soji ni barfi banavavani rit
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઇન્સ્ટન્ટ મીઠાઈ બાનવીને ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તેથી આજે આપણે સોજીની સોફ્ટ બરફી બનાવવાની રીત જોઈશું. આ બરફી ખાંડની ચાસણી, માવા, ઘી કે મિલ્ક પાવડર વગર બનાવીશું. આ બરફી મોઢામાં જતા જ ઓગળી જશે. તેને ઘરે બનાવવી ખુબ જ સરળ છે તો આવો જાણીયે સોજીની બરફી બનાવવાની રીત.

સામગ્રી : સોજી 1 કપ (170 ગ્રામ), મલાઈ 1 કપ, દૂધ 1/2 કપ, ખાંડ 3/4 કપ (170 ગ્રામ), નાની ઈલાયચી 5-6, બદામની કતરણ 1 ચમચી

સોજીની બરફી બનાવવાની રીત : કડાઈમાં 1 કપ સોજી નાખીને સતત હલાવતા રહીને તેનો રંગ બદલાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર શેકી લો. રંગ બદલાય એટલે ગેસ બંધ કરીને તેને બાઉલમાં કાઢી લો. આ સાથે બરફી જમાવવા માટે થાળીમાં ઘી લગાવીને ગ્રીસ કરી લો.

હવે એ જ કઢાઈમાં 1 કપ મલાઈને હલાવતા રહીને ઓગળવા દો. મલાઈ ઓગળે અને તે ઉકળે ત્યારે તેમાં 1/2 કપ દૂધ ઉમેરીને મિક્સ કરીને ઉકળે ત્યાં સુધી પકાવો. જ્યારે તે ઉકળે એટલે તેમાં 3/4 કપ ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી પકાવો.

જ્યારે ખાંડ ઓગળી જાય, ત્યારે તેમાં શેકેલી સોજી ઉમેરીને સતત હલાવતા રહીને મધ્યમ તાપ પર રાંધો. જ્યારે તે ઘટ્ટ થવા લાગે, ત્યારે ફ્લેમ ધીમી કરીને તેમાં 5-6 ઈલાયચી બરછટ પીસીને નાખીને સારી રીતે મિક્સ કરો. જ્યારે બરફી ઘટ્ટ થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને મિશ્રણને ગ્રીસ કરેલી પ્લેટમાં કાઢી લો.

હવે તેના પર થોડી સમારેલી બદામ નાખીને ચમચીથી હળવા હાથે દબાવો. પછી તેને 2 કલાક માટે જામવા માટે રાખો. પછી તેના ટુકડા કરીને 10-15 સેકન્ડ માટે પ્લેટને ગરમ કરીને બરફી થાળીમાં કાઢી લો. આ રીતે સોજીની બરફી તૈયાર છે, હવે તેને સર્વ કરો.

નોંધ : સોજીને મધ્યમ આંચ પર જ શેકવાની છે. તમે આ બરફીને 1 અઠવાડિયા સુધી બહાર રાખીને ખાઈ શકો છો અને ફ્રિજમાં રાખીને 15-20 દિવસ સુધી આરામથી ખાઈ શકો છો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા