સ્ટેઇનલેસ સ્ટીલમાં ક્યારેય ના બનાવવી જોઈએ આ વસ્તુઓ, નુકસાનકારક સાબિત થઇ શકે છે

stainless steel cooking tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા ઘરમાં આપણે રસોઈ બનાવતી વખતે એક કે બે જ કઢાઈનો ઉપયોગ કરીએ છીએ જેમાં આપણે બધી જ વાનગીનો રાંધવામાં આવે છે. પરંતુ આપણે ક્યારેય વિચાર નથી કર્યો કે કયા પ્રકારના વાસણમાં કેવા પ્રકારનો ખોરાક રાંધવો જોઈએ.

એક તરફ જોઈએ તો આપણે આપણી સગવડને હંમેશા ધ્યાનમાં રાખીએ છીએ પરંતુ તેના કારણે ઘણી વખત આપણને આપણા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા પડે છે. એવી ઘણી વાનગી અથવા ખોરાક છે જેને લોખંડ, એલ્યુમિનિયમના વાસણોમાં ના બનાવવું જોઈએ, પરંતુ સ્ટીલના વાસણોમાં શું?

એ પણ છે કે જો તમે કોઈ ધાતુના વાસણમાં રસોઇ કરી રહ્યાં હોય તો તેને રિએક્ટ થવાની સંભાવના ઘણી વધારે છે, પરંતુ સ્ટીલના વાસણોમાં રસોઈ બનાવવું એકદમ સલામત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કઈ એવી વસ્તુઓ છે જે સ્ટીલના વાસણોમાં ના રાંધવી જોઈએ.

આ માત્ર ધાતુની રિએક્ટ થવાના કારણે નથી, પરંતુ તેનું કારણ છે કે જો તમે આ વસ્તુઓને સ્ટીલના વાસણોમાં રાંધશો તો આ વાસણો પણ ખરાબ થઇ જશે. તો ચાલો આજે તમને જણાવીએ આવી જ કેટલીક વાનગીઓ વિશે.

1. વધારે એસિડિક ખોરાક : ટામેટાનું શાક બનાવતી વખતે તમે કયા વાસણનો ઉપયોગ કરો છો..? કોઈપણ મેટલ એસિડિક ખોરાક સાથે રિએક્ટ કરે છે અને જો તમે તેને બનાવી પણ લો છો તેને સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં લાંબા સમય સુધી ના રાખો અને જો તમે રસોઈ બનાવી પણ લો છો તો તમારે તેને કોઈ બીજા વાસણમાં કાઢી લો.

2. માઇક્રોવેવ કરાવાળા ખોરાક : સ્ટેનલેસ સ્ટીલને ક્યારેય પણ માઈક્રોવેવમાં ના નાખવું જોઈએ અને જો તમે કોઈ પણ વસ્તુ રાંધવા જઈ રહયા છો જેના માટે માઈક્રોવેવની જરૂર હોય તો તેને સ્ટીલના વાસણોમાં ક્યારેય રાંધશો નહીં.

ઘણી વખત આપણે ઉતાવરમાં સ્ટીલના વાસણોને માઇક્રોવેવમાં મૂકી દઈએ છીએ અને આ ભૂલ મોટાભાગના લોકો કરતા જ હોય છે. ફક્ત 30 સેકન્ડ પણ ખૂબ નુકસાનકારક સાબિત થાય છે કારણ કે આ ખોરાકને તો બગાડી પણ શકે છે અને તે તમારી સલામતી માટે પણ સારું નથી.

3. પાસ્તા અથવા કોઈપણ વાનગી જેમાં પાણીમાં મીઠું હોય : જ્યારે પણ આપણે પાસ્તા જેવી વાનગી બનાવો છો તો ત્યારે પાણીમાં મીઠું નાખીને થોડી વાર રાખવામાં આવે છે. આ તમારે સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં આવું ન કરવું જોઈએ. આનું કારણ એ છે કે આમાંથી મોટા ભાગનું મીઠું વાસણના તળિયે પડે છે.

તેનાથી આ સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં મીઠું અને ખારા પાણીના નિશાન છોડી દે છે. આવું ઠંડા પાણીમાં વધારે થાય છે અને જો તમે હૂંફાળું અથવા ગરમ પાણી વાપરતા હોય તો તે સારું હોઈ શકે છે, પરંતુ થોડી સાવચેતી રાખવામાં શું નુકસાન છે?

