરમ છે કે કેમ, જેથી તે તમારા ચહેરાને સારી રીતે વરાળ આપી શકે.
આ પછી, તમારા ચહેરા પર ટુવાલ લપેટો અને ટુવાલ ગરમ છે ત્યાં સુધી લપેટીને રહેવા દો. જ્યારે તે ઠંડુ થાય છે ત્યારે તમે તેને ફરીથી ગરમ પાણીમાં બોળીને ટુવાલનો ઉપયોગ કરી શકો છો. આ માટે ખૂબ મોટા ટુવાલનો ઉપયોગ કરવાની જરૂર નથી, નાના ટુવાલનો ઉપયોગ કરવામાં સરળતા રહેશે.
ગરમ પાણીથી સ્નાન કરો : તમે ગરમ પાણીથી સ્નાન કરીને પણ ચહેરાને સ્ટીમ કરી શકો છો. આ માટે માત્ર એકથી બે મિનિટ માટે ગરમમાં સ્નાન કરો અને પછી તમારા ચહેરાને વરાળની એકદમ નજીક રાખો. પરંતુ આ ત્યાં સુધી જ કરી શકાય જ્યાં સુધી પાણી ગરમ હોય. આમાં તમારે વધારે મહેનત કરવાની પણ કોઈ જરૂર નહીં પડે.
ગરમ પાણીના બાઉલનો ઉપયોગ કરો : ચહેરાને સ્ટીમ કરવાની આ સૌથી સરળ અને અસરકારક રીત છે. તમે તમારા ચહેરાને ગરમ પાણીના બાઉલથી પણ સ્ટીમ કરી શકો છો કારણ કે તે ખૂબ જ સરળ છે. પરંતુ આ કરતી વખતે તમારે કાળજી પણ ખુબ લેવી જોઈએ. આ માટે, તમે એક મોટા બાઉલમાં, ગરમ અને ઉકળતું પાણી ઉમેરો.
પછી આ બાઉલને એક ટેબલ પર મૂકો અને તેના પર તમારો ચહેરો નમાવો. પછી તમારા માથા પર ટુવાલ મૂકો અને બાઉલને અને તમારા ચહેરાને કાળજીપૂર્વક ઢાંકી દો જેથી કરીને વરાળ તમારા ચહેરાને સીધી રીતે આવે. જ્યાં સુધી પાણી ગરમ છે ત્યાં સુધી થોડી મિનિટો માટે કરી શકાય છે.
તમારા ચહેરાને ભાપ આપવાના ફાયદા : ત્વચા સાફ કરે છે, સમયની સાથે ધૂળ અને ગંદકી આપણા ચહેરા પર જમા થવા લાગે છે અને આપણી ત્વચાના છિદ્રોમાં ફસાઈ જાય છે. આ રીતે સ્ટીમ લેવાથી તમારા છિદ્રો ખુલે છે અને તમને બ્લેકહેડ્સ, કાળાપણું અને ખીલથી છુટકારો મેળવવામાં મદદ મળશે.
વરાળ લેવી સસ્તી રીત : જો તમે પૈસા ખર્ચવા માંગતા નથી તો સ્ટીમિંગથી તમારી ત્વચાને એક્સ્ફોલિયેટ કરવાની આ સૌથી સરળ રીત છે. આ માટે માટે તમારે કોઈપણ ફેન્સી પ્રોડક્ટ્સ અથવા મશીન ખરીદવાની પણ કોઈ જરૂર નથી. તમારે ઘરમાં રહેલ થોડી વસ્તુઓની જરૂર પડશે. સ્ટીમિંગ પછી તમારી ત્વચા સુંદર લાગે છે.
વરાળ ત્વચાને આરામ આપે છે : તમે થોડી વાર સ્ટીમ લો છો તો તમારા ચહેરાને આરામ મળે છે. ઉપરાંત, ગરમ વરાળ તમારી ત્વચાને આરામ આપવાનું કામ કરે છે અને તમે વરાળમાં શાંત અનુભવો છો. તમે ત્વચા વધારે આરામદાયક લાગે તે માટે ઓઈલના થોડા ટીપા પણ ગરમ પાણીમાં ઉમેરી શકો છો.
સ્ટીમ ત્વચાને હાઇડ્રેટ કરે છે : હવામાનમાં ફેરફારને કારણે ત્વચા ખૂબ ડીહાઇડ્રેટેડ લાગે છે. તેથી તમે તમારા ચહેરાને હાઇડ્રેટેડ રાખવા માટે સ્ટીમ ટ્રીટમેન્ટ લઇ શકો છો. કારણ કે સ્ટીમ તમારી ત્વચાને હાઇડ્રેટ કરી શકે છે. આ ઉપાય તમારી ત્વચામાં તેલનું ઉત્પાદન વધારવામાં મદદ કરે છે, જે તમારા ચહેરાને દિવસભર હાઇડ્રેટેડ અને મોઇશ્ચરાઇઝ્ડ રાખે છે.
વરાળ ત્વચામાં રક્ત પરિભ્રમણ સુધારે છે : જ્યારે તમે ચહેરાને સ્ટીમ કરો છો ત્યારે ત્વચામાં લોહીના પ્રવાહને પ્રોત્સાહન મળે છે, જે તમારી ત્વચાને કુદરતી રીતે પોષણ આપવાનું કામ કરે છે. તમારા ચહેરાને સ્ટીમ લીધા પછી તમારા ચહેરાને એક સુંદર, કુદરતી ચમક મળે છે.
સ્ટીમ લેતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો : સ્ટીમ લીધા પછી ચહેરા પર કોઈપણ કુદરતી ફેસ પેક અથવા મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો. જો તમારી ત્વચા પર કોઈ ચાંદા છે અથવા ઘા હોય અને બળતરા અનુભવાતી હોય તો સ્ટીમ ના લો.
જો તમને કોઈ રોગ છે અથવા તમારી ત્વચાની કોઈ સારવાર ચાલી રહી છે તો પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લો અને પછી જ સ્ટીમ ટ્રીટમેન્ટ લો. સ્ટીમ લેતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમારો ચહેરો સંપૂર્ણ રીતે સાફ થાય, કારણ કે જો તમારો ચહેરો સાફ નહીં થાય તો તમારે બીજી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
જો તમારી ત્વચા પર બ્લેકહેડ્સ છે તો સ્ટીમ લીધા પછી તેને સરળતાથી દૂર કરી શકો છો. આ રીતે, તમે મશીન વગર જ ઘરે સ્ટીમ લઈ શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.