4. એવી કોઈપણ વસ્તુ જેમાં તેલ ઓછું હોય : સ્ટેનલેસ સ્ટીલ એ ખૂબ જ સારી ધાતુ છે અને તેમાં મોટાભાગની વસ્તુઓ બનાવી પણ શકાય છે, પરંતુ તમારે એ પણ ધ્યાનમાં લેવું પડશે કે જો તેમાં તેલ બરાબર ઓછું છે અથવા તમે કુકિંગ સ્પ્રેનો ઉપયોગ કર્યો છે તો હૈ તાપમાનને કારણે ખોરાક ચોંટી શકે છે.

આ શાકભાજીને ફ્રાય કરવા માટે તે સારું છે પરંતુ જો તમે ઓછા તેલમાં આખું ભોજન રાંધવાનું વિચારી રહ્યાં હોય તો તમારે ઘણી પ્રેક્ટિસની જરૂર પડશે, તેમ છતાં સ્ટીલના વાસણમાં ખોરાક બળી જશે.

5. માંસાહારી જેને રાંધવામાં લાંબા સમય લાગે છે : તમે લોખંડની કઢાઈમાં કલાકો સુધી કંઈપણ રાંધી શકો છો પરંતુ સ્ટીલમાં આ શક્ય છે? આનો જવાબ છે ના. સ્ટીલના વાસણોમાં તેનું તળિયું ખુબ જ પાતળું હોય છે અને આ રીતે વાસણ તો બગડે જ છે પરંતુ તમારો ખોરાક પણ બળી જવાનો ડર રહે છે.

એવું માનવામાં આવે છે કે વધારે ગરમ થવાને કારણે તેમાં હાજર ટ્રાઇગ્લિસરાઇડ્સ તૂટી જાય છે અને આ રીતે તે મુક્ત ફેટી એસિડ્સ બની જાય છે. તેઓ પાણીમાં પણ ઓગળતા નથી અને ન તો પચવામાં સરળ હોય છે અને તે શરીર માટે ખરાબ હોય છે. તો હવે તમે સમજી જ ગયા હશો કે આવી વસ્તુઓને સ્ટીલના વાસણોથી દૂર રાખવી જોઈએ.

એ પણ ધ્યાન આપો કે તમારે સ્ટીલમાં એવી કોઈપણ વાનગી રાંધવાનું ટાળવું જોઈએ જેમાં પહેલા તેલને લાંબા સમય સુધી ગરમ કરવું પડે. અહીં પણ સ્મોક પોઈન્ટની સ્થિતિ રહેશે અને તપેલી ખૂબ જ ગરમ થઈ જશે. આ કાસ્ટ આયર્ન અથવા એલ્યુમિનિયમમાં કરી શકાય છે, પરંતુ સ્ટીલમાં નહીં.

6. કોઈપણ વસ્તુ જેમાં રસોઈ સ્પ્રેનો ઉપયોગ કર્યો છે : તમારે ધ્યાન રાખવું પડશે કે રસોઈ સ્પ્રેનો ઉપયોગ કરતી કોઈપણ વસ્તુ તે સ્ટેનલેસ સ્ટીલના વાસણો માટે નથી. રસોઈ સ્પ્રે સારો લાગે છે અને ઓછા તેલનો ઉપયોગ કરવા માટે ઉપયોગ થાય છે, પરંતુ તેમાં તેલ સાથે કેમિકલ્સ હોય છે જે સ્ટીલના વાસણોના તળિયે ચોંટી જાય છે અને તે પછી તેમને વાસણમાંથી દૂર કરવું મુશ્કેલ કામ છે.

તેથી તમે પણ તમારા ઘરમાં અલગ અલગ ધાતુની કઢાઈ રાખો જેથી તમે જે બનાવવા માંગો છો તેના માટે એક જ વસ્તુનો ઉપયોગ કરી શકાય. જો તમને લાગે કે આ જાણકરી તમારા માટે ઉપયોગી છે તો તે બીજાને પણ જણાવો. જો તમારી પાસે કોઈ ટિપ્સ છે જે તમે રસોઈનીદુનિયા સાથે શેર કરી શકો છો.